ખેડા જીલ્લા પોલીસ સાફલ્યગાથા
(અઠવાડિક તા.૨૨/૧૨/૨૦૧૪ થી તા.૨૯/૧૨/૨૦૧૪)
એલ.સી.બી. ખેડા-નડીયાદ
રૂપીયા ૮,૧૦૦/- ના પ્રોહી મુદ્દામાલ નડીયાદ શહેરના ચાંદની ચોક,
સરદાર નગર ખાતેથી કબજે કરતી એલ.સી.બી.ખેડા નડીયાદ પોલીસ
પ્રેસ નોટ તા.૨૬/૧૨/૨૦૧૪
પોલીસ અધિક્ષક શ્રી સચિન બાદશાહ ખેડા-નડીયાદ નાઓએ નાતાલનો તહેવાર તેમજ ૩૧ ડિસેમ્બર દરમ્યાન શાંતી અને સુવ્યવસ્થા જળવાઇ રહે તે માટે સક્રિય અસામાજીક તત્વો ઉપર અસરકારક કામગીરી કરવા સારૂ તેમજ આવી બદીને નેસ્તનાબુદ કરવા સારૂ પો.ઇન્સ એલ.સી.બી. નાઓને સુચના આપેલ જેના અનુસંધાને પોલીસ ઇન્સપેક્ટર એલ.સી.બી ખેડા-નડીયાદ નાઓની સુચના મુજબ પોકો અજીતકુમાર હજારીલાલ બનં.૧૬૧૬ એલ.સી.બી. નાઓને માહિતી મળેલ કે કપિલ જગદીશભાઇ યાદવ રહે, નડીયાદ ચાંદની ચોક ભૈયા ચાલી સરદાર નગર પાસે નાઓ તેના ઘર નજીક આવેલ ખુલ્લી બાવળીમાં પરપ્રાંતનો દારૂ રાખી વેચતો હોવાની માહીતી મળેલ જે બાતમી આધારે એલ.સી.બી.ના હેકો.વિનોદચન્દ્ર તથા પો.કો. શૈલેશસિંહ તથા પો.કો મુકેશકુમાર તથા પો.કો. સંદીપ લોટન વિગેરે પોલીસ માણસો સાથે નડીયાદ ચાંદનીચોક ભૈયા ચાલી પાસે રેડ કરતા કપીલ જગદીશભાઇ યાદવ રહે, નડીયાદ ચાંદની ચોક ભૈયા ચાલી સરદાર નગર નાનો સ્કુલબેગના થેલામા પરપ્રાંતનો જુદા-જુદા માર્કાની પરપ્રાંતની દારુની નાની મોટી બોટલ નંગ-૪૨ કંપની સીલ પેક કિમંત રૂ.૭૫૦૦/- તથા બીયરના ટીન નંગ-૦૬ કિંમ્ત રૂ.૬૦૦/- મળી કુલ્લે રૂ.૮,૧૦૦/- ના મુદ્દામાલ સાથે મળી આવતાં તેને પકડી મુદ્દામાલ કબજે કરેલ છે. અને સદર ઇસમ વિરૂધ્ધ નડીયાદ પશ્ચીમ પો.સ્ટે. ખાતે પ્રોહી એકટ કલમ ૬૬(૧)બી ૬૫એ,ઇ,૬૭એ,૧૧૬ખ મુજબ ફરીયાદ આપેલ છે. અને આગળની વધુ તપાસ હેકો.વિનોદચન્દ્ર રણછોડભાઇ બનં.૧૪૬૯ નાઓ ચલાવી રહેલ છે.
ખેડા જીલ્લાના કઠલાલ પો.સ્ટેના કાકરખાડ ખાતેથી દેશી દારૂની રિક્ષામા હેરાફેરી કરતા
ત્રણ ઇસમોને રૂ.૫૪.૬૬૦/-ના મુદ્દામાલ સાથે ઝડપી પાડતી એલ.સી.બી.ખેડા નડીયાદ પોલીસ
પ્રેસ નોટ તા.૨૬/૧૨/૨૦૧૪
પોલીસ અધિક્ષક શ્રી સચિન બાદશાહ ખેડા-નડીયાદ નાઓએ નાતાલનો તહેવાર તેમજ ૩૧ ડિસેમ્બર દરમ્યાન શાંતી અને સુવ્યવસ્થા જળવાઇ રહે તે માટે સક્રિય અસામાજીક તત્વો ઉપર અસરકારક કામગીરી કરવા સારૂ તેમજ આવી બદીને નેસ્તનાબુદ કરવા સારૂ પો.ઇન્સ એલ.સી.બી. નાઓને સુચના આપેલ જેના અનુસંધાને પોલીસ ઇન્સપેક્ટર એલ.સી.બી ખેડા-નડીયાદ નાઓની સુચના મુજબ એલ.સી.બી.સ્ટાફના એ.એસ.આઇ મણીલાલ તથા પો.કો ચંદ્રકાંત ગોવિંદભાઇ તથા પો.કો વિનોદ નામદેવ વિગેરે પેટ્રોલીંગમા હતા દરમ્યાન પો.કો ચંદ્રકાન્ત ને માહિતી મળેલ કે, કઠલાલ તાલુકાના કાકરખાડ ગામેથી અમદાવાદ ના ત્રણ ઇસમો રિક્ષા નં જી.જે.૧.ડી.યુ.૪૩૨૩ મા દેશીદારૂ લઇ ઓઢવ અમદાવાદ તરફ જનાર હોવાની માહિતી આધારે કાકરખાડ ચોકડી ચોકડી ખાતે પ્રોહિ વોચમા હતા દરમ્યાન બાતમી હકિકત વાળી ઉપરોક્ત રિક્ષા આવતા કોર્ડન કરી રોકી તેમા જોતા ડ્રાયવર સહિત બે ઇસમો રિક્ષામા હોઇ જે રિક્ષામા પંચો રૂબરૂ તપાસ કરતા દેશી દારૂ ૨૨૮ લીટર વગર પાસપરમીટના સાથે આરોપી (૧) સત્યભાન ઉર્ફે સત્યો રામવિલાસ કુસ્વા રહે, ઓઢવ અમદાવાદ (ડ્રાયવર) (૨) બ્રિજેશ મોતિલાલ જયસ્વાલ રહે, અમદાવાદ રામોલ (૩)યોગેશભાઇ નટવરભાઇ રાઠોદ રહે, અમદાવાદ ઓઢવ નાઓ રિક્ષા નં. જી.જે.૧.ડી.યુ.૪૩૨૩ કિં.રૂ.૫૦,૦૦૦/- ની સાથે દેશી દારૂ ૨૨૮ લીટર કિ.રૂ.૪૫૬૦/.-મળી કુલ્લે રૂ.૫૪,૫૬૦/- ના મુદ્દામાલ સાથે હેરાફેરી કરતાં એલ.સી.બી પોલીસે કબ્જે લઇ તેઓ વિરૂધ્ધ એલ.સી.બીના પો.કો વિનોદકુમાર નામદેવ નાઓએ કઠલાલ પો.સ્ટે ફરીયાદ આપતાં ગુનો રજીસ્ટર કરતા આગળની વધુ તપાસ એ.એસ.આઇ મણીલાલ નાઓ ચલાવી રહેલ છે.
ઠાસરા પોલીસ સ્ટેશન
ઠાસરા પોલીસ સ્ટેશન ખાતે પ્રાથમિક શાળાના બાળકોએ મુલાકાત લીધેલ અને પોલીસ સ્ટેશન ખાતેની બેલાફાર્મ તેમજ તમામ ઓફીસો અને જેલની મુલાકાત કરાવેલ. અને આર્મ હથીયાર બતાવવામાં આવેલ. અને પોલીસ સ્ટેશનને લગતી જરૂરી માહિતી આપવામાં આવેલ.
|