ખેડા જીલ્લા પોલીસ સાફલ્યગાથા
(અઠવાડિક તા.૧૪/૦૭/૨૦૧૪ થી તા.૨૦/૦૭/૨૦૧૪)
એલ.સી.બી.ખેડા –નડીયાદ
નડીયાદ ખાતે રૂપિયા ૯,૨૦,૦૦૦/-ની થયેલ ચીલ ઝડપનો ભેદ ઉકેલતી ખેડા જીલ્લા એલ.સી.બી.પોલીસ
પોલીસ અધિક્ષક શ્રી સચીન બાદશાહ ખેડા-નડીયાદનાઓએ જીલ્લામાં બનતા મિલ્કત વિરૂધ્ધના બનતા ગુનાઓ શીધી કાઢવા તેમજ અટકાવવા સારૂ અવાર નવાર જીલ્લામાં ડ્રાઇવ તથા કોમ્બીંગ નાઇટનુ આયોજન કરતા હોય તથા જીલ્લાના અધિકારીઓને આ અંગે સુચનાઓ આપેલ અને ગઇ તા. ૯/૫/૨૦૧૪ના રોજ નડીયાદ વાણીયાવાડ સર્કલ નજીક બેંક ઓફ બરોડાની શાખામાંથી જીગીશાબેન તેજશભાઇ દેસાઇ રહે, રામકુંજ સોસાયટી સ્વામિનારાયણ મંદીર સામે નાઓ એફ.ડી.ના રૂપિયા ૯,૨૦,૦૦૦/- ઉપાડી થેલીમાં મુકી તેઓના પ્લેઝર નં. જી.જે.૭ એ.ક્યુ. ૩૮૮૭ ની ડેકીમાં મુકી તેઓના ઘર આગળ ઝાંપાએ પ્લેઝર ઉભુ રાખી ડેકી માંથી રૂપિયાની થેલી લઇ ઘર તરફ જતા તે બહેનને એક ઇસમે સરનામુ પુછવા ઉભા રાખી થેલી ઝુટવી લઇ મો.સા. ચાલકની પાછળ બેસી નાસી ગયેલ જે બાબતે નડીયાદ ટાઉન પો.સ્ટે. ખાતે જીગીશાબેન ફરિયાદ નોંધાવતા જે નડીયાદ ટાઉન ફ.ગુ.ર.નં. ૬૫/૧૪ ઇ.પી.કો.ક. ૩૭૯,૩૫૬ વિગેરે મુજબ ગુન્હો દાખલ કરી આગળની તપાસ નડીયાદ ટાઉન પોલીસ ચલાવી રહેલ અને જે ગુનો અનડીટેક્ટ હોય શોધી કાઢવા માટે જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી સચીન બાદશાહ નાઓએ આ ગુનાની તપાસ એલ.સી.બી. શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એ.ચૌધરી નાઓને સોંપતા પોલીસ અધિક્ષક શ્રીએ આ અંગે જરૂરી સુચનાઓ આપેલ અને એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેક્ટર નાઓએ એલ.સી.બી. સ્ટાફની અલગ-અલગ ટીમો બનાવી આ ગુનો શોધી કાઢવા માટે સ્ટાફને જરૂરી સુચનાઓ આપી એલ.સી.બી. પોલીસ અવાર-નવાર જરૂર જણાય ત્યાં માહીતી મળેથી વાહન ચેકીંગ કરવામાં આવતુ તથા શકદારો ચેક કરવામાં આવતા અને ગઇ તા. ૧૭/૭/૨૦૧૪ના રોજ મળેલ બાતમી આધારે કમળા ચોકડી ખાતે એલ.સી.બી. ટીમ સ્ટાફ સાથે વાહન ચેકીંગમાં હતી દરમ્યાન અમદાવાદ તરફથી આવતા હીરો કંપનીનુ યુનિકોન મો.સા.નં. જી.જે.૧ એમ.એચ. ૩૬૪૭ ઉપર બે ઇસમો શંકાસ્પદ રીતે જણાતા તેઓ પાસે વાહનના આર.ટી.ઓને લગતા કાગળો માંગતા ન હોવાનુ મો.સા. ચાલક (૧) નરેન્દ્ર ઉર્ફે નરેન નરેશભાઇ ગારંગે રહે, કુબેરનગર કોલોની છારાનગર અમદાવાદ તથા તેની પાછળ બેઠેલ (૨) સુધીર કનૈયા પાનવેકર રહે, કુબેરનગર કેકાડીવાસ સરદાર નગર અમદાવાદ નાઓને રૂ. ૩૦,૦૦૦/-ના મોટરસાયકલ તથા બંન્ને પાસેથી મોબાઇલ ફોન તથા અન્ય વ્યક્તિના બે ચુટણીકાર્ડ સી.આર.પી.સી. કલમ ૧૦૨,૪૧(૧)ડી મુજબ પો.સ.ઇ. ડી.આર.ગોહીલ એલ.સી.બી. ખેડા-નડીયાદ નાઓએ કબ્જે લઇ નડીયાદ રૂરલ ખાતે કાયદેસર કાર્યવાહી કરી આગળની તપાસ માટે કાગળો તેઓએ રાખતા આ ગુનાના બંન્ને આરોપીઓની એલ.સી.બી. પી.આઇ. એમ.એ.ચૌધરીની સુચનાથી અલગ-અલગ ટીમો દ્વારા યુક્તિ-પ્રયુક્તિ થી પુછ પરછ કરતા ઉપરોક્ત બંન્ને અમદાવાદ છારાનગરના આરોપી નરેન્દ્ર ગારંગે તથા સુધીર પાનવેકર નાઓએ આજથી ગયા પોણા બે માસ ઉપર નડીયાદ ખાતે રૂપિયા ૯,૨૦,૦૦૦/-ની ચીલ ઝડપ કરેલ તે ગુનાનો પર્દાફાસ થયેલ અને જે ગુના વખતે સદર મોટર સાયકલ બંન્ને આરોપીઓ તથા બીજા છ સહઆરોપીઓ બીજી ત્રણ મોટરસાયકલ સાથે નડીયાદ ખાતે આવી ગુનો કરેલાની કબુલાત કરેલ છે. આ ગુનાના કામે વપારાયેલ મોટરસાયકલ મોબાઇલ ફોન/સીમકાર્ડ તથા ચુંટણી કાર્ડ તપાસ અર્થે કબ્જે કરેલ છે અને ઉપરોક્ત ગુનાના કામે આરોપીઓને તા. ૧૮/૭/૨૦૧૪ના રોજ એમ.એ.ચૌધરી પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી. નાઓએ અટક કરી આગળની તપાસ ચલાવી રહેલ છે. અને સહ આરોપીઓ તથા મુદ્દામાલ બાબતે આરોપીઓની સઘન પુછપરછ કરતા આ ગુના સીવાય ગઇ તા. ૧૩/૬/૧૪ના રોજ ફરિયાદી દીલીપભાઇ નરસિંહભાઇ પટેલ નાઓ બેંક ઓફ બરોડામાંથી રૂપિયા ૨,૫૦,૦૦૦/-ઉપાડી થેલીમાં મુકી બેંકની બહાર ચાલતા જતા હતા તે દરમ્યાન બે મો.સા. ઉપર આવેલ ઇસમોએ ચીલ ઝડપ કરેલ તે નડીયાદ ટાઉન ફ.ગુ.ર.નં. ૮૯/૨૦૧૪ ઇ.પી.કો.ક. ૩૭૯,૩૫૬ વિગેરે મુજબનો ગુનાનો તેમજ આશરે ચારેક માસ ઉપર હીંમતનગર ચીલ ઝડપ કરેલાની કબુલાત કરે છે. અને આરોપી સુધીર અગાઉ મોડાસા તથા વડોદરા ખાતે પકડાયેલ હતો. જે બંન્ને આરોપીઓને આજરોજ નામદાર કોર્ટ સમક્ષ રજુ કરી પોલીસ રિમાન્ડ મેળવવા અંગેની તજવીજ હાથ ધરાયેલ છે.
આ આરોપીઓ ગુનો કરતા પહેલા તેઓ એકબીજા સાથે પરામર્સ કરી અલગ-અલગ ચાર બાઇકો ઉપર એક સ્ત્રી સાથે કુલ્લે આંઠ આરોપીઓ આવતા અને બે મોટર સાયકલ ચીલઝડપ માટે વાપરતા અને બીજા બે બાઇકવાળા જો તેમના માણસો પડી જાય કે પબ્લીક કોઇ તેઓની સાથે અડચણ ઉભી કરે કે પકડે તો પબ્લીકની સાથે જોડાઇ જઇ તેઓને છોડાવવાની ભુમીકા ભજવવી અને બેંકમાં કોઇ વૃધ કે એકલ દોકલ માણસ આવે ત્યારે તેની ઉપર વોચ રાખી અને બહાર નીકળેથી અચાનક તેની પાસેથી નાણા ઝુટવી ભાગી જવુ અને બાઇકોની કંડીશન સારી છે કે કેમ તથા પેટ્રોલ અંગેની પહેલાથી ચકાસણી કરી લેતા અને બાઇકો હાઇસ્પીડના અને સેલ્સસ્ટાટ રાખતા અને નાણા ઝુંટવી જતા હોય ત્યારે પબ્લીકના કોઇ માણસો પીછો કરે તો તેને અડચણ ઉભી કરી તેઓને લેટ કરવા તે અંગેની અગાઉથી અંદરો અંદર વાતચીત કરી લેતા હતા.
પેરોલ ફર્લો સ્કોર્ડ
અમદાવાદ ગ્રામ્ય કણભા પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૧૧૯/૦૫ ઇ.પી.કો. કલમ ૩૬૩,૩૬૬ મુજબના ગુનાના કામનો નાસતો ફરતો ફરાર આરોપી ઝડપી પાડતી એબ્સકોન્ડર સ્કવોડ ખેડા-નડીયાદ
ખેડા જીલ્લાના પોલીસ અધિક્ષક શ્રી.નાઓએ ખેડા જીલ્લા તેમજ બહારના જીલ્લાના નાસતા ફરતા તથા પેરોલ ફર્લો વચગાળાના જામીન અને પોલીસ જાપ્તામાંથી ફરાર થયેલ આરોપીઓને પકડી પાડવા સુચના અને માર્ગદર્શન આપતા તેમની સુચના આધારે એબ્સકોન્ડર સ્ક્વોડના પો.સ.ઇ. પી.ડી.બારોટ તથા તેમના સ્ક્વોડના હે.કો.મજીદખાન અનારખાન તથા પો.કો રાજેશભાઇ પ્રહલાદભાઇ તથા પો.કો. તન્મયભાઇ પાઉલભાઇ ડ્રા.પો.કો. મહેશભાઇ વગેરે પોલીસ માણસો સાથે નાસતા ફરતા તથા પેરોલ ફર્લો વચગાળાના જામીન ઉપરથી ફરાર આરોપીઓને પકડી પાડવા પેટ્રોલીંગમાં નિકળેલા દરમ્યાન પો.સ.ઇ.શ્રીને તેમના અંગત બાતમીદારથી બાતમી મળેલ કે, અમદાવાદ ગ્રામ્ય કણભા પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૧૧૯/૦૫ ઇ.પી.કો. કલમ ૩૬૩,૩૬૬ મુજબના ગુનાના કામનો નાસતો ફરતો ફરાર આરોપી ગુલાબસિંહ ઉર્ફે ગુલીયો રામાભાઇ જાતે વાધેલા રહે.ઉમેદપુરા તાબે ચકલાસી તા.નડીયાદ જી.ખેડાનો નડીયાદ ઉતરસંડા રોડ કોકરણ હનુમાન મંદિર પાસેથી મળી આવેતા તેને નડીયાદ ટાઉન પો.સ્ટે. સ્ટેડા એન્ટ્રી નં.૧૧/૧૪ કલાક ૧૦/૧૫ વાગે સી.આર.પી.સી. કલમ ૪૧(૧)આઇ મુજબ અટક કરી કાયદેસરની કાર્યવાહી કરી આગળની ઘટતી કાર્યવાહી કરવામાં આવેલ છે.
ડાકોર પોલીસ સ્ટેશન
ડાકોર રણછોડજી મંદિરે તા.૨૦/૦૭/૨૦૧૪ ના રોજ ફાગણી પુનમ નિમીતે લાખોની સંખ્યામાં દર્શનાર્થીઓ આવતા હોય છે. જે અંગે પોલીસ અધિકારીશ્રીઓ તેમજ પોલીસ માણસો ધ્વારા ખુબ જ સારો બંદોબસ્ત થાય અને કોઇ અનિચ્છનીય બનાવ ન બને તેમજ દર્શનાર્થીઓ તેમના વાહનો મારફતે આવતા હોય તેઓને કોઇપણ પ્રકારની ટ્રાફિકની અવ્યવસ્થા ઉભી ન થાય જે અંગે વધારાના ટ્રાફીક પોઇન્ટ મુકવામાં આવેલ છે. અને દર્શનાર્થીઓના નાના બાળકો તથા વૃધ્ધો દર્શન કરતી વખતે વિખુટા પડી જાય તો તેઓને મંદિરના કંન્ટ્રોલ રૂમ માંથી માઇક ધ્વારા એલાઉન્સ કરી જે તે મા-બાપ તથા સગા સબંધીઓને મળી રહે તથા પીકપોકેટીંગ ના બનાવો ન બને તે સારુ પ્લેન કલોથમાં પોલીસ માણસો મુકી આવા બનાવો બનતા અટકાવવી સારી કામગીરી કરેલ છે.
|