હું શોધું છું

હોમ  |

સાફલ્યગાથા
Rating :  Star Star Star Star Star   

 

ખેડા જીલ્લા પોલીસ સાફલ્યગાથા

(અઠવાડિક તા.૨૮/૦૯/૨૦૧૫ થી તા.૦૪/૧૦/૨૦૧૫)

 

 ડાકોર પોલીસ સ્ટેશન

                        અત્રેના ડાકોર રણછોડરાયજી મંદિરે તા.૦૪/૧૦/૨૦૧૫ ના રોજ રવિવાર હોય લાખોની સંખ્યામાં દર્શનાર્થીઓ આવતા હોય છે જે અંગે પોલીસ અધિકારીશ્રીઓ તેમજ પોલીસ માણસો ધ્વારા ખુબજ સારો બંદોબસ્‍ત થાય અને કોઇ અનિચ્‍છનીય બનાવ ન બને તેમજ દર્શનાર્થીઓ તેમના વાહનો મારફતે આવતા હોય તેઓને કોઇપણ પ્રકાર ની ટ્રાફિકની અવ્‍યવસ્‍થા ઉભી ન થાય જે અંગે વધારાના ટ્રાફીક પોઇન્‍ટ મુકવામાં આવેલ છે તેમજ ખીસ્સા કાતરૂના બનાવો બનતા અટકાવવા પોલીસ માણસો મુકી આવા બનાવો બનતા અટકાવવાની સારી કામગીરી કરેલ છે.

 

કપડવંજ ટાઉન પોલીસ સ્ટેશન

                        કપડવંજ ટાઉન પોલીસ સ્ટેશન ફર્સ્ટ ગુ.ર.નં.૪૪/૨૦૧૫ ઇ.પી.કો કલમ ૩૪૧, ૩૪૨, ૩૮૬, ૫૦૭, ૧૧૪ મુજબના ગુનામાં ફરીયાદી શ્રી રવિ કિશોરભાઇ કોવરાણી રહે. બી/૧૦ શિવરામ પાર્ક સોસાયટી ડાકોર રોડ મુ.તા. કપડવંજ જી.ખેડા-નડીયાદના પિતાજી કિશોરભાઇને કેટલા ઇસમોએ દાહોદ જીલ્લાના કોઇ ગામમાં બંધક બનાવી ગાંધી રાખી ફરીયાદી રવિભાઇ પાસે રૂ.૫૦,૦૦,૦૦૦/- (પચાસ લાખ) ની ખંડણીની માંગણી કરી પૈસા નહીં આપે તો તારા પિતાજી તથા સાથેના માણસોને જાનથી મારી નાખવાની ધમકીઓ મોબાઇલ ફોનથી આપેલ. જે હકિકત ફરીયાદી તા.૦૩/૧૦/૨૦૧૫ ના વહેલી સવારના પોલીસ સ્ટેશન આવી જણાવતાં ઉપરોક્ત ગુનો દાખલ કરવામાં આવેલ.

                        આ અંગેની જાણ નાયબ પોલીસ અધિક્ષક શ્રી વિજય પટેલ સાહેબને કરવામાં આવેલ અને તેઓ તથા પોલીસ અધિક્ષક શ્રી સચીન બાદશાહ સાહેબનાઓએ અલગ અલગ ટીમો પાડી ઓપરેશન વર્ક કરવા જણાવેલ. જેથી કપડવંજ ટાઉન પોલીસ સ્ટેશનની ટીમ સાથે પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એફ.ચૌધરી તથા કપડવંજ રૂરલ પોલીસ સ્ટેશન પો.સબ.ઇન્સ શ્રી એચ.જે.ઠાકોર તથા તેમના સ્ટાફના પોલીસ માણસો તથા કઠલાલ પોલીસ સ્ટેશન પો.સબ.ઇન્સ એમ.બી.ભરવાડ તથા તેમના સ્ટાફના પોલીસ માણસોની ટીમો બનાવી શ્રી વિજય પટેલ સાહેબની સુચના અને માર્ગદર્શન મુજબ દાહોદ ખાતે જઇ ફરીયાદીના પુત્રના મોબાઇલ ઉપર ફોન આધારે બંધકોનું લોકેશન ટ્રેસ આઉટ કરતાં બંધકોને જેસાવાડા પોલીસ સ્ટેશનના અભલોડ ગામે બંધક બનાયેલાની હકિકત જણાઇ આવતાં જેસાવાડા પોલીસ સ્ટેશનની પોલીસની મદદ લઇ અભલોડ ગામે જઇ તપાસ કરતાં ગામમાં આવેલ એક પ્રોલ્ટ્રી ફાર્મમાં રાખેલાની હકિકત મળેલ. જે આધારે અત્રેની પોલીસની ત્રણ ટીમો અને સ્થાનિક પોલીસની ટીમોએ પ્રોલ્ટ્રી ફાર્મ ઉપર છાપો મારતાં ફરીયાદીના પિતા કીશોરભાઇ નારણદાર કૌવરાણી સાથે અન્ય ત્રણ ઇસમો (૧) ભાવીનભાઇ અરવિંદભાઇ પટેલ રહે. વાસણી રેલ પટેલવાસ તા.બાયડ જી.અરવલ્લી (૨) શૈલેષભાઇ નારણભાઇ કચ્છી પટેલ રહે. માજુનગર સોસાયટી તા.મોડાસા જી.અરવલ્લી (૩) બાલુભાઇ રામાભાઇ દરબાર રહે. બોરડીના મુવાડા તા.કપડવંજવાળા પણ મળી આવેલ અને તેઓને પુછતાં તેઓને પણ બંધક બનાવેલાની હકિકત મળી આવેલ. અને સ્થળ ઉપરથી બે આરોપીઓ (૧) મેહુલભાઇ ઉર્ફે બોખડો ધનસુખભાઇ ભાંભોર રહે. અભલોડ ખેડા ફળીયું તા.ગરબાડા જી.દાહોદ (૨) રમેશભાઇ જોતીયાભાઇ પરમાર રહે. ભેપાટીયા પરમાર ફળીયું તા. ગરબાડા જી. દાહોદવાળા મળી આવેલ. જેને પકડી લેવામાં આવેલ. ત્યારબાદ આજુબાજુના વિસ્તારમાં તપાસ કરતાં અન્ય ચાર ઇસમો

(૧) કરણસિંહ કાનજીભાઇ ભુરા રહે. નાદવા સ્ટેશન ફળીયુ તા.ગરબાડા જી.દાહોદ

(૨) તાનસિંહ રતનસિંહ ભાંભોર રહે. અભલોડ જી.દાહોદ

(૩) ખમલાભાઇ ઉર્ફે ખમલો સમોડાભાઇ ડામોર રહે. અભલોડ ખોભરા ફળીયું તા.ગરબાડા જી.દાહોદ

(૪) અજયભાઇ મનુભાઇ માવી રહે. અભલોડ ખોબરા ફળીયું તા.ગરબાડા જી.દાહોદ મળી આવેલ. જેથી સાથેના બંધકોએ આ ઇસમો પણ ગુનામાં સામેલ હોવાનું ઓળખી બતાવતાં બંધકો તથા તમામ આરોપીઓને અત્રે લાવી આ ગુનાના કામે અટક કરવામાં આવેલ છે.

                        આ બંધી બનાવ્યા બાબતે બંધક કિશોરભાઇ કૌવરાણીએ જણાવેલ કે મને તથા અન્ય બંધકોને અન્ટીક ચશ્માની ફેમ જેના દ્વારા જમીનમાં ઉંડે સુધી તથા દિવાલની આરપાર જોઇ શકાય તે અમારી પાસે છે. તેવું સઇદભાઇ નામના ઇસમ દ્વારા ફોનથી જણાવી લાલચ આપી ગરબાડા બાયપાસ પાસે બોલાવી ગાડી જુંટવી લઇ બીજી ગાડીમાં બેસાડી અભલોડ ગામે બંધક બનાવેલ અને રૂ.૫૦,૦૦,૦૦૦/- (પચાસ લાખ) ની ખંડણી મારા દિકરા રવિભાઇ પાસે માગેલ.

               આ સાથે બનાવવાળી જગ્યા ઉપરથી એક જાયલો ગાડી જેનો રજીસ્ટ્રેશન નંબર જી.જે.૧.કેજી.૮૨૫૯ ની તથા આરોપીઓ પાસેથી અલગ-અલગ કંપનીના ૧૨ મોબાઇલ ફોન તથા ભોગ બનનારની એસેન્ટ ગાડી જેનો રજીસ્ટ્રેશન નંબર- જી.જે.૨.એસી.૫૫૩૩ તથા ભોગબનનારની સ્વીફ્ટ ગાડીની ચાવી મળી આવેલ જે તપાસ અર્થે કબજે લીધેલ છે.

 

                                                                                                           

 

               

               

                             

 

 

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
પોલીસ સેવાઓ
સીનીયર સિટીઝન માટે
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર
સીનીયર સીટીજ્ન માટે

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર        |     પ્રતિભાવ 

Last updated on 05-10-2015