|
અત્રેના જીલ્લાના દરેક પોલીસ સ્ટેશનમાં રોજે રોજ નોંધાતા ગુન્હાની વિગત વાયરલેસ મેસેજ, ફેકસ મેસેજ, દ્વારા અત્રેના કંટ્રોલરૂમ ખાતે આપવામા આવે છે અને મોર્નિગ રીપોર્ટ ઈ.મેઈલ ઘ્વારા રીડર શાખામાં મેળવવામાં આવે છે. જેમાથી મોર્નીંગ રીપોર્ટ બનાવી પોલીસ અધિક્ષકશ્રી, નાઓ સમક્ષ રજુ કરવામા આવે છે. તથા જે માહિતીની વડી કચેરીઓને જાણ કરવાની થતી હોઇ તે કચેરીઓને ફેકસ / ઇ-મેઇલ ઘ્વારા જાણ કરવામા આવે છે.
અત્રેની રીડર શાખા દ્વારા નીચે મુજબના માસીક તેમજ વાર્ષિક પત્રકો તૈયાર કરવા સારૂ દરેક પોલીસ સ્ટેશનથી નીયત નમુનામાં માહિતી મંગાવવામા આવે છે. તથા આ પત્રકો તૈયાર કરી વડી કચેરીઓમાં મોકલી આપવામા આવે છે.
માસીક પત્રકો.
- ક્રાઈમ રીપોર્ટીગ.
- માસીક ક્રાઈમ રીવ્યુ.
- માસીક ક્રાઈમ આકડાકીય માહિતી પત્રક એ ટુ એલ.
- માસીક કાયદો વ્યવસ્થાના પત્રક.
- માસીક પોલીસ મેન્યુઅલ ભાગ-૩ નિયમ પ૭૧ (ત્રણ)ના એપેન્ડીંક્ષ-૧ મુજબ નમુના નં.૩૯ થી૪રના પત્રકો
- માસીક ક્રાઈમ ઈન ગુજરાત પાર્ટ 1 થી પ મુજબના પત્રકો.
- માસીક રોડ અકસ્માતની માહિતી.
- વિધાનસભા/ સંસદસભા સત્ર દરમ્યાન પુછાયેલ આર.એસ.કયુ/ એલ.એસ.કયુ.ના જવાબ પાઠવવાની કામગીરી.
- માસીક ક્રાઈમ કોન્ફરન્સના પત્રકો.
વાર્ષિકપત્રકો.
- ક્રાઈમ ઈન ઈન્ડિયાના વાર્ષિક પત્રકો.
- વાર્ષિક વહીવટી અહેવાલ.
- રોડ અકસ્માતના વાર્ષિક પત્રકો.
- સુસાઈડ એન્ડ ડેથના વાર્ષિક પત્રકો.
તેમજ જિલ્લાના પોલીસ અધિકારીઓની આવેલ વિકલી ડાયરી ઉપર ચેક લેવા, દૈનિક રીપોર્ટ ઉપર ચેક લેવા અને ઉચ્ચ અધિકારીશ્રીઓ તરફથી માગવામા આવતી આકડાકીય માહિતી તેમજ ગુન્હાઓને લગતા અહેવાલ પાઠવવા અંગેની કામગીરી રીડર શાખા દ્વારા કરવામાં આવે છે. તેમજ રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ અને મહિલા આયોગને લગતા રીપોર્ટની કાર્યવાહી પણ કરવામાં આવે છે.
સમયાંતરે અધિકારીઓ તથા સ્થાનિક આગેવાનો, વ્યાપારીઓ સાથે અવાર નવાર મીટીંગનુ આયોજન કરી જરૂરી સુચના તેમજ એકશન પ્લાન તૈયાર કરી ગુનાનુ પ્રમાણ ઘટાડવાના પ્રયાસ કરવામાં આવે છે.તેમજ જાહેર જનતાને મદદરૂપ એવા જરૂરી ઠરાવો તેમજ પરીપત્રો બહાર પાડવમાં આવે છે.
|
|