હું શોધું છું

હોમ  |

ટુરીઝમ પોલીસ
Rating :  Star Star Star Star Star   

અત્રેના જિલ્લાના વિસ્તારમાં આવેલ ઐતિહાસિક,ધામિર્ક તેમ જ જોવાંલાયક સ્થળોની યાદી તૈયાર કરેલ છે. જેમાં અગત્યનાં ૧૯ સ્થળોનો સમાવેશ કરવામાં આવેલ છે. જે સ્થળોએ સમયાંતરે યોજાતા મેળા, ઉત્સવ-ફંકશન વખતે વિશેષ કાળજીનાં પગલાં લઈ પ્રવાસીઓની સલામતી જાળવવા પોલીસ બંદોબસ્ત જાળવવા જરૂરી પગલાં લેવામાં આવેલ છે.આ અંગે આપશ્રીની તરફથી અત્રે મળેલ સૂચનો અંગે તમામ અધિ.શ્રીને વાકેફ કરવામાં આવેલ છે.

આવાં સ્થળોએ ફરજ બજાવવા પોલીસ કર્મચારીઓને પ્રવાસીઓ સાથે સૈમ્ય,વિવેકી,માયાળુ અને આત્મીયતાભર્યું વલણ દાખવે તે માટે અત્રેના જિલ્લામાંથી પોલીસ માણસોને રૂબરૂ બોલાવી જરૂરી માર્ગદર્શન આપેલ છે. અને પ્રવાસીને પ્રવાસના સ્થળ સુધી મુશ્કેલી વગર સરળતાથી પહૉંચી શકે તેવી મદદ કરવા પોલીસ માણસોને વાકેફ કરવામાં આવેલ છે.

જિલ્લામાં લસુન્દા નજીક જિલ્લા વિકાસ અધિકારીશ્રી દ્વારા ગ્રહવાટિકા, નક્ષત્ર વાટિકા, વનકુટિર બનાવવામાં આવનાર છે. તેમાં લોક ફાળાથી સહયોગ આપવાની કાર્યવાહી ચાલુમાં છે.

ઐતિહાસિક/ધામિર્ક તેમ જ જોવાંલાયક સ્થળોએ બંદોબસ્તમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓના બાવડા ઉપર '' ટુરીસ્ટ પોલીસ '' નો બેઝ લગાડવા માટે નુમનો પસંદ કરી વેપારી પાસેથી જરૂરિયાત મુજબના '' ટુરીસ્ટ પોલીસ '' બેઝ બનાવવાની કાર્યવાહી ચાલુમાં છે. જે કાર્યવાહી ટૂંક સમયમાં પૂર્ણ કરી જરૂરી અમલ કરવામાં આવનાર છે.

(૧)    ભમ્મરિયો કૂવો

કૂવો જે લોકવાયકા પ્રમાણે '' લાખા વણઝારા '' દ્વારા બનવવામાં આવ્યો હતો.જે હાલ મહેમદાવાદ પોલીસ સ્ટેશન હદમાં આવેલ છે.

(ર)    ફાગવેલ

ક્ષત્રિય વીર ભાથીજી મહરાજનું ધામ, જે હાલ કઠલાલ પોલીસ સ્ટેશનની હદમાં આવેલ છે.

(૩)    ડાકોર

શ્રી રણછોડ ભગવાન અર્થાત શ્રીકૃષ્ણ ભગવાન જયાં દ્વારકાથી આવી વસ્યા છે તે પાવન સ્થળ. ભકતરાજ શ્રી બોડાણા દ્વારા ડાકોરમાં આવી ભગવાને વાસ કર્યો હતો. ભગવાન સૌ પ્રથમ ગોમતી તળવામાં આવીને સંતાયા હતા તે ગોમતી તળાવ તરીકે ઓળખાય છે. જે ડાકોર પોલીસ સ્ટેશનની હદમાં આવેલ છે.

(૪)     ખેડા

વાત્રક નદી ઉપર આવેલ પુલ કે જે તેની આગવી શૈલી માટે જાણીતો છે.જે ખેડા પોલીસ સ્ટેશન હદમાં આવેલ છે.

(પ)    કપડવંજ

કિર્તી તોરણ કે જે કપડવંજ પોલીસ સ્ટેશન હદમાં આવેલ છે.

(૬)     ગળતેશ્વર

મહીસાગર નદીના કિનારે ગળતેશ્વર મહાદેવ આવેલ છે. જે ઠાસરા પોલીસ સ્ટેશનની હદમાં આવેલ છે.

(૭)    પરીએજ

માતર તાલુકામાં આવેલ આ તળાવ કે જયાં ધણી બધી જાતના વિદેશી પક્ષીઓ આવે છે. જેવાં કે, કીંગ ફિશર, કોમન પોચાર્ડ, લેસર ફલેમિંગો,લિટલ ગ્રિબ,પરપલ મોરહેન,ગડવાલ,બ્લેક આઈબીઝ જેવી જાતનાં પક્ષીઓનું વસવાટ સ્થાન છે.જે લીંબાસી પોલીસ સ્ટેશનની હદમાં આવેલ છે.

(૮)    મહેમદાવાદ

આ રોજા રોજીની મસ્જિદ છે. જે મહેમદાવાદ પોલીસ સ્ટેશનની હદમાં આવેલ છે.

(૯)    નડિયાદ

સંતરામ મહરાજની ગાદી આવેલ છે તે પાવન સ્થળ જે નડિયાદ શહેર અને નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશન હદમાં આવેલ છે.

(૧૦)    વડતાલ

શ્રી સ્વામીનારાયણ મંદિર આવેલ છે કે જે મંદિર ભગવાન સ્વામીનારાયણના હસ્તે થયેલ છે.આ મંદિર ચકલાસી પોલીસ સ્ટેશનની હદમાં આવેલ છે. તેમ જ ભગવાન સ્વામીનારાયણ દ્વારા બનાવવામાં આવેલ તળાવ કે જે શ્રી ગોમતીજી તરીકે ઓળખાય છે. અહીં જ્ઞાન બાગ આવેલ છે કે જયાં ભગવાનના અવશેષો સાચવી રાખવમાં આવેલ છે તેમ જ ગઢડાના મંદિરની પ્રતિકૃતિ બનવવામાં આવેલ છે.

(૧૧)     વણાકબોરી

જે ખેડા જિલ્લમાં આવેલ ડેમ છે કે જેના દ્વારા ખેડા જિલ્લામાં સિંચાઈ યોજના થઈ રહી છે. જે બાલાશિનોર પોલીસ સ્ટેશન હદમાં આવેલ છે.

 

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
પોલીસ સેવાઓ
સીનીયર સિટીઝન માટે
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર
સીનીયર સીટીજ્ન માટે

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર        |     પ્રતિભાવ 

Last updated on 30-01-2012