|
ભવિષ્યનું આયોજન
v હાલમાં ફક્ત બે ડિવિઝન કાર્યરત છે. અને નવું ડિવિઝન ખેડા ખાતે કરવા માટે દરખાસ્ત કરેલ છે. અને નડીયાદ ડિવીઝન માંથી માતર, લીંબાસી, વસો, ખેડા, મહેમદાવાદ થકી ખેડા ડિવીઝન, નડીયાદ ડિવીઝનમાંથી સેવાલીયા કપડવંજ ડિવીઝનમાં સમાવેશ કરવા દરખાસ્ત થયેલ છે. આમ નડીયાદ ડિવીઝનમાં સાત પો.સ્ટે., કપડવંજ ડિવીઝનમાં છ પો.સ્ટે. અને ખેડા ડિવીઝનમાં પાંચ પો.સ્ટે. નો વિસ્તાર રહેશે.
vનડીયાદ શહેર ખાતે નવા ટ્રાફીક પોલીસ સ્ટેશનની રચના કરવા માટે દરખાસ્ત કરવામાં આવેલ છે.
vજીલ્લામાં ડાકોર, ખેડા ટાઉન, મહેમદાવાદ, કઠલાલ, ઠાસરા ચકલાસી પોલીસ સ્ટેશન પોલીસ ઇન્સ્પેક્ટર કક્ષાના કરવા માટે કાર્યવાહી કરેલ છે.
v જીલ્લામાં પોલીસ આવાસ નિગમ દ્વારા ખેડા હેડ કવાર્ટરમાં બી-૧૨૦, માતર બી-૩૫, ડાકોર બી-૨૦, ચેતરસુંબા ઓપીનું મકાન- બી-૩ ક્વાર્ટર પોલીસ કર્મચારીઓના આવાસ માટેની દરખાસ્ત મંજુર થયેલ છે.
v પોલીસ અધિક્ષકની નવી કચેરી માટે ડભાણ કેમ્પ હાઉસ ડભાણ ખાતે પોલીસ આવાસ નિગમ તરફથી દરખાસ્ત મંજુર થયેલ છે.
|
|