|
તાલીમ
પોલીસ કર્મચારીઓને અગાઉ તાલીમ મેળવેલ પરેડના વિષયો ઉપર વધુ પ્રભુત્વ મેળવે તેમાં કાર્યદક્ષતા મેળવે તેમજ તેઓના શિસ્ત તથા ટર્ન આઉટમાં સુધારો આવે તે હેતુથી અત્રેના જિલ્લાના પોલીસ કર્મચારીઓની જિલ્લા હેડ કવાર્ટર ખાતે રીફ્રેશર તાલીમ આપવામાં આવે છે.
કુદરતી આપત્તીઓના સમયે અસરકારક કામગીરી કરી શકે તેવા પોલીસ કર્મચારીઓએ ચાલુ વર્ષે રેસ્કયુ તાલીમ લીધેલ છે, તેમજ જિલ્લામાંથી પોલીસ કર્મચારીઓએ કમાન્ડો તાલીમ લીધેલ છે.
જિલ્લાના પોલીસ કર્મચારીઓને તેમની રૂઢીગત કામગીરીમાં બદલાવ લાવવા સારૂ તેમજ હકારાત્મક વલણ અપનાવી ગુણવત્તાયુકત સેવાઓ આપવા સારૂ તેઓની કામગીરીની શૈલીમાં સુધારો લાવવા સારૂ અને કવોલીટી અને પરિણામ લક્ષી કાર્ય કરવા સારૂ સતત તાલીમોનું આયોજન કરી તમામને આ તાલીમો આપવામાં આવેલ છે. જેના પરિણામ રૂપે કર્મચારીઓના વલણમાં ખૂબજ બદલાવ આવેલ છે.
ખેડા હેડ ક્વાટર્સ ખાતે ઓટોમેટીક વેપન તાલીમ ૧૧૦૦ પોલીસ કર્મચારીઓને તથા રીફ્રેસર કોર્સ ૨૪ પોલીસ કર્મચારીને આપવામાં આવેલ છે. બિન હથીયારી લોકરક્ષકો ૧૪૭ ની તાલીમ પૂર્ણ થતા અલગ અલગ જીલ્લામાં નિમણૂક થયેલ છે.
|
|