સિદ્ધિઓ
ક્રાઇમ
- ખેડા જીલ્લામાં વર્ષ – ર૦૧૪ માં કૂલ ૧૮૩૯ ગુનાઓ બનવા પામેલ હતા જયારે વર્ષ –ર૦૧પ
માં કૂલ ૧૭૮૦ ગુનાઓ બનવા પામેલ હતા જે જોતાં પ૯ ગુનાઓનો ઘટાડો થવા પામેલ છે.
- વર્ષ – ર૦૧પ માં પ્રથમ ચાર માસ એટલે કે જાન્યુઆરીથી એપ્રિલ દરમ્યાન ૬ર૪ ગુનાઓ બનવા
પામેલ હતા જયારે વર્ષ – ર૦૧૬ ના પ્રથમ ચાર માસ દરમ્યાન કૂલ પર૪ ગુનાઓ બનવા
પામેલ જે જોતાં ૧૦૦ ગુનાઓનો ઘટાડો દર્શાવે છે
- વર્ષ – ર૦૧પ માં ચાર માસ દરમ્યાન મિલ્કત વિરૂધ્ધના કૂલ ૭પ ગુનાઓ બનવા પામેલ હતા જયારે ચાલુ વર્ષ – ર૦૧૬ માં પ્રથમ ચાર માસ દરમ્યાન કૂલ ૭૩ ગુનાઓ બનવા પામેલ છે. જે બે ગુનાઓ ઘટાડો દર્શાવે છે.
- એપ્રિલ-૨૦૧૩ દરમ્યાન ખેડા જીલ્લા પોલીસે આંતર રાજ્ય ગુનેગારોની ટોળકીને પકડી પાડી ગુજરાત ઉપરાંત રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર તથા કર્ણાટક રાજ્યના ૨૫ જેટલા ગુન્હાઓ ઉકેલી આરોપીઓ પાસેથી કુલ રૂપિયા ૮૦ લાખનો ચોરીનો માલ સામાન રીકવર કરેલ છે.
- છેલ્લા દસ મહિના દરમ્યાન કુલ-૪૫ અસામાજીક તત્વો વિરૂધ્ધ પાસા અને કુલ-૮૬ અસામાજીક તત્વો વિરૂધ્ધ તડીપારની દરખાસ્તો તૈયાર કરી જીલ્લા કલેક્ટર કચેરી ખેડા તરફ મોકલી આપવામાં આવેલ છે.
- છેલ્લા દસ મહિના દરમ્યાન કુલ રૂપિયા-૧,૬૭,૫૭,૪૬૬/- ટ્રાફિક દંડની વસુલાત કરવામાં આવેલ છે.
- છેલ્લા દસ મહિના દરમ્યાન જીલ્લા પોલીસ દ્રારા કુલ-૪૪ લોકદરબારનું આયોજન કરવામાં આવેલ છે.
નાગરીક સુવિધા કેન્દ્ર
રાજ્ય સરકારની નાગરીક સુવિધા કેન્દ્ર માટે ૫૩ લાખ ગ્રાન્ટમાંથી ૨૬ આઉટ પો.સ્ટ.તથા ૨૬ પોલીસ ચોકીઓનું રીનોવેશન કરજામાં આવેલ છે. તેમજ એલ.સી.ડી ટી.વી., ફરનીચર, ઇન્ફોરમેશન બોર્ડ, વોટરકુલર, ઇમજન્સી લાઇટ, તથા ફેક્સમશીન, સાઉન્ડ સીસ્ટમ, વીડીયો કેમેરા, એન્ટીવાયરસ સોફ્ટવેર ફાળવવામાં આવેલ છે.
કન્ટ્રોરૂમ મોર્ડનાઇજેશન
કન્ટ્રોરૂમ મોર્ડનાઇજેશન પ્રોજેક્ટ હેઠળ કરેલ ઓટોમેટેડ હેલ્પ લાઇન ઇમજન્સી કોલ નંબર ૧૦૦, ક્રાઇમ સ્ટોપર ૧૦૯૦, ટ્રાફીક હેલ્પ લાઇન ૧૦૯૫ તથા સીનીયર સીટીઝન ૧૦૯૬ હેલ્પલાઇન પોલીસ અધિક્ષક કચેરીના કંટ્રોલ રૂમમાં કાર્યરત કરેલ છે. તેમજ મહીલા પોલીસ સ્ટેશનમાં વીમેન્સ હેલ્પ લાઇન ૧૦૯૧ તથા ચાઇલ્ડ હેલ્પલાઇન ૧૦૯૮ કાર્યરત થયેલ છે.
ટ્રાફીક નિયમન
જીલ્લામાં ટ્રાફીક નિયમન દ્રારા ટ્રાફીક કામગીરીમાં સ્થળ દંડ અંદાજે વર્ષ ૨૦૧૧માં ૭૪,૬૩,૨૧૯/- વસુલ કરવામાં આવેલ છે. જેના દ્રારા હોમગાર્ડ, જીઆરડી જવાનો, ટ્રાફીક બ્રીગેડની રચના કરીને ટ્રાફીકની કામગીરીમા મદદમાં લે.વામાં આવે છે. તેમજ ટ્રાફીક નિયમનમાં મદદરૂપ થવા માટે ટ્રાફીક સામગ્રી હેલમેટ,રોડ લેમ્પ, લાઇટ બેટન, રીફલેક્ટેડ બેલ્ટ, ટૂ વ્હીલર લોક, ફોર વ્હીલર લોક, સનગ્લાસ, પોલીસ કર્મચારીયોના સીમ કાર્ડનુ ભાડુ / ટેક્ષ તથા ટ્રાફીક કામગીરીમા મદદ માટે ઉપયોગી અસ્તબલના મકાન બાધકામનો ખર્ચ તથા ટ્રાફીક બ્રીગેડના વેતન પેટે ઉપયોગ કરવામાં આવેલ છે.
પોલીસ આવાસ
છેલ્લા પાંચ વર્ષ દરમ્યાન ખેડા જીલ્લા ડાકોર, કપડવંજ અને મહેમદાવાદ એમ કુલ-૩ પોલીસ સ્ટેશન માટે નવા મકાનો તથા નડીયાદ ખાતે પોલીસ કોમ્યુનિટી હોલ તેમજ ખેડા ખાતે જીલ્લા પોલીસ તાલીમ કેન્દ્ર બનાવવામાં આવેલ છે હાલમાં આંતરસુબા અને નડીયાદ (ગ્રામ્ય) એમ કુલ-૨ પોલીસ સ્ટેશન માટે નવા મકાનો બનાવવાનું કામ પ્રગતિ હેઠળ છે.
- છેલ્લા પાંચ વર્ષ દરમ્યાન પોલીસ વિભાગના કોન્સ્ટેબલ/હેડ કોન્સ્ટેબલ કક્ષાના પોલીસ કર્મચારીઓ માટે ૧૮૮ રહેણાંક મકાનો તથા પી.એસ.આઇ. કક્ષાના અધિકારીઓ માટે કુલ-૧૪ રહેણાંક મકાનો બનાવવામાં આવેલ છે. હાલમાં કોન્સ્ટેબલ/હેડ કોન્સ્ટેબલ કક્ષાના પોલીસ કર્મચારીઓ માટે ૧૨૦ રહેણાંક મકાનો તથા પી.એસ.આઇ. કક્ષાના અધિકારીઓ માટે કુલ-૧૪ રહેણાંક મકાનો તેમજ પી.આઇ. કક્ષાના અધિકારીઓ માટે ૨(બે) રહેણાંક મકાનો બનાવવાની કામગીરી પ્રગતિ હેઠળ છે.
- છેલ્લા પાંચ વર્ષ દરમ્યાન જીલ્લા પોલીસના પોલીસ સ્ટેશન, રહેણાંક મકાન, કોમ્યુનિટી હોલ તથા જીલ્લા તાલીમ કેન્દ્રના બાંધકામ પાછળ સરકારશ્રીએ કુલ ૧,૩૩૫.૭૮ લાખ રૂપિયાનું ખર્ચ કરેલ છે જ્યારે હાલમાં કુલ.૧,૧૮૮.૯૭ લાખ રૂપિયાના બાંધકામની કામગીરી પ્રગતિ હેઠળ છે.
- મહેમદાવાદ ખાતે નવુ બાંધવામાં આવેલ પોલીસ સ્ટેશન રૂ.૪૯.૩૮ લાખ ના ખર્ચે તૈયાર થયેલ છે.
- આ ઉપરાંત ચાલુ નાણાંકિય વર્ષમાં લીંબાસી પોલીસ સ્ટેશન તથા મહુધા પોલીસ સ્ટેશન તેમજ નડીયાદ (શહેર) ખાતે ૧૦૦ રહેણાંક મકાનોના બાંધકામની કામગીરી હાથ ધરવામાં આવનાર છે.
કન્ટ્રોલ રૂમ મોર્ડનનાઈઝેશન પ્રોજેક્ટ હેઠળ ઓટોમેટેડ હેલ્પ લાઈન ઈમરજન્સી કોલ નંબર-૧૦૦, ક્રાઈમ સ્ટોપર હેલ્પ લાઈન-૧૦૯૦, ટ્રાફિક હેલ્પ લાઈન-૧૦૯૫ તથા સીનીયર સીટીઝન હેલ્પ લાઈન-૧૦૯૬ જીલ્લા પોલીસના કન્ટ્રોલ રૂમ ખાતે થી કાર્યરત્ત છે આ ઉપરાંત જીલ્લાના મહિલા પોલીસ સ્ટેશન ખાતેથી મહિલા હેલ્પ લાઇન-૧૦૯૧ તથા ચાઈલ્ડ હેલ્પ લાઈન-૧૦૯૮ કાર્યરત્ત છે.
- જીલ્લાના દરેક પો.સ્ટે. ખાતે સી.સી.ટી.વી કેમેરા સહિતની આધુનિક સગવડો ધરાવતું નાગરીક સુવિધા કેન્દ્ર ઉપલબ્ધ છે.
- જીલ્લાની તમામ હોટલો, મોલ, બેન્કો, સોના ચાંદીની દુકાનો, આગંડીયા પેઢીઓના કાર્યાલયો, પેટ્રોલ પંપો પર હાઈડેફિનેશન સી.સી.ટી.વી. કેમેરા લગાવવામાં આવેલ છે.
- જીલ્લાના તમામ વાઈટલ ઈન્સ્ટોલેશન દા.ત. રણછોડરાયજી મંદિર ડાકોર, સંતરામ મંદિર નડીયાદ, વણાંકબોરી ડેમ, થર્મલ પાવર સ્ટેશન વગેરે સ્થળો પર પણ સી.સી.ટી.વી. કેમેરા લગાડવામાં આવેલ છે.
- જીલ્લા પોલીસ અત્યંત આધુનિક હથિયારો તથા જાસુસી ઉપકરણો ધરાવે છે.
ખેડા જીલ્લાની સુરક્ષા સેતુ સોસાયટીની કામગીરી
- જીલ્લાના તમામ પો.સ્ટે. ખાતે પોલીસ સખી મંડળની સ્થાપના કરવામાં આવેલ છે.
- જીલ્લાના ગ્રામ અને નગરોના કુલ-૮૭૧ નાગરીકોને ‘‘પોલીસ મિત્ર’’ બનાવવામાં આવેલ છે અને ટુંક સમયમાં જીલ્લા કક્ષાએ પોલીસ મિત્ર સમેલનનું આયોજન કરી ‘‘ખેડા જીલ્લા પોલીસ મિત્ર પરિચય પુસ્તિકા’’નું વિમોચન કરવામાં આવનાર છે.
- લોકો સુધી પોતાની પહોંચને વધુ મજબુત બનાવવાના ઈરાદા સ્થાપિત સુરક્ષા સેતું સોસાયટી, ખેડા જીલ્લા દ્રારા નીચે મુજબની પ્રવૃતિઓ કરવામાં આવેલ છે.
· તા.૨૮/૦૪/૨૦૧૩ના રોજ શ્રી સ્વામીનારાયણ મંદિર સંકુલ ખેડા ખાતે લગ્નગીત સ્પર્ધાનું આયોજન.
· તા.૦૫/૦૭/૨૦૧૩ના રોજ શીતલ સિનેમા મેદાન નડીયાદ ખાતે નડીયાદ નગરપાલિકાના અધિકારીઓ/કર્મચારીઓ/નગર સેવકોની ટીમ તથા ખેડા જીલ્લા પોલીસની ટીમ વચ્ચે ક્રિકેટ મેચનું આયોજન.
· તા.૦૬/૦૫/૨૦૧૩ના રોજ ઉત્તરસંડા ક્રિકેટ મેદાન ખાતે તથા તા.૦૭/૦૫/૨૦૧૩ના રોજ બી.પી.એડ કોલેજ મેદાન મહેમદાવાદ ખાતે નગરજનો તથા પોલીસ અધિકારીઓ/ કર્મચારીઓની ટીમો વચ્ચે ક્રિકેટ મેચનું આયોજન.
· તા.૦૪/૦૬/૨૦૧૩ના રોજ એન.સી.પરીખ વિદ્યાલય માતર ખાતે માતરના નગરજનો તથા પોલીસ કર્મચારીઓ વચ્ચે કબ્બડી મેચનું આયોજન.
· તા.૧૪/૦૬/૨૦૧૩ના રોજ મુખ્ય કન્યા શાળા, ડાકોર ખાતે શાળાની ૧૭૪ વિદ્યાર્થીનીઓ વચ્ચે દોરડા કુદ સ્પર્ધાનું આયોજન.
· તા.૧૮/૦૬/૨૦૧૩ના રોજ પોલીસ લાઈન, કપડવંજ ખાતે કપડવંજ નગરની બહેનો તથા પોલીસ પરીવારની બહેનો માટે લીંબુ ચમચી, સંગીત ખુરશી, રસ્સા ખેચ વગેરે સ્પર્ધાનું આયોજન.
· તા.૨૩/૦૬/૨૦૧૩ના રોજ હિન્દુ અનાથ આશ્રમ, નડીયાદની કન્યાઓ માટે નડીયાદ (ગ્રામ્ય) પોલીસ સ્ટેશન દ્રારા મહુડી, અક્ષરધામ, અમરનાથ વગેરે જોવાલાયક સ્થળોના પ્રવાસનું આયોજન.
· તા.૨૩/૦૬/૨૦૧૩ના રોજ ‘‘માતૃછાયા’’ સંસ્થા નડીયાદના બાળકો માટે નડીયાદ (પશ્ચિમ) પોલીસ સ્ટેશન દ્રારા અમદાવાદ સ્થિત ગાંધી આશ્રમ, કાંકરીયા પ્રાણી સંગ્રહાલય તથા સાયન્સ સીટીના પ્રવાસનું આયોજન.
· તા.૨૬/૦૬/૨૦૧૩ના રોજ એચ.ડી.આર્ટસ કોલેજ તથા બી.ડી.પટેલ કોમર્સ કોલેજ, મહુધા ખાતે ‘‘વ્યસન-એક દુષણ’’ વિષય પર વકૃતૃત્વ સ્પર્ધાનું આયોજન, વ્યસન મુક્તિ અંગેની ફિલ્મનું નિદર્શન.
· તા.૧૩/૦૭/૨૦૧૩ના રોજ પોલીસ સખી મંડળની તથા જીલ્લાના વિવિધ નગરોની કુલ-૧૩૧ બહેનો દ્રારા દાહોદ ખાતે આદિવાસી બહેનોની સંસ્થા ‘‘ભગીની મંડળ’’ સંચાલિત ગૃહ ઉદ્યોગોની મુલાકાત.
· જીલ્લાના કુલ-૨૦૯ સ્થળો (શાળા, કોલેજ, શાકભાજી બજાર, મંદિર વગેરે) ખાતે ‘‘સુરક્ષા પેટી’’ મુકવાનું આયોજન........ સબંધિત ગ્રામ/નગરની મહિલાઓ/બહેનો/વિદ્યાર્થીનીઓ મહિલા સલામતિ/સુરક્ષાને લગતી અરજી, ભલામણ મુકી શકે તે પ્રકારની વ્યવસ્થા.
· તા.૨૨/૦૭/૨૦૧૩ના રોજ ગુરૂ પુર્ણિમા નિમિતે જીલ્લાના તમામ પોલીસ સ્ટેશનના થાણા અમલદારો દ્રારા ગણમાન્ય શાળા ખાતે જઇ શાળાના વરિષ્ઠ ગુરૂજનનું પુજન.
· તા.૨૩/૦૭/૨૦૧૩ના રોજ લો કોલેજ નડીયાદના વિદ્યાર્થીઓ દ્રારા મહિલા પોલીસ સ્ટેશનની મુલાકાત તથા કોમ્યુનિટિ હોલ નડીયાદ ખાતે ‘‘મહિલા પોલીસ સ્ટેશનની ભુમિકા અને ઉપયોગિતા’’ વિષય પર સંગોષ્ઠિનું આયોજન.
આ ઉપરાંત...
તા.૧૩/૦૮/૨૦૧૩ના રોજ સ્વાતંત્ર્ય દિનની પુર્વ સંધ્યાએ નડીયાદના ઈતિહાસમાં પ્રથમ વખત મીની મેરોથન દોડ ‘‘યુવા શક્તિ- Run for the NATION’’ નુ આયોજન.
કોમ્પ્યુટરાઈઝેશન
પોલીસ આધુનિકરણ યોજના હેઠળ પોલીસ અધીક્ષકની કચેરીની તમામ શાખાઓમાં કોમ્પ્યુટર ફાળવેલ છે. તે તમામને લેન હેઠળ સાંકળવામાં આવેલ છે. તેમ જ ઈમેલની સુવિધા ૫ણ ઉ૫લબ્ધ છે. અત્રેની કચેરીમાં ઓનલાઈન પાસપોર્ટ ડેટા એન્ટ્રી, ડેઈલી મોનીંગ રિપોર્ટ, એફ.ટી.પી. તેમ જ ઈમેલ સંદેશા વ્યવહાર દૈનિક ધોરણે કરવામાં આવે છે. પોલીસ સ્ટેશન સ્તરે ત્રણ થી ચાર કોમ્પ્યુટર, પ્રિન્ટર, એ.સી, ફેકસ, જેવાં આધુનિક સાધનો ફાળવેલ છે. પોલીસ સ્ટેશનમાં એફ.આઈ.આર. કોમ્પ્યુટરાઈઝ કરવામાં આવે છે અને પોલીસ અધીક્ષક કચેરી સાથે મોટા ભાગનો ૫ત્રવ્યવહાર ઈમેલ દ્વારા થાય છે. તેમ જ પોલીસ સ્ટેશનનું તમામ ટેબલ વર્ક કોમ્પ્યુટરાઈઝ કરેલ છે. તેમ જ સર્કલ પોલીસ ઈન્સ્પેકટર કચેરી અને નાયબ પોલીસ અધીક્ષકની કચેરીમાં કોમ્પ્યુટરની સુવિધા ઉ૫લબ્ધ છે.
વીડીયો કોન્ફરન્સનાં સાધનો દ્વારા ગૃહવિભાગ ગાંધીનગર, પોલીસ મહાનિદેશકશ્રીની કચેરી ગાંધીનગર, નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રીની કચેરી અને અન્ય પોલીસ અધીક્ષકની કચેરીઓ સાથે વન- ટુ- વન અને વન-ટુ-ઓલ ફેસ ટુ ફેસ વાતચીત કરવાની સુવિધા ઉ૫લબ્ધ છે.
રાજય સરકારના 'GSWAN' પ્રોજેકટ હેઠળ હાલમાં પોલીસ સ્ટેશન/ સીપીઆઇ કચેરી/ના.પો.અધિ. કચેરી/ખેડા હેઙકવામાં કનેકટીવીટી થયેલ છે.
હાલમાં રાજય સરકારના ઇ ગવર્નન્સ અભિયાનના ભાગરૂપે HDIITS (હોમ ડીપાર્ટમેન્ટ ઇન્ટીગ્રેટેડ આઇ.ટી.સોલ્યુશન્સ) અંતર્ગત ગાંધીનગરના ડભોડા પો.સ્ટેમાં પાયલોટ રન કાર્યરત કરેલ છે. સદર પ્રોજકેટ અન્વયે પોલીસ સ્ટેશન અને કચેરી સ્તરે ક્રાઇમ અને વહીવટીને લગતી તમામ કામગીરી સંપુર્ણ પણે ગુજરાતીમાં ઓન લાઇન થઇ જશે. જીલ્લામાં અંદાજીત ૯૦% પોલીસ અધિકારીઓ /કર્મચારીઓને કોમ્પ્યુટરની પ્રાથમિક જાણકારી તથા ગુજરાતી શ્રુતિફોન્ટ ટાઇપીગની તાલીમ આપવામાં આવેલ છે. અને ગૃહ વિભાગ ગાંધીનગર ના HDIITS પ્રોજેકટ અન્વયે છેલ્લા પાંચ વર્ષના ડેટા એન્ટ્રીની કામગીરી પુર્ણ કરવામાં આવેલ છે. અને સદર ડેટા એન્ટ્રી ઓનલાઇન ચકાસણી કરવામાં આવેલ છે. સદર પ્રોજેકટ દ્વારા ફાળવવામાં આવેલ હાર્ડવેર ખેડા ડીસ્ટ્રીકટ ના તમામ કચેરી/શાખા /પોસ્ટેમાં જરૂરત મુજબના ફાળવવામાં આવેલ છે. હાલમાં તેના ઇન્ટોલેશન તેમજ જરૂરી બીજી વ્યવસ્થા કરવાની કામગીરી પ્રગતિમાં છે. અને તમામ જગ્યાએ ટુક સમયમાં સદર HDIITS પ્રોજેકટ ગો- લાઇવ થનાર છે.
કલ્યાણકારી
પોલીસ કલ્યાણ
- પોલીસ અધિકારી/કર્મચારીઓના સંતાનોના અભ્યાસ માટે સરળ વ્યાજના દરે કોમ્પ્યુટર લોન આપવામાં આવે છે. આ ઉપરાંત પોલીસ કલ્યાણ ભંડોળ (Police Welfare Fund) માંથી સરળ વ્યાજના દરે મેડીકલ લોન તથા મંગળસુત્ર લોન પણ આપવામાં આવે છે તેમજ દર ત્રણ વર્ષે ચશ્મા સહાય પણ ચુકવવામાં આવે છે. ચાલુ વર્ષે જીલ્લા પોલીસ દ્રારા ટુંક સમયમાં ચશ્મા શિબિરનું આયોજન કરવામાં આવનાર છે જેમાં કુલ-૬૭૭ પોલીસ કર્મચારીઓ લાભ પામનાર છે.
- જીલ્લા પોલીસ કર્મચારી કો.ઓપરેટીવ ક્રેડીટ એન્ડ કન્ઝ્યુમરર્સ સોસાયટી લિમીટેડ પાસે આશરે અઢી કરોડ જેટલુ ભંડોળ ઉપલબ્ધ છે અને અત્યાર સુધી બે કરોડ પચ્ચીસ લાખ રૂપિયાની લોન આપવામાં આવેલ છે. જો કર્મચારી મૃત્યુ પામે તો મૃતક કર્મચારીના પરિવારને તાત્કાલીક સહાય રૂપે રૂ.૧,૨૫,૦૦૦/- મૃત્યુ સહાય પેટે આપવામાં આવે છે.
આ ઉપરાંત.....
(૧) પોલીસ મુખ્ય મથક ખેડા ખાતે શ્રેષ્ઠ રંગોળી સ્પર્ધા તથા શ્રેષ્ઠ મહેંદી સ્પર્ધાનું આયોજન.
(ર) પોલીસ પરિવારના બાળકો માટે સરદાર વલ્લભભાઇ પટેલ હવાઈ મથક અમદાવાદની મુલાકાતનું આયોજન
(૩) પોલીસ પરિવારના બાળકો માટે જાદુગર કે.લાલના શો નું આયોજન.
(૪) પોલીસ પરિવારના બાળકો માટે નિબંધ સ્પર્ધાનું આયોજન.
|