|
મઘ્ય ગુજરાતમાં આવેલો ખેડા જિલ્લો એ ચરોતર પ્રદેશ તરીકે ઓળખાતો ખેતી પ્રધાન પ્રદેશ છે. બૃહદ ખેડા જિલ્લાનું વિભાજન તા.ર/૧૦/૧૯૯૭ના થવાથી હવે આણંદ જિલ્લો નવો બનતાં, ખેડા જિલ્લામાંથી તેટલો ભાગ જુદો પડેલ છે. હાલના ખેડા જિલ્લામાં નડિયાદ, ખેડા, માતર, મહેમદાવાદ, મહુધા, કઠલાલ, કપડવંજ, ઠાસરા તાલુકાનો સમાવેશ થાય છે. ખેડા જિલ્લાનો છેલ્લા ત્રણ વર્ષનો સરેરાશ વરસાદ ૮૧૭.૧૩ મી.મી. છે. જિલ્લાની કુલ વસ્તી ર૦,ર૪,ર૧૬ ની છે. જે પૈકી ૪,૦૬,૪પ૦ શહેરી વિસ્તારમાં અને ૧૬,૧૭,૭૬૬ ગ્રામ્ય વિસ્તારમાં રહે છે. આ જિલ્લામાં કપડવંજ તાલુકાનો અમુક વિસ્તાર ડુંગરાળ છે. તે સિવાય જિલ્લાનુ ભૃપુષ્ટ સપાટ છે અને મહી, સાબરમતી, મેશ્વો, વાત્રક, લુણી, મહોર અને શેઢી નદીઓ આ જિલ્લામાં આવેલી છે. ૩૯પ૮.૮૪ કિ.મી.ના વિસ્તારમાં આવેલ આ જિલ્લામાં અનેક ધામિર્ક, ઐતિહાસિક અને પ્રાકૃતિક સૌંદર્યથી ભરપુર જોવાલાયક સ્થળો આવેલા છે.
ગુજરાતમાં ખેડા જિલ્લો ખૂબ જ મહત્વ ધરાવે છે. જિલ્લામાં ઔધોગિક ક્ષેત્રે મફતલાલ કાપડની મિલ, યશ મિનરલ વોટર, ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ નડિયાદ, ધાર્મિક સ્થળોમાં નડિયાદમાં શ્રી સંતરામ મંદિર, વડતાલમાં શ્રી સ્વામિનારાયણ મંદિર, ડાકોરમાં શ્રી રણછોડજી મંદિર અને ઐતિહાસિક સ્થળોમાં મહેમદાવાદમાં ભમ્મરિયો કુવો, નડિયાદમાં સરદાર વલ્લભભાઈ પટેલનું જન્મસ્થળ આવેલ છે. ખેડા જિલ્લા નડિયાદ જંક્શન, પશ્ચિમ રેલવે દ્વારા ઊત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ રાજ્યો સાથે જોડાયેલ છે તેમ જ એક્સપ્રેસ હાઈવે નંબર-૧ પણ ખેડા જિલ્લામાંથી પસાર થાય છે.
આ જીલ્લામાં મહી, સાબરતી, મેશ્વો, ખારી, લુણી, વરાસી, મહોર, વાત્રક, અને શેઢી એમ કુલ – ૯ (નવ) મુખ્ય નદીઓ આવેલી છે. ઠાસરા તાલુકાને અડીને પસાર થતી મહી નદી તેના વિશાળ પટના કારણે મહીસાગરના નામથી પ્રખ્યાત છે. મહી નદી પર વણાંકબોરી વેસ્ટ વીયર પર નદીનું લેવલ માપી શકાય છે. કોઇ મોટા ડુંગર કે પર્વતમાળા નથી.
વર્ષ ૨૦૧૩ માં મહિસાગર જિલ્લો નવો અસ્તિત્વમાં આવવાથી ખેડા જીલ્લામાંથી બે તાલુકાઓ બાલાસિનોર તથા વિરપુર મહિસાગર જિલ્લામાં સમાવેશ થયેલ છે. રાજય સરકાર દ્વારા વસો અને ગળતેશ્વર તાલુકા નવા જાહેર કરવામાં આવેલ છે. અને વર્ષ ૨૦૧૫ માં નવા જાહેર થયેલ ગળતેશ્વર તાલુકામાં ઠાસરા પો.સ્ટે.માંથી વિભાજન પામીને સેવાલીયા પોલીસ સ્ટેશન નવું અસ્તિત્વમાં આવેલ છે. તેમજ જીલ્લામાંથી તાજેતરમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ - ૮ ને કેન્દ્ર સરકાર દ્વારા ૬ લેન આધુનિક હાઇવે તૈયાર કરેલ છે. તથા નડીયાદ થી કપડવંજને જોડતો રાજ્ય ધોરીમાર્ગ નં. ૫૯ ને ટુ લેન તૈયાર થયેલ છે. તેમજ અમદાવાદ ઇન્દોર રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં. ૪૭ કેન્દ્ર સરકાર દ્વારા ૪ લેન કરીને નવીનીકરણ કરેલ છે. આ જીલ્લામાં એમ ત્રણ આધુનિક હાઇવે પસાર થાય છે.
વધુમાં કેન્દ્ર સરકાર દ્વારા સુચીત કરેલ દાંડી હેરીટેજ રાષ્ટ્રીય માર્ગ ૨૨૮ પણ જીલ્લામાંથી પસાર થાય છે.
ખેડા જિલ્લા પોલીસ વિભાગ પોલીસ અધિક્ષક કક્ષાના હસ્તક કાર્યરત છે.
ગુજરાતમાં ખેડા જિલ્લો ખૂબ જ મહત્વ ધરાવે છે. જિલ્લામાં ઔધોગિક ક્ષેત્રે મફતલાલ કાપડની મિલ, યશ મિનરલ વોટર, ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ નડિયાદ, ધાર્મિક સ્થળોમાં નડિયાદમાં શ્રી સંતરામ મંદિર, વડતાલમાં શ્રી સ્વામિનારાયણ મંદિર, ડાકોરમાં શ્રી રણછોડજી મંદિર અને ઐતિહાસિક સ્થળોમાં મહેમદાવાદમાં ભમ્મરિયો કુવો, નડિયાદમાં સરદાર વલ્લભભાઈ પટેલનું જન્મસ્થળ આવેલ છે. ખેડા જિલ્લા નડિયાદ જંક્શન, પશ્ચિમ રેલવે દ્વારા ઊત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ રાજ્યો સાથે જોડાયેલ છે તેમ જ એક્સપ્રેસ હાઈવે નંબર-૧ પણ ખેડા જિલ્લામાંથી પસાર થાય છે.
બાલાસિનોર તાલુકાના રૈયોલીમાં ૨૦ વર્ષ પહેલા હાડકાના અવશેષો જેમાં હાથ પગ કરોડરજ્જુ જેવા અવશેષો મળી આવ્યા હતા, જેતે સમયે જયપુરની પ્રયોગશાળામાં મોકલી આપવામા આવ્યા હતા. સને.૧૯૯૫ મા એક હાડપીંજર મળી આવેલ તેમજ દાંતના પણ અવશેષો મળી આવ્યા હતા.તેમજ બાલાસિનોર ટેલીફોન એંક્ષચેંજના બાંધકામ અગાઉ પણ ડાયનાસોરનું ઇંડુ મળી આવેલ. જેને ગાંધીનગર લઇ જવામા આવ્યું ત્યાર બાદ વેસ્ટર્ન રિઝર્વ એન્ડ ગીર ફાઉન્ડેશનની મદદથી આ સ્થળને નેશનલ ડાયનાસોર ફોસીલ પાર્ક અને પર્યટન સ્થળ તરીકે તેને વિકસાવી રહી છે. અને રૈયોલી તથા તેની આસપાસના વિસ્તારને પ્રતીબંધિત જાહેર કરાયો છે. વિરપુરના ઘોળી ડુંગરી ખેડાનું ગામ છે. તેને અડીને પંચમહાલ અને સાબરકાંઠા ની સરહદ શરૂ થાય છે.આ વિસ્તારમાં થયેલા સંશોધન બાદ કેટલાંય વર્ષો પુર્વે અહીનાં ડાયનાસોર જેવા જન્મે તેની સાથેજ તે સમયે મહાકાય સાપ તેને શિકારનો કોળીયો બનાવી દીધો હતો.જે સંશોધનથી સાબીત થયુ છે. આ દીશામાં અમેરીકાની મિશિગન યુનિવર્સિટી દ્ધારા સંશોધન ચાલી રહ્યુ છે. રૈયોલી થી ૨૦ કિ.મીની આસપાસનો છે. જ્યારે ડાયનાસોરનો વિસ્તાર રૈયોલીથી ૫૦૦ કિ.મી. એટલે કે મધ્ય પ્રદેશ સુધી ગણાય છે.
ગુજરાતના ખેડા જિલ્લાના વિરપુર તાલુકાનું ઘોળી ડુંગરી ગામ આંતરરાષ્ટ્રીય નકશા પર આવી ગયું છે. અમેરિકાના વિજ્ઞાનીઓને એવા પુરાવા-અવશેષ મળ્યા છે. કે બાયડ નજીક આવેલા આ નાનકડાં ગામમાં આજથી ૬.૭ કરોડ વર્ષ પહેલાં રહેતા એક ચોક્કસ પ્રજાતિનો સાપ નવજાત ડાયનાસોરને પણ ગળી ગયો હતો
પીએલઓએસ બાયોલોજી નામની એક આંતરરાષ્ટ્રીય જર્નલમાં મંગળવારે ઓનલાઇન પ્રસિદ્ધ થયેલા અહેવાલ મુજબ ૧૧.૫ ફુટ લાંબો સાપ સંપુર્ણ વિકસિત ડાયનાસોરને નહોતો ગળી ગયો, પણ ઇંડામાથી બહાર આવી રહેલા નવજાત ડાયનાસોરને ગળી ગયો હતો. ડાયનાસોર ઇડાંમાથી બહાર આવી રહ્યો હતો ત્યારે ઘેરો ઘાલીને મજબુત પકડ જમાવતા તે મોતને ભેટ્યો હતો,જેને સાપ ગળી ગયો હતો. આ જ પ્રકારે અન્ય સાપ દ્ધારા પણ ડાયનાસોરના ઇંડાને ઘેરી લેવા અંગેના અવશેષો પરથી સંકેત મળે છે. કે એ સમયે આ પ્રજાતિના સાપ નિયમિત રીતે ડાયનાસોરને પોતાનો ખોરાક બનાવતા હતા. જર્નલે તેની ઓનલાઇન નોટસમાં કહ્યું છે કે ‘અમે એ તારણ પર આવ્યા છીએ કે તે સ્થળની પાસે (જે સ્થળે આ ધટના બની તે ઘોળી ડુંગરી ખાતે) ડાયનાસોર જે ઇંડામાંથી બહાર આવ્યો હતો તે તૂટી ગયેલા ઇંડાને વીંટળાયેલા સાપના અવશેષો મળી આવ્યા છે.’
અમેરીકાની મિશિગન યુનિવર્સિટીના જેફ વિલ્સન અને જિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયાના ધનંજય મોહાબેની ટીમને આ સાપ અને ડાયનાસોરના અવશેષો ધોળી ડુંગરી ગામમાંથી મળી આવ્યા છે., જે અમદાવાદથી ૧૩૦ કિલોમીટર દૂર આવેલું છે. તેઓ આ અંગે વધુ અભ્યાસ કરી રહ્યા છે.
ખેડા જિલ્લા પોલીસ વિભાગ પોલીસ અધીક્ષક કક્ષાના હસ્તક કાર્યરત છે.
|