|
ખેડા જીલ્લા પોલીસ સાફલ્યગાથા
(અઠવાડિક તા.૦૮/૧૨/૨૦૧૪ થી તા.૧૪/૧૨/૨૦૧૪)
ડાકોર પોલીસ સ્ટેશન
ડાકોર રણછોડજી મંદિરે તા.૧૪/૧૨/૨૦૧૪ ના રોજ રવીવાર હોય લાખોની સંખ્યામાં દર્શનાર્થીઓ આવતા હોય છે. જે અંગે પોલીસ અધિકારીશ્રીઓ તેમજ પોલીસ માણસો ધ્વારા ખુબ જ સારો બંદોબસ્ત થાય અને કોઇ અનિચ્છનીય બનાવ ન બને તેમજ દર્શનાર્થીઓ તેમના વાહનો મારફતે આવતા હોય તેઓને કોઇપણ પ્રકારની ટ્રાફિકની અવ્યવસ્થા ઉભી ન થાય જે અંગે વધારાના ટ્રાફીક પોઇન્ટ મુકવામાં આવેલ છે. અને દર્શનાર્થીઓના નાના બાળકો તથા વૃધ્ધો દર્શન કરતી વખતે વિખુટા પડી જાય તો તેઓને મંદિરના કંન્ટ્રોલ રૂમ માંથી માઇક ધ્વારા એલાઉન્સ કરી જે તે મા-બાપ તથા સગા સબંધીઓને મળી રહે તથા પીકપોકેટીંગ ના બનાવો ન બને તે સારુ પ્લેન કલોથમાં પોલીસ માણસો મુકી આવા બનાવો બનતા અટકાવવી સારી કામગીરી કરેલ છે.
|
|