ખેડા જીલ્લા પોલીસ સાફલ્યગાથા
(અઠવાડિક તા.૧૧/૦૮/૨૦૧૪ થી તા.૧૭/૦૮/૨૦૧૪)
ડાકોર પોલીસ સ્ટેશન
ડાકોર રણછોડજી મંદિરે તા.૧૭/૦૮/૨૦૧૪ ના રોજ જન્માષ્ટમી નીમીતે લાખોની સંખ્યામાં દર્શનાર્થીઓ આવતા હોય છે. જે અંગે પોલીસ અધિકારીશ્રીઓ તેમજ પોલીસ માણસો ધ્વારા ખુબ જ સારો બંદોબસ્ત થાય અને કોઇ અનિચ્છનીય બનાવ ન બને તેમજ દર્શનાર્થીઓ તેમના વાહનો મારફતે આવતા હોય તેઓને કોઇપણ પ્રકારની ટ્રાફિકની અવ્યવસ્થા ઉભી ન થાય જે અંગે વધારાના ટ્રાફીક પોઇન્ટ મુકવામાં આવેલ છે. અને દર્શનાર્થીઓના નાના બાળકો તથા વૃધ્ધો દર્શન કરતી વખતે વિખુટા પડી જાય તો તેઓને મંદિરના કંન્ટ્રોલ રૂમ માંથી માઇક ધ્વારા એલાઉન્સ કરી જે તે મા-બાપ તથા સગા સબંધીઓને મળી રહે તથા પીકપોકેટીંગ ના બનાવો ન બને તે સારુ પ્લેન કલોથમાં પોલીસ માણસો મુકી આવા બનાવો બનતા અટકાવવી સારી કામગીરી કરેલ છે.
એલ.સી.બી. ખેડા-નડીયાદ
વસોના પીજ ગામની સીમમાંથી જુગાર રમતા ૫ નબીરાઓને ઝડપી જુગારનો ક્વોલીટી કેસ કરતી એલ.સી.બી.ખેડા નડીયાદ પોલીસ
તા.૧૨/૦૮/૨૦૧૪
હાલમાં પવિત્ર શ્રાવણ માસ શરૂ થયેલ હોય જેથી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી સચિન બાદશાહ નાઓની પ્રોહી-જુગાર અસામાજીક પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવાના અભિગમ મુજબ એલ.સી.બી. પો.ઇન્સ.એમ.એ.ચૌધરી નાઓ સાથે એલ.સી.બી.ના હેડ કો.કેશુંભાઇ ભીખાભાઇ તથા ભગવાન બાબારામ તથા પો.કો. ચંન્દ્રકાંત ગોવિંદભાઇ બ.નં. ૭૫૮ તથા પો.કો. વિનોદકુમાર નામદેવ તથા પો.કો. મુકેશભાઇ બાબુભાઇ બ.નં.૦૮૪૪ તથા પો.કો. શૈલેષસિંહ કસળસિંહ બ.નં. ૧૧૧ તથા પો.કો. સંદીપ લોટન તથા પો.કો. અમાનઉલ્લા સફીમીયાબ બ નં. ૬૪ નાઓ પેટ્રોલીંગમાં નીકળેલા અને પીજ ગામની સીમમાં આવેલ મફતભાઇના તબેલા પાસે ખુલ્લી જગ્યામાં સીમમાં ગોયજીવાળા ખેતરમાં ફાર્મમાં પત્તાપાના પૈસાથી હારજીતનો જુગાર રમતા ઇસમો ઉપર રેઇડ કરી કુલ ૫ ઇસમો (૧) મુદ્દલભાઇ ઉર્ફે મુન્નો સુરેશભાઇ પટેલ રહે, પીજગામ લાલા પાસા તા. વસો (૨) વિરંગભાઇ ઉર્ફે બન્ટી જીતેન્દ્રભાઇ પટેલ રહે, સ્વામીનારાયણ મંદીરવાળુ ફળીયુ તા. વસો જી. ખેડા (૩) મૌલીકભાઇ ઘનશ્યામભાઇ પટેલ રહે, પીજ ગામ લાલાપાસા તા. વસો જી. ખેડા
(૪) દેવાંગભાઇ મહેન્દ્રભાઇ પટેલ રહે, પીજ ગામ લાલાપાસા તા. વસો જી. ખેડા (૫) પીન્ટુભાઇ જયંતીભાઇ પટેલ રહે, પીજગામ ટેકરાવાળુ ફળીયુ તા. વસો જી. ખેડા નાઓને જુગાર રમતા પકડી પાડેલ છે. સદર ઇસમો પાસેથી અંગજડતીના રૂ.૧૫,૦૨૦/- તથા દાવ ઉપરના રૂ.૧૨૨૦/-,તથા પત્તા પાના નંગ-૫૨, મળીને કુલ્લે રૂ.૧૬,૨૪૦/-નો જુગારના મુદામાલ સાથે શ્રાવણીયો જુગાર રમતા ઉપરોકત ઇસમોને ઝડપી પાડી પો.કો. ભગવાન બાબારામ નાઓએ એલ.સી.બી. પો.ઇન્સ.એમ.એ.ચૌધરી રૂબરૂની વસો પો.સ્ટે. ખાતે જુ.ધા.ક.૧૨ મુજબનો ગુનો રજીસ્ટર કરાવેલ છે. આગળની તપાસ હેકો. કેશુભાઇ નાઓ ચલાવી રહેલ છે.
કઠલાલના પોરડા ગામની સીમમાંથી જુગાર રમતા ૧૯ જુગારીયાઓને ઝડપી જુગારનો ક્વોલીટી કેસ કરતી એલ.સી.બી.ખેડા નડીયાદ પોલીસ
તા.૧૧/૦૮/૨૦૧૪
હાલમાં પવિત્ર શ્રાવણ માસ શરૂ થયેલ હોય જેથી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી સચિન બાદશાહ નાઓની પ્રોહી-જુગાર અસામાજીક પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવાના અભિગમ મુજબ એલ.સી.બી. પો.ઇન્સ.એમ.એ.ચૌધરી નાઓ સાથે એલ.સી.બી.ના પો.સ.ઇ.શ્રી ડી.આર.ગોહીલ તથા હેડ કો.કેશુંભાઇ ભીખાભાઇ તથા હેડ કો. વિનોદચંન્દ્ર રણછોડભાઇ તથા પો.કો.ચંન્દ્રસિંહ જીતેન્દ્રસિંહ તથા પો.કો.મુકેશભાઇ બાબુભાઇ તથા પો.કો.રીશીતકુમાર રવિન્દ્રભાઇ તથા પો.કો.રાજેન્દ્રકુમાર લલ્લુભાઇ તથા પો.કો.શિવભદ્રસિંહ કિશોરસિંહ તથા પો.કો.પ્રદિપસિંહ જીતેન્દ્રસિંહ તથા પો.કો.અજીતકુમાર હજારીલાલ વિગેરે સ્ટાફના પો.માણસો સાથે વિક્ટર વન તથા વિક્ટર ટુ મોબાઇલમાં પેટ્રોલીંગમાં નીકળેલા અને પોરડા ગામની સીમમાં ગોયજીવાળા ખેતરમાં ફાર્મમાં આવેલ વિલાયતી નળીયાવાળા શેડ નીચે ખુલ્લામાં ઉપેન્દ્રભાઇ રામાભાઇ પટેલનાઓ બહારથી માણસો બોલાવી પત્તાપાના પૈસાથી હારજીતનો જુગાર રમી રમાડી નાળના પૈસા કાઢી જુગાર રમાડે છે જે બાતમી આધારે સદર જુગાર રમતા ઇસમો ઉપર રેઇડ કરી કુલ ૧૯ ઇસમો (૧) ભુપેન્દ્રકુમાર રામાભાઇ પટેલ રહે.કઠલાલ,રઘુનંદન સોસાયટી (ર) નરેન્દ્રકુમાર હસમુખભાઇ ભટ્ટ રહે.ગંગાદાસનામુવાડા તાબે છીપડી તા.કઠલાલ (૩) મુળતુર સન/ઓફ પાલરાજ કલ્લર રહે.કઠલાલ ચોકડી (૪) તન્મયકુમાર જડાવંતલાલ રાવલ રહે.કપડવંજ,અયોધ્યાપુરી (પ) ચિરાગભાઇ ઉર્ફે પોપટ હસમુખલાલ સોની રહે.કપડવંજ,બારોટવાડ (૬) રણજીતસિંહ કાન્તીભાઇ સોલંકી રહે.આંત્રોલી પગી વગો તા. (૭) નટવરસિંહ પ્રભાતસિંહ ડાભી રહે.કઠલાલ,વિમલ સોસાયટીના શર્ટ (૮) વિજયભાઇ જોયતાભાઇ પટેલ રહે.ભાનેર,રામજી મંદિર પાસે તા.કઠલાલ (૯) કાનજીભાઇ ઉર્ફે રાજુભાઇ બુધાભાઇ ડાભી રહે.કઠલાલ,શુકલ સોસાયટી (૧૦) નિરંજનભાઇ જેસીંગભાઇ પટેલ રહે.કપડવંજ,સલાટવાડા (૧૧) પ્રતિષભાઇ ગોરધનભાઇ દલાલ રહે.કઠલાલ,આશિષ ટૉકીઝ સામે (૧ર) જગદીશકુમાર અંબાલાલ પટેલ રહે.ભાનેર,આઝાદપોળ (૧૩) પ્રવિણભાઇ ગોતાભાઇ સોલંકી રહે.સોરણા,દંગાનીમુવાડી તા.કપડવંજ (૧૪) કૌશિકભાઇ ડાહ્યાભાઇ પટેલ રહે.ભાનેર મોટી ખડકી તા.કઠલાલ (૧પ) હિમાંશુ લીલાભાઇ પટેલ રહે.અમદાવાદ,મેંમનગર ,૪૫ વિમલ ટેનામૅન્ટ,કાપડીયા સ્કુલની બાજુમાં (૧૬) નરેશભાઇ પ્રવિણભાઇ પંચાલ રહે.ભાનેર,છીપડી ફળીયું તા.કઠલાલ (૧૭) મનીષકુમાર મોહનભાઇ પટેલ રહે.લસુંન્દ્રા,સ્વામીનારાયણ મંદિર પાસે તા.કઠલાલ (૧૮) અશોકકુમાર અંબાલાલ પટેલ રહે.ભાનેર,ઉંડી ફળી તા.કઠલાલ (૧૯) ચીનુંભાઇ ચીમનલાલ શાહ રહે.કપડવંજ,ભટ્ટવાડા નાઓને જુગાર રમતા પકડી પાડેલ છે. સદર ઇસમો પાસેથી અંગજડતીના રૂ.૪૪,૬૦૦/- તથા દાવ ઉપરના રૂ.૩૯૦૦/- પાંચ મો.સા/એક્ટીવાની કિંમત રૂ.૯૦,૦૦૦/-, તથા પત્તા પાના નંગ-૫૨,તથા ચટ્ટાઇ નંગ-૧ કિંમત રૂ.૦૦/૦૦ મળીને કુલ્લે રૂ.૧,૩૮,૫૦૦/-નો જુગારના મુદામાલ સાથે શ્રાવણીયો જુગાર રમતા ઉપરોકત ઇસમોને ઝડપી પાડી પો.સ.ઇ.શ્રી ડી.આર.ગોહીલ નાઓએ એલ.સી.બી. પો.ઇન્સ.એમ.એ.ચૌધરી રૂબરૂની કઠલાલ પો.સ્ટે. ખાતે સે.ગુ.ર.નં.૧૩૦/૧૪ જુ.ધા.ક.૧૨ મુજબનો ગુનો રજીસ્ટર કરાવેલ છે. આગળની તપાસ હેકો.વિનોદચંન્દ્ર રણછોડભાઇ નાઓ ચલાવી રહેલ છે.
નડીયાદ મીશન રોડ ઉપરથી બે આરોપીઓને દેશી પીસ્ટલ તથા તમંચા તથા કારતુસ સાથે ઝડપી પાડતી એલ.સી.બી.ખેડા નડીયાદ પોલીસ
તા.૧૧/૦૮/૨૦૧૪
જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી સચિન બાદશાહ નાઓએ જીલ્લામા બનતા મિલકતસબંધી ગુનાઓ અટકાવવા તથા શોધી કાઢવા માટે એલ.સી.બી. પો.ઇન્સ.એમ.એ.ચૌધરી નાઓને સખત સુચના કરેલ જે અન્વયે એલ.સી.બી.ના પો.સ.ઇ.શ્રી ડી.આર.ગોહીલ તથા એસ.ઓ.જી. પો.સ.ઇ. શ્રી ડી.કે.પટેલ તથા એલસી.બી. સ્ટાફના હેઙકો. સરફરાજહુસેન ઇનાયતઅલી બ નં. ૧૩૪૭ તથા પો.કો. ચંન્દ્રકાન્ત ગોવિદભાઇ ૭૫૮ તથા પો.કો. ભગવાન બાબારામ બ નં. ૮૪૨ તથા પો.કો. વિનોદ નામદેવ બ નં. ૯૪૨ તથા પો.કો. ચંદ્રસિંહ જીતેદ્રસિંહ બ.નં. ૭૯ તથા પો.કો. અમાનઉલ્લાહ સફીમીયા બ.નં.૬૪ તથા એસ.ઓ.જી. સ્ટાફના પો.કો. દીનેશભાઇ રામસીહ બ નં. ૧૩૨૫ તથા પો.કો. તખતસીહ કેશુભા બ નં. ૦૧૦૧ વિગેરે સ્ટાફના પો.માણસો સાથે પેટ્રોલીગમાં નીકળેલા દરમ્યાન ફરતા ફરતા નડીઆદ મીશન જુની ચર્ચ પાસે આવતા હેઙકો. સરફરાજહુસેન બાતમીદારથી બાતમી હકીકત મળેલ કે બે શકમંદ ઇસમો દેશી બનાવટના કટ્ટા (તમંચા ) વેચવા માટે નીકળેલ છે જે રામતલાવડી તરફથી આવી અને થોડીવારમા તેઓ ગુરુદ્વારા સામેથી કોઇ વાહનમા બેસી ડભાણ તરફ જનાર છે. જેમાં એક ઇસમે શરીરે લાઇનીંગવાળી આખી બાયની ટી શર્ટ તેમજ કેસરી જેવા કલરની પેન્ટ પહેરેલ છે. તેમજ બીજા ઇસમે શરીરે સફેદ શર્ટ તેમજ મહેદી કલરની પેન્ટ પહેરેલ છે. આ બંન્ને ઇસમો ૨૦ થી ૨૫ વર્ષના આશરાના છે. તેવી બાતમી આધારે ગુરુદ્વારા સામેથી બે શકમંદ ઇસમો (૧) મહંમદલહીક મહંમદ મુન્ના મન્સુરી ઉ.વ. ૨૩ તથા (૨) મહંમદવકીલ મહંમદ મુન્ના મન્સુરી ઉ.વ. ૨૧ બંન્ને રહે. હાલ નડીયાદ રામતલાવડી, પીન્ટુભાઇના મકાનમા મુળ રહે. હસનપુર, ચાંદખા, થાના ફફુંદ, તા.જી. ઓરૈયા ઉત્તરપ્રદેશનાઓને સક્ષમ અધિકારીના પરવાના વગરની પોતાના અંગ કબજા ભોગવટામા એક દેશી બનાવટની પીસ્ટલ કિ રૂ. ૧૫,૦૦૦/- એક દેશી બનાવટનો તમંચો કિ રૂ. ૫,૦૦૦/- તથા તેના કારતુસ નંગ ૧૨ કિ.રૂ. ૧૧૦૦ તથા બે મો. ફોન કિ.રૂ. ૧૦૦૦/- તથા રોકડા રૂ. ૨૬૦૦ તથા એક વોડાફોનની સીમકાર્ડ કિ.રૂ. ૦૦ મળી કુલ્લે રૂ ૨૪,૭૦૦/-નો મુદ્દામાલ તપાસ અર્થે કબ્જે કરી હેઙકો. સરફરાજહુસેન ઇનાયતઅલી બ નં. ૧૩૪૭ નાઓએ સરકાર તરફે પો.સબ ઇન્સ.શ્રી ડી.આર.ગોહિલ નાઓની રૂબરૂની નડીયાદ પશ્ચિમ પો.સ્ટે. સે. ગુ.ર. નં. ૪૫/૧૪ આર્મ એક કલમ ૨૫(૧)(૧-એ)(૧-બી)(એ) મુજબ ફરીયાદ આપેલ છે.
સદર ઇસમોની સઘન પુછપરછ કરતા સદર બંન્ને ઇસમો સગા ભાઇઓ છે. તથા તેઓ મીક્સર અને જ્યુસર મશીન ફેરી કરી વેચવાનો ધંધો કરે છે. અને આ હથીયાર ઇટાવા થી મીક્સર અને જ્યુસર મશીનના ખોખાઓમા પેકકરીને પાર્સલ દ્વારા મંગાવે છે. અને અગાઉ પણ આવા હથીયારો વેચેલ છે કે કેમ તેની તપાસ ચાલુ છે. આગળની વધુ તપાસ એલ.સી.બી. કરી રહેલ છે.
|