હું શોધું છું

હોમ  |

પોલીસ અધિક્ષકશ્રીનો સંદેશ
Rating :  Star Star Star Star Star   

'વહાલા નાગરિકો '

હું શ્રી દિવ્ય મિશ્ર, I.P.S. પોલીસ અધીક્ષક, ખેડા જિલ્લાની વેબસાઈટ પર આપ સૌનું હાર્દિક સ્વાગત કરૂ છું. જાહેર જનતાને, પોલીસ વધારે સારી રીતે સેવા આપી શકે તે માટે આવી વેબસાઈટ બનાવવી ખૂબ જ જરૂરી હતી. કાયદાનું પાલન કરાવનાર સંસ્થા માટે સાયબર ટેકનોલોજીના જમાનામાં માહિતીની તાત્કાલિક આપ-લે થાય તે ખૂબ જ અનિવાર્ય છે. મને આશા છે કે ઈન્ટરનેટના માઘ્યમથી નાગરિકોને અવિરત પોલીસની મદદ અને પ્રજાને તેમની રજૂઆતો કરવાનો માર્ગ મોકળો થશે.

હાલના સમયમાં ઘણાં બધાં કારણસર પોલીસની કામગીરી ઘણી જ બારીકાઈભરી તપાસ હેઠળ આવેલી છે. ઉપરાંત પોલીસની ઘણી ખોટી/ખરાબ કાર્યશૈલીના કારણે સામાન્ય માણસ પોતાની જાતને પોલીસથી દૂર રાખવા પ્રયત્ન કરે છે જે સંસ્થાની ખરાબી થઈ રહી હોવાનું સાબિત કરે છે. સમાજ અને સમાજનો દરેક સભ્ય તેમનાથી શક્ય તે અમને અને પોલીસદળને મદદ કરે અને બદલામાં પોલીસ દળના તમામ સભ્યો સમાજને સંપૂર્ણ મદદ અને રાહત આપે તે ખૂબ જ અગત્યનું છે. અમારી મુખ્ય પ્રાથમિકતા કાયદો અને વ્યવસ્થાની જાળવણી તથા અગમચેતીભર્યા પગલાં ભરી પોલીસ અને પ્રજાની ભાગીદારીથી ગુનાખોરી પર અંકુશ લાવવાની છે.

આ વેબસાઈટ દ્વારા પ્રજા પોલીસની કાર્યશૈલી જાણી શકશે અને નાગરિકોને તેમના સકારાત્મક અભિપ્રાયોને વાચા આપવા માટે જરૂરી માઘ્યમ મળી રહેશે. પોલીસ પ્રજાની અપેક્ષાઓ ઉપર ખરી ઊતરવાના હકારાત્મક પ્રયત્નો કરશે અને ' પોલીસ પ્રજાનો મિત્ર 'ની ઉક્તિઓને સાચી ઠેરવશે.

અમારી પ્રાથમિકતા કાયદો અને વ્યવસ્થાની જાળવણી તેમજ અટકાયતી પગલાં ભરી પોલીસ અને પ્રજાની સંયુકત ભાગીદારીથી ગુનાખોરી પ૨ અંકુશ લાવવાની છે. આ માઘ્યમથી પ્રજા પોલીસ વિશેની કાર્યશૈલી જાણી શકાશે.
વેબસાઈટ ઉપ૨ આપના પ્રતિભાવો અને સુચનો આવકાર્ય છે.            

 

 

 (શ્રી દિવ્ય મિશ્ર)

 પોલીસ અધિક્ષક
 ખેડા જિલ્લો
 નડિયાદ

પોલીસ અધિક્ષક કચેરી,
રેલ્વે ઓવરબ્રિજની પાસે,
આશ્રમ રોડ, નડિયાદ પીન કોડ :- ૩૮૭૦૦૧
ખેડા જિલ્લો ગુજરાત
(ઓ) ૦૨૬૮-૨પ પ૦૨પ૦
ફેકસ નંબ૨: ૦૨૬૮-૨પ પ૨૭પ૦
(મો.) ૯૯૭૮૪  ૦પ૦૭૨
sp-khe@gujarat.gov.in   

 

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
પોલીસ સેવાઓ
સીનીયર સિટીઝન માટે
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર
સીનીયર સીટીજ્ન માટે

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર        |     પ્રતિભાવ 

Last updated on 04-08-2018