હું શોધું છું

હોમ  |

જિલ્લાનો પરિચય
Rating :  Star Star Star Star Star   

જીલ્‍લાનો પરીચય

      

ખેડા જીલ્‍લાની પ્રાથમિક માહિતી

 -       ઇ.સ.૧૯૮૨ માં બ્રૃહદ ખેડા જીલ્‍લાના પોલીસ વિભાગનું ખેડા અને આણંદ એમ બે પોલીસ જીલ્‍લાઓમાં વિભાજન કરવામાં આવેલ. આમ છતાં પોલીસ અધિક્ષકશ્રીની કચેરી ખેડા કેમ્‍પ ખાતે જ ચાલુ રાખવામાં આવેલ. ત્‍યારબાદ તા.૦૨/૧૦/૧૯૯૭ના રોજ ખેડા જીલ્‍લાનું મુખ્ય મથક ખેડા કેમ્‍પ થી નડીયાદ સ્‍થાળતરીત કરવામાં આવેલ જે અંતર્ગત તા.૨૭/૦૨/૨૦૦૫ થી પોલીસ અધિક્ષક ખેડાની કચેરી નડીયાદ ખાતે થી કાર્યરત્ત છે.   

-       જીલ્‍લાનું પોલીસ મુખ્ય મથક નડીયાદ

-       પોલીસ વિભાગ(Division)ની સંખ્‍યા:૦૨ (નડીયાદ અને કપડવંજ)

-       સર્કલની સંખ્‍યા: ૦૪ (માતર, મહેમદાવાદ, કપડવંજ તથા ડાકોર)

-       પોલીસ સ્‍ટેશનની સંખ્‍યા:૧૭ તથા ૧ મહિલા પો.સ્‍ટે. એમ કુલ-૧૮

-       પોલીસ ચોકીઓની સંખ્‍યા: ૨૬

-       પોલીસ આઉટ પોસ્‍ટની સંખ્‍યા: ૨૯

-       ગામોની કુલ સંખ્‍યા: ૬૬૮

-       કુલ વસ્‍તી: ૨૦,૨૪,૨૧૬ જે પૈકી ૪,૦૬,૪૫૦ શહેર વસ્‍તી તથા ૧૬,૧૭,૭૬૬ ગ્રામ્ય વસ્‍તી.

-       કુલ વિસ્‍તાર: ૩,૯૫૮.૮૪ ચો.કીમી.

-       વિધાનસભા બેઠકોની કુલ સંખ્‍યા: ૦૭

-       ધાર્મીક અને ઐતિહાસીક સ્‍થળો ધરાવતો તેમજ પ્રાકૃતિક સૌંદર્યથી ભરપુર જીલ્‍લો.

-       ‘‘મેળા અને મંદિરોનો જીલ્‍લો’’ તરીકે ઓળખ ધરાવે છે.

        મંદિર....સંતરામ મંદિર તથા માઈ મંદિર નડીયાદ, રણછોડરાયજી મંદિર ડાકોર,

       ગળતેશ્વર મંદિર ઠાસરા, ઉત્કંઠેશ્વર મંદિર આતરસુંબા, ભાથીજી મહારાજ મંદિર ફાગવેલ,

        સ્‍વામી નારાયણ મંદિર વડતાલ, મેલડી માતા મંદિર ખેડા.

        મેળા.... ફાગણી પુનમ મેળો ડાકોર, સાકર વર્ષા મેળો તથા કારતક પુનમનો મેળો સંતરામ મંદિર

        નડીયાદ, ભાથીજી મહારાજનો મેળો ફાગવેલ, પુનમ મેળો વડતાલ, કારતક માસનો મેળો

        પાલ્‍લા, દશામાનો મેળો મીનાવાડા-મહુધા,

 ખેડા જીલ્લો ભૌગોલીક દ્રષ્‍ટીએ

 ક્ષેત્રફળ – ૪,૨૧૮ કિ.મી.

તાલુકા – ૧૦

કુલ ગામ – ૬૬૮

વસ્તી – ૨૨,૯૮,૯૩૪ (૨૦૧૧)

સાક્ષરતા – ૮૪.૭૧ ટકા

 

જોવાલાયક સ્થળો

ડાકોર(રણછોડરાય મંદિર),

વડતાલ (સ્વામીનારાયણ મંદિર),

નડીયાદ(સંતરામ મંદિર, સદરદાર વલ્લભભાઇ જન્મ સ્થળ),

ગળતેશ્વર (જુનુ મહાદેવ મંદિર),

લસુન્દ્રા(ગરમ પાણીના કુંડ),

ઉત્કઠેશ્વર(મહાદેવ મંદિર),

વસો (ગોપાલદાસની હવેલી)

માર્ગ – નેશનલ હાઇવે – 8 (અમદાવાદ થી મુંબઇ),  

એક્સપ્રેસ હાઇવે- ૧ ( અમદાવાદ થી વડોદરા),

નેશનલ હાઇવે -૫૯ (અમદાવાદ થી ઇન્દોર),  

સ્ટેટ હાઇવે – ૪૭ (નડીયાદ થી મોડાસા),

દાંડી હેરીટેજ માર્ગ -૨૨૮,

રેલ્વે-  બ્રોડગેજ (અમદાવાદ થી મુંબઇ, નડીયાદ થી મોડાસા),

મીટર ગેજ (નડીયાદ થી ભાદરણ)  

મહિલા પોલીસ સ્‍ટેશન

જીલ્‍લામાં જીલ્‍લા કક્ષાનું મહિલા પોલીસ સ્‍ટેશન નડિયાદ ખાતે  કાર્યરત છે. જેમાં ખેડા જીલ્‍લા પોલીસ કાર્યક્ષેત્ર હેઠળના તમામ વિસ્‍તારોની મહિલાઓને લગતા ગુનાઓ જેવાકે દહેજ, બળાત્કાર ,લગ્‍નજીવનમાં ઉભા થતા પ્રશ્નો, બાળકોના પ્રશ્નો, સાસરીયા સાથેના ઉભા થતા સંઘર્ષો તથા આત્‍મ હત્‍યાના પ્રશ્નો, મહિલા છેડતી, મહિલાઓની જાતિય સતામણી વગેરે મહિલાઓને લગતા પ્રશ્નોની ફરીયાદ અંગેની કાર્યવાહી કરવામાં આવે છે.

 

 

ડિપાર્ટમેન્ટનાં કાર્યો

જિલ્લા પોલીસ તંત્રની ફરજો

મુંબઈ પોલીસ અધિનિયમ -૧૯પ૧ અનુસાર પોલીસની મૂળભૂત ફરજો નીચે જણાવ્યા પ્રમાણે છે.

 • ગુના બનતા અટકાવવા અને બનેલ ગુનાઓ શોધી કાઢવા.
 • યોગ્ય સત્તા અધિકારીએ મોકલેલ હુકમો બજાવવા અને તેનો અમલ કરવો.
 • લોકોને અપકારક કૃત્ય હોય તેવાં કૃત્ય રોકવાં.
 • જે વ્યક્તિને પકડવાનો કાયદાની રૂએ અધિકાર હોય અને પકડવા માટે પૂરતું કારણ હોય તેને ગેરવ્યાજબી ઢીલ કર્યા સિવાય પકડવો .
 • બીજા અધિકારી મદદ માંગે ત્યારે વ્યાજબી મદદ કરવી
 • અમલમા હોય તેવા કાયદાઓની રૂએ કાયદેસરની ફરજો બજાવવી.
 • શંકાજનક અને આકસ્મિક મૃત્યુનો રિપોર્ટ કરવો
 • સુલેહ શાંતિનો ભંગ થાય તેવા કાર્ય અટકાવવા પગલા લેવા.
 • ગુનેગારોને સજા થાય તેવી તજવીજ કરવી.
 • અશક્ત અને નિરાધાર વ્યકિતઓને મદદ કરવી તથા નશો કરેલ અને ગાંડી વ્યકિતઓને તાબામાં લેવી.
 • પકડાયેલ વ્યકિતઓને ખોરાક તથા આશરો આપવાની વ્યવસ્થા કરવી તથા બીમાર હોય તો સારવાર કરાવવી.
 • સ્ત્રીઓ તથા બાળકો સાથે મર્યાદા જાળવવી અને સભ્યતા દાખવવી.
 • આગથી કોઈ પણ નુકસાન અથવા હાનિ ના થવા દેવા બનતા ઉપાયો લેવા.

લોકોને અકસ્માત અથવા જોખમ થતું અટકાવવા બનતા ઉપાય લેવા.

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
પોલીસ સેવાઓ
સીનીયર સિટીઝન માટે
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર
સીનીયર સીટીજ્ન માટે

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર        |     પ્રતિભાવ 

Last updated on 14-03-2016