હું શોધું છું

હોમ  |

સાફલ્યગાથા
Rating :  Star Star Star Star Star   

ખેડા જીલ્લા પોલીસ સાફલ્યગાથા

(અઠવાડિક તા.૧૬/૦૬/૨૦૧૪ થી તા.૨૨/૦૬/૨૦૧૪)

 

ડાકોર પોલીસ સ્ટેશન

                        ડાકોર રણછોડજી મંદિરે તા.૨૨/૦૬/૨૦ ના રોજ ફાગણી પુનમ નિમીતે લાખોની સંખ્યામાં દર્શનાર્થીઓ આવતા હોય છે. જે અંગે પોલીસ અધિકારીશ્રીઓ તેમજ પોલીસ માણસો ધ્વારા ખુબ જ સારો બંદોબસ્‍ત થાય અને કોઇ અનિચ્‍છનીય બનાવ ન બને તેમજ દર્શનાર્થીઓ તેમના વાહનો મારફતે આવતા હોય તેઓને કોઇપણ પ્રકારની ટ્રાફિકની અવ્‍યવસ્‍થા ઉભી ન થાય જે અંગે વધારાના ટ્રાફીક પોઇન્‍ટ મુકવામાં આવેલ છે. અને દર્શનાર્થીઓના નાના બાળકો તથા વૃધ્ધો દર્શન કરતી વખતે વિખુટા પડી જાય તો તેઓને મંદિરના કંન્‍ટ્રોલ રૂમ માંથી માઇક ધ્વારા એલાઉન્‍સ કરી જે તે મા-બાપ તથા સગા સબંધીઓને મળી રહે તથા પીકપોકેટીગ ના બનાવો ન બને તે સારુ પ્‍લેન કલોથમાં પોલીસ માણસો મુકી આવા બનાવો બનતા અટકાવવી સારી કામગીરી કરેલ છે.

એલ.સી.બી. ખેડા-નડીયાદ

અંગાડી તાબે ના પહાડીયા ગામે જુગાર રમતા ત્રણ ઇસમોને રૂ.૫,૨૮૦/- ના મુદામાલ સાથે ઝડપી પાડતી  એલ.સી.બી.ખેડા નડીયાદ પોલીસ

તા.૧૨/૦૬/૨૦૧૪

                        જિલ્‍લામાં કાયદો અને વ્‍યવસ્‍થા જળવાઇ રહે તે માટે ખેડા-નડીયાદ જિલ્‍લા પોલીસ અધિક્ષકશ્રીનાઓએ આપેલ સુચના તથા એલ.સી.બી. પો.ઇન્‍સ.એમ.એ.ચૌધરી નાઓના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી.પો.સ.ઇ.શ્રી ડી.આર. ગોહીલ તથા સ્‍ટાફના હેકો.સરફરાજહુસેન, પો.કો.વિનોદકુમાર, પો.કો.ભગવાન, પો.કો.ચન્‍દ્રકાંત, પોકો પો.કો. અજીતકુમાર તથા પો.કો.મુકેશભાઇ વિગેરેએ નાઓ પેટ્રોલીંગમાં નીકળેલ દરમ્‍યાન પો.કો. વિનોદકુમાર નાઓની બાતમી આધારે તા.૧૧/૦૬/૨૦૧૪ નારોજ ઠાસરા તાલુકાના અંગાડી તાબેના પહાડીયા ગામે ખુલ્‍લામાં જુગાર રમતા ઇસમો ઉપર રેઇડ કરી કુલ ત્રણ ઇસમોને સ્‍થળ ઉપર ઝડપી પાડેલ જેમાં (૧) મનહરભાઇ બાબુભાઇ પ્રજાપતિ રહે.અંગાડી (ર) રાજેશભાઇ વિઠ્ઠલભાઇ પટેલ રહે.ચપટીયા (૩) દિનેશભાઇ ડાહયાભાઇ પટેલ રહે.અંગાડી નાઓની પાસેથી અંગજડતીના રૂ.૩,૨૬૦/- તથા દાવ ઉપરના રૂ.૨,૦૨૦/- પ્‍લાસ્‍ટીકનું મીણીયું-૧  કિંમત રૂ.૦૦/૦૦, ગંજીપાના નંગ-૫૨ કિંમત રૂ.૦૦/૦૦ મળીને કુલ રૂ.૫,૨૮૦/- ના મુદામાલ સાથે જુગાર રમતા ઝડપી પાડેલ આ બાબતે એલ.સી.બી. પોલીસે ઠાસરા પો.સ્‍ટે. ખાતે સે.ગુ.ર.નં.૭૭/૧૪ જુ.ધા.ક.૧૨ મુજબ ગુનો રજીસ્‍ટર કરાવી આગળની તપાસ હેકો.સરફરાજહુસેન ઇનાયતઅલી નાઓ ચલાવી રહેલ છે.

 

ચકલાસી પો.સ્‍ટે.ના ગુનાનો છેલ્‍લા-૪ વર્ષથી નાસતો ફરતો આરોપીને ઝડપી પાડતી એલસીબી ખેડા-નડીયાદ પોલીસ

                        ખેડા જીલ્‍લાના પોલીસ અધિક્ષક શ્રી સચીન બાદશાહ સાહેબના ઓની સુચના મુજબ જીલ્‍લામાં મુખ્‍યત્‍વે નાસતા ફરતા આરોપી/પેરોલ પર્લો રજા ઉપર છુટીને હાજર નહીં થયેલા આરોપીઓને તેમજ મિલકત સબંધી ગુન્‍હાઓ બનતા અટકાવવા તથા બનેલ ગુન્‍હાઓ શોધી કાઢવા એલસીબી પો.ઇન્સ. એમ એ ચૌધરી સાહેબ નાઓને આપેલ સુચના અને માર્ગદર્શનથી અહેકો.સરફરાજહુસેન ઈનાયતઅલી,પોકો ચંદ્બકાન્ત ગોવિંદભાઇ, પોકો ભગવાન બાબારામ પોકો વિનોદકુમાર નામદેવ, પોકો સંદીપ લોટન પોકો અમનઉલ્લા સફીમીયા એરીતેનાઓને કોમ્બીગ નાઈટ પેટ્રોલીંગ દરમ્યાન પોકો ચંદ્રકાન્તની બાતમી આધારે ચકલાસી પો.સ્‍ટે. ફ.ગુરનં.૭૭/૧૧ ઇપીકો ક.૪૨૦,૪૦૬,૧૧૪ મુજબના ગુન્હાના કામનો નાસતો ફરતો આરોપી બીસ્મીલાખાન રહીમખાન પઠાણ રહે. અમદાબાદ ગોમતીપુર ૧૧૨૪,સમશેરબાગ નાઓને નરસંડા ગામના પટીયા પાસેથી તા.૧૪/૬/૧૪ ના કલાક ૦૨/૦૦ વાગે સીઆરપીસી કલમ ૪૧ (૧) આઇ મુજબ પકડી અટક કરી ચકલાસી પો.સ્‍ટે. આગળની ઘટીત કાર્યવાહી કરી સોંપવામાં આવેલ છે.

 

કેરીયાવી પાટીયા પાસેથી વાહન સાથે દેશી દારૂ પકડી પાડતી

એલ.સી.બી.ખેડા નડીયાદ પોલીસ

પ્રેસ નોટ તા.૧૪/૦૬/૨૦૧૪

                        પોલીસ અધિક્ષક શ્રી સચિન બાદશાહ ખેડા-નડીયાદનાઓએ આગામી રથયાત્રાના તેહવારને ધ્‍યાનમા રાખી પ્રોહિ./જુગારની અશરકારક કામગીરી કરવા સારૂ પો.ઇન્‍સ.શ્રી એલ.સી.બી. નાઓએ આપેલ સુચના અને માર્ગદર્શન મુજબ સ્‍ટાફના હેઙકો.મણીલાલ,પો.કો.રાજેન્‍દ્રકુમાર,તથા પો.કો. રીશીતકુમાર વિગેરે પોલીસ માણસો સાથે પેટ્રોલીંગ દરમ્યાન પો.કો.રીશીતકુમારની માહીતી આધારે પેટલાદ રોડ કેરીયાવી પાટીયા પાસે થી પલ્‍સર મો.સા.નં.જી.જે.૧ ઇડી.૫૯૬૨ ઉપર બેઠેલ બે ઇસમો જેમાં ચાલક પ્રકાશભાઇ મણીભાઇ તળપદા તથા દિનેશભાઇ મથુરભાઇ તળપદા બન્ને રહે. ગુતાલ નાઓ પાસેથી ૨ પ્‍લાસ્ટીકના મીણીયાના થેલા માંથી કુલ  ૬૦ લીટર દેશી દારૂ કિમત રૂપીયા ૧૨૦૦/ તથા અંગ ઝડતીના રૂપીયા ૨૦૦/ તથા પલ્‍સર મો.સા.કિંમત રૂ.૩૦,૦૦૦/- નું મળી કુલ રૂ.૩૧,૪૦૦/- નો પ્રીહી. મુદામાલ સાથે પકડી પડતી એલસીબી ખેડા નડીઆદ પોલીસ.

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
પોલીસ સેવાઓ
સીનીયર સિટીઝન માટે
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર
સીનીયર સીટીજ્ન માટે

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર        |     પ્રતિભાવ 

Last updated on 23-06-2014