હું શોધું છું

હોમ  |

સાફલ્યગાથા
Rating :  Star Star Star Star Star   

ખેડા જીલ્લા પોલીસ સાફલ્યગાથા

(અઠવાડિક તા૨૭/૧૦/૨૦૧૪ થી તા.૦૨/૧૧/૨૦૧૪)

 

એસ.ઓ.જી. કચેરી ખેડા-નડીયાદ

પ્રેસ નોટ તા.ર૯/૧૦/ર૦૧૪

નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી ખેડા એસ.ઓ.જી. પોલીસ

 

                        પોલીસ અધિક્ષકશ્રી સચીન બાદશાહ સાહેબનાઓની સૂચના અને માર્ગદર્શન મુજબ એસ.ઓ.જી. ચાર્ટર મુજબની કામગીરી કરવા સારૂ એસ.ઓ.જી. પોલીસ ઇન્સ્પેકટર ડી.એ.ચૌધરી તથા સ્ટાફના પોલીસ માણસો સાથે નડીયાદ શહેર ખાતે આજ રોજ તા.ર૯/૧૦/ર૦૧૪ ના રોજ પેટ્રોલીંગ હતા દરમ્યાન  મળેલ ખાનગી બાતમી આધારે પો.ઇન્સ. ડી.એ.ચૌધરી તથા પો.કો. દિનેશ કુમાર રામસિહ, તથા પો.કો. જયેન્દ્રસિંહ પ્રવિણસિંહ તથા પો.કો. તખતસિંહ કેશુભા, પો.કો ઋતુરાજસિહ ગોપાલસિહ નાઓ નડીયાદ બસ સ્ટેન્ડ મા વૉચ ગોઠવી એક ઇસમ નામે હિરેનકુમાર ઉર્ફે લાલો ચીમનભાઇ સોની ઉ.વ/૪૪ રહે-દહેગામ, નહેરૂ ચોકડી, ૧૨૬/સુર્યકેતુ સોસાયટી જી.ગાંધીનગર નો જે સુરેન્દ્રનગર જીલ્લાના ધાગંધ્રા પો.સ્ટે. ફ.ગુ.ર.નં. ૧૨૬/૧૨ ઇ.પી.કો કલમ ૪૫૭, ૩૮૦, ૧૧૪ તથા મુળી પો.સ્ટે. ફ.ગુ.ર.નં. ૧૮/૧૩ ઇ.પી.કો ક ૪૫૭, ૩૮૦, ૧૧૪ મુજબ ના ગુનામા નાસતો ફરતો હોઇ જેને આજરોજ ક. ૧૪/૩૦ વાગે સી.આર.પી.સી ક ૪૧ (૧) આઇ મુજબ અટક કરવામા આવેલ છે.

 

ડાકોર પોલીસ સ્ટેશન

                        ડાકોર રણછોડજી મંદિરે તા.૦૨/૧૧/૨૦ ના રોજ રવીવાર હોય લાખોની સંખ્યામાં દર્શનાર્થીઓ આવતા હોય છે. જે અંગે પોલીસ અધિકારીશ્રીઓ તેમજ પોલીસ માણસો ધ્વારા ખુબ જ સારો બંદોબસ્‍ત થાય અને કોઇ અનિચ્‍છનીય બનાવ ન બને તેમજ દર્શનાર્થીઓ તેમના વાહનો મારફતે આવતા હોય તેઓને કોઇપણ પ્રકારની ટ્રાફિકની અવ્‍યવસ્‍થા ઉભી ન થાય જે અંગે વધારાના ટ્રાફીક પોઇન્‍ટ મુકવામાં આવેલ છે. અને દર્શનાર્થીઓના નાના બાળકો તથા વૃધ્ધો દર્શન કરતી વખતે વિખુટા પડી જાય તો તેઓને મંદિરના કંન્‍ટ્રોલ રૂમ માંથી માઇક ધ્વારા એલાઉન્‍સ કરી જે તે મા-બાપ તથા સગા સબંધીઓને મળી રહે તથા પીકપોકેટીગ ના બનાવો ન બને તે સારુ પ્‍લેન કલોથમાં પોલીસ માણસો મુકી આવા બનાવો બનતા અટકાવવી સારી કામગીરી કરેલ છે.


પેરોલ ફર્લો સ્કવોડ ખેડા-નડીયાદ

 

ચકલાસી પો.સ્‍ટે.ના  પ્રોહી ગુ.ર.નં.૬૫૮/૧૩ ના ગુનાનો નાસતો ફરતો  આરોપી ઝડપી પાડતી

એબ્‍સકોન્‍ડર સ્‍ક્વોડ, ખેડા-નડીયાદ પોલીસ

 

                ખેડા જીલ્‍લાના પોલીસ અધિક્ષક સાહેબ શ્રીએ ખેડા જીલ્‍લામાં થતી ઘરફોડ ચોરી તથા ધાડ,લુંટના તથા પેરોલ ફર્લો પોલીસ જાપ્‍તા માંથી ફરાર થયેલ આરોપીઓને પકડી પાડવા એબ્‍સકોન્‍ડર સ્‍કવોડના પો.સ.ઇ એચ.આર.બ્ર!મભટ્ટનાઓને સુચના આપેલ તે અનુસંઘાને તેઓ તેમજ તેમના સ્‍ટાફના હે.કો.મજીદખાન અનારખાન, પો.કો.રાજુભાઇ પ્રહલાદભાઇ, પો.કો.તન્મયભાઇ પાઉલભાઇ ડ્રા.પો.કો. મહેશભાઇ મફતભાઇ વગેરે પોલીસ માણસો સાથે નાસતા ફરતા આરોપીઓને શોઘી કાઢવા જીલ્‍લામાં પેટ્રોલીંગમાં નિકળેલા દરમ્‍યાન ચકલાસી પો.સ્‍ટે. વિસ્‍તારમાં જતા પો.સ.ઇ.શ્રી એચ.આર.બ્ર!મભટ્ટનાઓને બાતમીદારથી બાતમી મળેલ કે ચકલાસી પો.સ્‍ટે.ના  પ્રોહી ગુ.ર.નં.૬૫૮/૧૩ પ્રોહી કલમ ૬૬(૧)બી, ૬૫એઇ, ૧૧૬ ખ, ૮૧ મુજબના ગુનાનો નાસતો ફરતો આરોપી ગોવિંદરાજ ગોપાલજી રાજપુરોહિત (મારવાડી) રહે. નાવલી ઇન્દીરાનગરી તા.આણંદ જિલ્લો આણંદનો કંજરી ચોકડી પાસે ઉભેલ છે તેવી હકિકત આધારે કંજરી ચોકડી પર વોચમાં હતા. દરમ્‍યાન મળેલ હકિકત મુજબનો ઇસમ મળી આવતા  તા.૩૦/૧૦/૧૪ ના ક.૨૨/૦૦ વાગે સી.આર.પી.સી.કલમ.૪૧/૧ હેઠળ અટક કરી ચકલાસી પો.સ્‍ટેમાં નોંધ કરાવી આગળની વધુ કાર્યવાહી માટે ચકલાસી પો.સ્‍ટે.માં કાયદેસર રીતે સોપવામાં આવેલ છે.

                        તેમજ તા.૨૯/૧૦/૧૪ના આણંદ રૂરલ પ્રોહી ગુ.ર.ન.૫૨૦૦/૧૧ આરોપી નૂરમીયાં ઉર્ફે નૂરશા અહેમદમીયાં દિવાન રહે, નડીયાદને પકડવામાં આવેલ છે તેમજ ખંભાત સીટી પો.સ્ટે. પ્રોહી ગુ.ર.ન.૫૨૯૨/૧૩ આરોપી ઇકબાલશા ઉર્ફે ઇદો સલીમશા દિવાન રહે, આણંદ રેલ્વે ફાટક સામે નાને તા.૨૭/૧૦/૧૪ના રોજ પકડવામાં આવેલ છે.

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
પોલીસ સેવાઓ
સીનીયર સિટીઝન માટે
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર
સીનીયર સીટીજ્ન માટે

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર        |     પ્રતિભાવ 

Last updated on 03-11-2014