|
ખેડા જીલ્લા પોલીસ સાફલ્યગાથા
(અઠવાડિક તા.૧૪/૧૨/૨૦૧૫ થી તા.૨૦/૧૨/૨૦૧૫)
એલ.સી.બી.ખેડા-નડીયાદ
પીજ ગામની સીમમા જુગાર રમતા જુગારીયાઓને ઝડપી પાડતી
એલ.સી.બી. ખેડા નડીયાદ પોલીસ
પ્રેસ નોટ તા.૨૦/૧૨/૨૦૧૫
શ્રી સચિન બાદશાહ પોલીસ અધિક્ષકનાઓએ આગામી નાતાલના તહેવારને અનુલક્ષીને દારૂ જુગારની પ્રવુત્તિ નેસ્ત નાબુદ કરવા માટે પરીણામલક્ષી કામગરી કરવા સારૂ આપેલ સુચના મુજબ પો.ઇન્સ.એલ.સી.બી નાઓએ પોતાના સ્ટાફને કામગીરી કરવા જણાવેલ જે સંદર્ભે તા. ૧૯/૧૨/૧૫ ના રોજ એલ.સી.બી. સ્ટાફના એ.એસ.આઇ કેશુભાઇ, પો.કો.ધર્મપાલસિહ, પો.કો. મુકેશકુમાર,પો.કો. શૈલેષસિહ, પો.કો. રાજેશકુમાર, વિગેરે એલ.સી.બી. સ્ટાફના પોલીસ માણસો પેટ્રોલીંગમા નીકળેલા દરમ્યાન ફરતા ફરતા પીજ ચોકડી પાસે આવતા સાથેના પો.કો. મુકેશકુમાર નાઓને મળેલ બાતમી હકીકત આધારે પીજ ગામની સીમમાં સોમાભાઇ લખાભાઇ વણકરના ખેતરની બાજુમાં ઘનશ્યામભાઇ મણીભાઇ પટેલના કોઠીવાળા ખેતરના કીનારા ઉપર ખુલ્લામા જાહેરમા જુગાર અંગે રેઇડ કરતા પત્તા પાના પૈસા વડે જુગાર રમતા કુલ ૬ ઇસમો (૧) પ્રકાશભાઇ જ્યંતિભાઇ પટેલ રહે, ૩,લક્ષ્મીકુંજ સો.સા. શીતલ સિનેમા પાછળ ડાકોર રોડ નડીયાદ(૨) ફરીદભાઇ અબ્દુલરસીક શેખ રહે, કુંભાર ચાલી સંતઅન્ના સ્કુલ પાસે નડીયાદ (૩) ભરતભાઇ રમણલાલ પરમાર રહે, ૧૧, ગીરીરાજ સો.સા. કીશન સમોસાના ખાંચામાં નડીયાદ (૪) દીપકભાઇ બળદેવભાઇ પંચાલ ઉ.વ. ૪૨ રહે, વ્યાસ ફળીયુ પીજ ભાગોળ નડીયાદ (૫) તુષારભાઇ જગદીશભાઇ પટેલ રહે, નડીયાદ કાકરખાડ સરદાર પોળ તા. નડીયાદ (૬) કીરણભાઇ જ્યંતીભાઇ પટેલ રહે, કેરીયાવી આઝાદ પોળ તા.નડીઆદ જિ.ખેડા નાઓને સ્થળ ઉપરથી રોકડ રૂ. ૨૦,૫૦૦/- તથા પત્તા પાના નંગ-૫૨ સાથે સ્થળ ઉપરથી ઝડપી લીધેલ આ બાબતે પો.કો. મુકેશકુમાર નાઓએ જુગાર ધારા કલમ ૧૨ મુજબ ફરિયાદ આપતા વસો પો.સ્ટે. જુગારધારા મુજબનો ગુનો રજી. કરાવી આગળની વધુ તપાસ એ.એસ.આઇ કેશુભાઇ એલ.સી.બી. ખેડા-નડીયાદ નાઓ કરી રહેલ છે.
|
|