|
ખેડા જીલ્લા પોલીસ સાફલ્યગાથા
(અઠવાડિક તા.૧૨/૧૦/૨૦૧૫ થી તા.૧૮/૧૦/૨૦૧૫)
કપડવંજ ટાઉન પોલીસ સ્ટેશન
કપડવંજ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે તા.૧૮/૧૦/૨૦૧૫ ના રોજ પ્રો.પો.સબ.ઇન્સશ્રી એસ.એમ.પઠાણ તથા સર્વેલન્સ સ્કોડના પોલીસ માણસો કપડવંજ ટાઉનમાં ઓપરેશન સ્માઇલ અન્વયે પેટ્રોલીગમાં નિકળેલા જે દરમ્યાન ફરતા ફરતા કપડવંજ નવા બસ સ્ટેન્ડમાં જતાં એક છોકરી બસ સ્ટેન્ડના બાકડા ઉપર એકલી બેઠેલ હોઇ જે શકમંદ જણાતા તેની અમો તથા સાથેના સ્ટાફના માણસોએ શાંતીપુર્વક પુછપરછ કરતાં પોતાને ઘરે તેના મમ્મીએ ચાવી બાબતે ઠપકો કરતા રીસાઇ ને આજ રોજ બપોરના સાડા બારેક વાગે મોડાસાથી પોતાના ઘરેથી એસ.ટી બસમાં બેસી કપડવંજ આવતી રહેલ હોવાનુ જણાવેલ હોઇ જેથી સદર છોકરીનુ નામઠામ પુછતાં પોતે પોતાનુ નામ મીલનબેન ડો/ઓ કમલેશભાઇ ગણપતભાઇ ત્રીવેદી ઉવ-૧૭ વર્ષ બે માસ રહે-મોડાસા ચંન્દ્રલોક ફલેટ ખલીકપુર ગામ પાસે ડ્રીમલેન્ડ સીનેમા સામે મકાન નંબર બી/૧૦૯ મુ.તા-મોડાસા જી-અરવલ્લી હોવાનુ જણાવેલ જેથી સદર મીલનબેન પાસે તેઓના પિતાનો મોબાઇલ નંબર ૯૮૨૫૮ ૧૯૬૦૧ મેળવી સંપર્ક કરતા સદર મીલનબેનના પિતા કમલેશભાઇ ગણપતભાઇ જાતે-ત્રીવેદી અત્રે પોલીસ સ્ટેશનમાં તેમના સબંધી સાથે રૂબરૂ આવતા તેઓને તેઓની દીકરી સહી સલામત રીતે સોપેલ છે. અને તેઓ તેમની દીકરી મીલનને પોતાની સાથે પોતાના ઘરે મોડાસા ખાતે સાથે લઇ ગયેલ છે.

|
|