હું શોધું છું

હોમ  |

કાયદો અને વ્યવસ્થાની જાળવણી
Rating :  Star Star Star Star Star   

કાયદો અને વ્યવસ્થાની જાળવણી

                ખેડા-નડીયાદ જીલ્લામાં પોલીસ અધિક્ષકના નિયંત્રણ હેઠળ હાલમાં ૪-ના.પો.અધિ.શ્રી, તેમજ ૬૦ પોલીસ ઈન્સ્પેકટરશ્રી, પોલીસ સબ ઈન્સ્પેકટરશ્રી અને ૧૫૦૦ થી વધારે પોલીસ કર્મચારીઓ તેમજ કયુઆરટી ટીમ, એસઓજી ટીમ,એસઓજી ટીમ, બી.ડી.ડી.એસ ટીમ  ધ્‍વારા તમામ કાયદો અને વ્યવસ્થાની જાળવણી અંગેની ફરજ નીચે મુજબ બજાવે છે.

  • જીલ્લામાં જયારે જયારે વીઆઈપી, વીવીઆઇપી અને મહાનુભાવશ્રી નાઓ જયારે જયારે જીલ્‍લામાં યોજાનાર કાર્યક્રમમાં પધારે ત્‍યાર તેઓશ્રીની સલામતીની કેટેગરી અનુસાર તેઓશ્રી નાઓને જીલ્‍લા હદ વિસ્‍તારમાં જરૂરી પાયલોટ ગાઇડ, એસ્‍કોર્ટ પુરુ પાડવામાં આવે છે અને કાર્યક્રમ સ્‍થળે જરૂર પોલીસ બંદોબસ્‍ત અને સલામતીના પગલા લેવામાં આવે છે.
  • જીલ્લામાં જયારે જયારે કોમી બનાવો બનવાની શકયતા હોય અથવા બનતા હોય તેવા સમયે બનાવની પરિસ્થિતીને ધ્‍યાને રાખી  અગમચેતીના પગલા લેવા, સમયસર આરોપીઓની  ધરપકડ કરી, બનાવ સબંધમાં બીજા કોઇ પ્રત્‍યાધાતો ન પડે  અને કાયદો અને વ્યવસ્થાની જાળવણીમાં સરળતા રહે તે મુજબ કામગીરી કરવામાં આવે છે.
  • જીલ્લામાં યોજાનાર ધાર્મિક તહેવારો, ઉત્‍સવો દરમ્‍યાન કાયદો અને વ્‍યવસ્‍થાની જાળવણીમાં સરળતા રહે અને ધાર્મિક તહેવાર, ઉત્‍સવો શાન્‍તીથી પૂર્ણ થાય તે માટે અગાઉથી પોલીસ  સ્‍ટેશન વિસ્‍તારમાંથી બંદોબસ્‍તને લગતો એસેસમેન્‍ટ રીપોર્ટ મેળવવામાં આવે છે અને બંદોબસ્‍તની માંગણી અનુસાર  જો શકય હોય તો જીલ્‍લાના હાજર ફોર્સમાંથી ફાળવણી કરવામાં આવતી હોય છે, તેમ છતા જો વધારે બંદોબસ્‍તની જરૂરીયાત જણાય રેન્‍જ સ્‍તરેથી અથવા પોલીસ ગાંધીનગર નાઓ પાસેથી માંગણી કરી મેળવી બંદોબસ્‍તમાં ઉપયોગ કરવામાં આવે છે.
  • જીલ્લામાં ધરણા, રેલી, આત્મવિલોપન, આવેદન પત્ર, બંધ એલાન અને હડતાલ જેવા કાર્યક્રમો દરમ્યાન અગાઉથી જે તે થાણા અમલદારો પાસેથી માહિતી એકત્ર કરી આવા કાર્યક્રમો દરમ્‍યાન અગમચેતીના ભાગરૂપે અગાઉથી સાવચેતીના પગલા લેવામાં આવે છે અને કાર્યક્રમ દરમ્‍યાન  કાયદો અને વ્‍યવસ્‍થાની જાળવણીમાં સરળતા રહે તે અને કોઇ અનિચ્‍છનીય બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્‍ત રાખવામાં આવે છે.
  • જીલ્લામાં જયારે જયારે કાયદો અને વ્યવસ્થાના બંદોબસ્‍ત માટે વધુ ફોર્સની જરૂરીયાત હોય તેવા સમયે  જીલ્‍લાના હાજર ફોર્સ સિવાય બહારથી રેન્‍જ સ્‍તરેથી અથવા પોલીસ ગાંધીનગર નાઓને જરૂરી વિગતવાર દરખાસ્‍ત મોકલી બહારથી એસ.આર.પી.,  હોમગાર્ડ,જી.આર.ડી.ની મદદ લેવામાં આવે છે.

 

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
પોલીસ સેવાઓ
સીનીયર સિટીઝન માટે
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર
સીનીયર સીટીજ્ન માટે

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર        |     પ્રતિભાવ 

Last updated on 04-04-2016