|
ખેડા જીલ્લા પોલીસ સાફલ્યગાથા
(અઠવાડિક તા.૧૮/૦૧/૨૦૧૬ થી તા.૨૪/૦૧/૨૦૧૬)
મીસીંગ સેલ ખેડા-નડીયાદ
ઓપરેશન સ્માઇલ ડ્રાઇવ અંતર્ગત તા.૨૨/૦૧/૨૦૧૬ ના રોજ નડીયાદ બસ સ્ટેન્ડ ખાતે બે બાળકીઓ સતત ત્રણ દિવસથી ભીખ માંગતી હોવાની જાણ થતા જીલ્લા બાળ સુરક્ષાના કર્મચારીઓ સાથે લઇને બાળકીઓને પુછપરછ કરતા બાળકીઓએ તેઓનું નામ (૧) ચાંદનીબેન તથા (૨) આરતીબેન જણાવેલ. તેઓને પુછપરછ કરતા પોતાના રહેઠાણનનું સરનામુ જવાહર નગર ખાતેનું જણાવેલ. તેથી તેઓને તેઓના વાલીને સોંપવામાં આવેલ.
ખેડા ટાઉન પોલીસ સ્ટેશન
(૧) તા.૧૪,૧૫/૦૧/૨૦૧૬ ની નાઇટ પેટ્રોલીંગ દરમ્યાન ખેડા શહેરમાં અજાણી છોકરી નામે અમિતાબેન ડો/ઓ આશાભાઇ રાણા રહે, ખંભાત નાઓ સાધારણ મંદ બુધ્ધીની હોય જેથી અત્રેના ખેડા ટાઉન પો.સ્ટે.માં રાત્રીના ક.૧૨/૦૦ દરમ્યાન ટાઉન વિસ્તારમાં નાઇટ પેટ્રોલીંગ દરમ્યાન મળી આવેલ જે આધારે તપાસ કરતા કરાવતા આ અમિતાબેન નાઓ ઓમશાંન્તીનો ધર્મ ની જાણકાર હોય અને તેઓ રાત્રીના મળી આવેલ જેથી તા.૧૬/૧/૨૦૧૬ ના રોજ આ અમિતાબેન આશાભાઇ રાણા રહે,ખંભાત નાઓને તેના ભાઇશ્રી અનીલાભાઇ આશાભાઇ રાણા નાઓને રૂબરૂમાં બોલવી સોપેલ.
(૨) તા.૧૭/૦૧/૨૦૧૬ ના રોજ પો.સ્ટે. વિસ્તારમાં સુરક્ષા સેતુ સોસાયટી તરફથી સુરક્ષા સેતુ રથ આવેલ સદર રથ ખેડા શહેરના (૧) સરદાર ચોક (૨) ખેડા હાઇવે ચોકડી (૩) ખુમરવાડ ગામે દુધ ઉત્પાદક સહકારી મંડળી પાસે ઉપરોક્ત સ્થળોએ સુરક્ષા સેતુ રથના માધ્યમથી પોલીસ અને પ્રજા વચ્ચે સુમેળ જળવાય રહે તે હેતુથી પોલીસ પ્રજાનો મિત્ર છે તેમજ મહીલા સુરક્ષા હેલ્પ લાઇન તેમજ પી.સી.આર. વાનની કામગીરી વિગેરેની માહીતી ઉપરોક્ત જણાવેલ સ્થળોએ સીડી દ્વારા દર્શાવામાં આવેલ જેનો લાભ ગ્રામજનોએ તેમજ મહીલા/બાળકોએ નિહાળેલ.
|
|