હું શોધું છું

હોમ  |

સાફલ્યગાથા
Rating :  Star Star Star Star Star   

ખેડા જીલ્લા પોલીસ સાફલ્યગાથા

(અઠવાડિક તા.૧૨/૦૫/૨૦૧૪ થી તા.૧૮/૦૫/૨૦૧૪)

 

 

ડાકોર પોલીસ સ્ટેશન

 

                        ડાકોર રણછોડજી મંદિરે તા.૧૮/૦૫/૨૦ ના રોજ ફાગણી પુનમ નિમીતે લાખોની સંખ્યામાં દર્શનાર્થીઓ આવતા હોય છે. જે અંગે પોલીસ અધિકારીશ્રીઓ તેમજ પોલીસ માણસો ધ્વારા ખુબ જ સારો બંદોબસ્‍ત થાય અને કોઇ અનિચ્‍છનીય બનાવ ન બને તેમજ દર્શનાર્થીઓ તેમના વાહનો મારફતે આવતા હોય તેઓને કોઇપણ પ્રકારની ટ્રાફિકની અવ્‍યવસ્‍થા ઉભી ન થાય જે અંગે વધારાના ટ્રાફીક પોઇન્‍ટ મુકવામાં આવેલ છે. અને દર્શનાર્થીઓના નાના બાળકો તથા વૃધ્ધો દર્શન કરતી વખતે વિખુટા પડી જાય તો તેઓને મંદિરના કંન્‍ટ્રોલ રૂમ માંથી માઇક ધ્વારા એલાઉન્‍સ કરી જે તે મા-બાપ તથા સગા સબંધીઓને મળી રહે તથા પીકપોકેટીગ ના બનાવો ન બને તે સારુ પ્‍લેન કલોથમાં પોલીસ માણસો મુકી આવા બનાવો બનતા અટકાવવી સારી કામગીરી કરેલ છે.

 

એલ.સી.બી. ખેડા-નડીયાદ

 

અગાઉ ૨ ગુનામાં પકડાયેલો તથા સાબરકાંઠા જીલ્લાના ઇડર અને હિંમતનગર પોલીસ સ્‍ટેશનના-૨ ઘરફોડ ચોરીના ગુનાના નાસતા ફરતા રીઢો આરોપીઓને ઝડપી પાડતી  એલ.સી.બી.ખેડા-નડીયાદ પોલીસ

 

                        ખેડા જીલ્‍લાના પોલીસ અધીક્ષક શ્રી સચીન બાદશાહ સાહેબના ઓની સુચના મુજબ જીલ્‍લામાં મુખ્‍યત્‍વે નાસતા ફરતા આરોપી/પેરોલ પર્લો રજા ઉપર છુટીને હાજર નહીં થયેલા આરોપીઓને શોધી કાઢવા એલસીબી પો.ઇન્‍સ.શ્રી એમ.એ. ચૌધરી સાહેબ ના ઓને આપેલ સુચના અને માર્ગદર્શન થી હેકો વિનોદચંદ્ર ,પોકો ચંદ્રકાન્ત,પોકો વિનોદકુમાર,પોકો ભગવાન, પોકો મુકેશકુમાર અને પોકો અજીતકુમાર નાઓ પેટ્રોલીગ દરમ્યાન પોકો વિનોદકુમારની બાતમી હકીકત આધારે હિંમતનગર પોલીસ પો.સ્‍ટે.ફ.ગુ.ર.નં.૧૧૫/૦૩, ઇપીકો ક.૪૫૭,૩૮૦, મુજબના તથા ઇડર પો.સ્ટે. પો.સ્‍ટે.ફ.ગુરનં.૫૧/૦૩, ઇપીકો ક.૪૫૭,૩૮૦  ગુનામાં નાસતો ફરતો આરોપી (૧)રસાભાઇ ઉર્ફે મગન દેવાયત વાઘરી (સોલંકી) (૨) ભાવુભાઇ ઉર્ફે ભાનુ મગનભાઇ વાઘરી બન્ને રહે. હીરાના મુવાડા થર્મલ પાવર સ્ટેશન નજીક તા. ઠાસરા જી.ખેડા ના ઓને થર્મલ ચોકડી થી તા.૧૫/૦૫/૧૪ ના કલાક ૨૦/૦૫ વાગે સી.આર. પી.સી.૪૧(૧) ડી, આઇ ૧૦૨ મુજબ પકડી અટક કરેલ છે. સદર આરોપી અગાઉ રાજુલા પો.સ્ટે. તથા ઉના પો.સ્ટે. માં ઘરફોડ ચોરીના ગુનામાં પકડાયેલ છે.

 

હદપાર થયેલ એક ઇસમને ઝડપી લેતી તેમજ એક હદપારના નાસતા ફરતા ઇસમને હદપારના હુકમની બજવણી કરતી એલ.સી.બી. ખેડા-નડીયાદ પોલીસ

તા.૧૩/૦૫/૨૦૧૪

                                    લોકસભાની ચુંટણી અનુસંધાને સબ ડીવી.મેજી.સા.શ્રી, ખેડા નાઓએ જિલ્‍લાના કેટલાક સક્રીય ગુનેગારોને તડીપાર કરવા અંગે હુકમ કરેલ અને ખેડા-નડીયાદ જીલ્લાના પોલીસ અધિક્ષક શ્રી સચિન બાદશાહ સાહેબ નાઓએ ચુંટણી દરમ્‍યાન જિલ્‍લામાં કાયદો અને વ્‍યવસ્‍થા જળવાઇ રહે તે માટે જિલ્‍લાના અધિકારીઓને દિવસ તેમજ રાત્રીના સમયે પેટ્રોલીંગ રાખવા માટે અને બનતા ગુના અટકાવવા માટે સુચના આપેલ જે આધારે એલ.સી.બી. પો.ઇન્‍સ.શ્રી એમ.એ.ચૌધરી નાઓએ નાઇટ દરમ્‍યાન પોતાના એલ.સી.બી. સ્‍ટાફને સુચના કરેલ તે મુજબ એલ.સી.બી.ના પો.સ.ઇ.શ્રી ડી.આર. ગોહીલ તથા એલ.સી.બી.સ્‍ટાફના પો.કો.વિનોદકુમાર નામદેવ તથા પોકો ભગવાન બાબારામ નાઓ નાઇટ પેટ્રોલીંગમાં નીકળેલા દરમ્‍યાન બાતમી હકીકત મળેલ કે નડીયાદ ખાડ વાઘરીવાસમાં રહેતા યોગેશ વિષ્‍ણુભાઇ તળપદા નાઓને મહે.સબ ડીવી.મેજી.સા.શ્રી, ખેડા નાઓએ હદપાર કરેલ જે ઇસમે ખેડા,આણંદ,વડોદરા શહેર, અમદાવાદ શહેર, અમદાવાદ ગ્રામ્‍ય વિસ્‍તારમાંથી હદપાર અંગેનો હુકમ નં.૧૦/૧૪ તા.૨૫/૩/૧૪ નારોજ કરેલ અને તેને ભરૂચ જિલ્‍લાના અંકલેશ્વર ખાતે હદપાર દરમ્‍યાન રહેવાનું હોવા છતાં તે વિસ્‍તાર છોડી અત્રે ખેડા જિલ્‍લામાં નડીયાદ ખાતેના પોતાના રહેણાંક મકાને આવેલ હોવાની બાતમી આધારે રાત્રી દરમ્‍યાન છાપો મારી તેને ઝડપી લઇ તેના વિરૂધ્‍ધ નડીયાદ ટાઉન પો.સ્‍ટે. સે.ગુરનં.૨૯૮/૧૪ ગુજરાત પોલીસ એકટ-૧૪૨ મુજબ પો.કો.ભગવાનભાઇ નાઓએ ગુનો રજીસ્‍ટર કરાવેલ છે. જેની આગળની તપાસ નડીયાદ ટાઉન પોલીસ ચલાવી રહેલ છે.  

                            તેમજ સબ ડીવી.મેજી.શ્રી, ખેડા નાઓએ હદપાર કેસ નં.૩/૧૪ મુજબના કામના સામાવાળા મહેન્‍દ્રભાઇ સંતુભાઇ તળપદા રહે.નડીયાદ ખાડ વાઘરીવાસ નાઓને દિન-૪૫ માટે ખેડા આણંદ, અમદાવાદ, વડોદરા જિલ્‍લા/શહેર ખાતેથી હદપારનો હુકમ કરેલ અને તે હુકમ તેને બજવણી ન થાય તે માટે નાસતો ફરતો હતો તેને પણ રાત્રીના સમયે છાપો મારી એલ.સી.બી. પોલીસે ઝડપી લઇ મહેમદાવાદ પો.સ્‍ટે. આગળની કાર્યવાહી માટે સોંપેલ છે.

 

 

 

 

પ્રોહીબીશનના આરોપીની પાસા હેઠળ અટકાયત કરતી

એલ.સી.બી.ખેડા-નડીયાદ પોલીસ

તા.૧૮/૦૫/૧૪

                        જીતેન્‍દ્ર ઉર્ફે દિલીપ ઉર્ફે દિપો ચંદુભાઇ વાઘેલા રહે.ભઇજીપુરા, ચકલાસી તા.નડીયાદ નાઓ વિરૂધ્‍ધ ચકલાસી પો.સ્‍ટે. તથા આણંદ જિલ્‍લામાં પ્રોહી.ના ગુનાઓ દાખલ કરવામાં આવેલ જે અન્‍વયે પોલીસ અધિક્ષક શ્રી સચિન બાદશાહ નાઓએ પાસા દરખાસ્‍ત તૈયાર કરી જિલ્‍લા મેજી.શ્રી, ખેડા-નડીયાદ નાઓને મોકલતાં જિલ્‍લા મેજી.શ્રી, ખેડા-નડીયાદ નાઓના હુકમ નં.પીઓએલ(૧)/ પાસા/એસઆર/૨૩/૧૪ તા.૧૪/૫/૧૪ અન્‍વયે જીતેન્‍દ્ર ઉર્ફે દિલીપ ઉર્ફે દિપો ચંદુભાઇ વાઘેલા રહે.ભઇજીપુરા, ચકલાસી તા.નડીયાદનાઓની પાસા હેઠળ અટકાયત કરવા હુકમ થતા એલ.સી.બી. પો.ઇન્‍સ.શ્રી એમ.એ.ચૌધરી નાઓએ આજરોજ તા.૧૮/૦૫/૧૪ નારોજ કલાક ૧૩/૩૦ વાગે ચકલાસી મુકામેથી અટકાયત કરી જિલ્‍લા જેલ પાલનપુર મુકામે મોકલવા તજવીજ કરેલ છે.

ખેડા જિલ્‍લાની ટ્રાફીકની સમસ્‍યા ઉકેલવા પોલીસ અધિક્ષકશ્રીનાઓએ

પત્રકારોની યોજેલ મીટીંગ

તા.૧૮/૦૫/૧૪

                                    ખેડા જીલ્‍લાના પોલીસ અધીક્ષક શ્રી સચીન બાદશાહ સાહેબ નાઓએ તા.૧૭/૫/૧૪ નારોજ ખેડા જિલ્‍લાના પત્રકારોની મીટીંગ યોજી જણાવેલ છે કે ખેડા જિલ્‍લાના મુખ્‍ય મથક તરીકે ઓળખાતા નડીયાદ શહેરમાં ટ્રાફીકની સમસ્‍યા સાથે સાઇબર ક્રાઇમ, બેન્‍કમાં નાણાકીય વ્‍યવહાર, બંધ ઘરની સુરક્ષા માટે પોલીસને જાણ કરવામાં આળસ દાખવનાર વ્‍યકીતોએ હવે જાગૃતી કેળવવી પડશે. હકક માટે જેમ સૌ તત્‍પર રહો છો તેમ જવાબદારી પ્રત્‍યેની સભાનતા કેળવવાથી અનેક સમસ્‍યાઓ સહજ રીતે આવી શકે છે ત્‍યારે શહેર અને જિલ્‍લાના પ્રજાજનોનો સહકાર માંગતા ઉપરોકત સમસ્‍યાઓને ઉકેલવા માટે પોલીસ વડા સચીન બાદશાહ નાઓએ આ રીતે જણાવ્‍યા હતું.

                            નડીયાદ શહેરમાં છેલ્‍લા ઘણા વર્ષોથી ટ્રાફીક પાર્કીંગની સમસ્‍યાથી ખરડાયેલું છે. આ સમસ્‍યાનું કયારેય નિવારણ નહી આવે તેવું સૌ સમજી માની બેઠા છે. ત્‍યાર હવે નવયુકત જિલ્‍લા પોલીસ વડા સચિન બાદશાહ નાઓએ સૌ પ્રથમ નડીયાદ શહેરની ટ્રાફીક સમસ્‍યા મુકત કરવામાં અભિયાન ઉપાડયુ છે. આ માટે પોલીસ વડા સચિન બાદશાહ નાઓએ શહેર જિલ્‍લાના પ્રજાજનોને અપીલ કરતા જણાવ્‍યું છે કે શહેરમાં ટ્રાફીકની સમસ્‍યા હંગામી દબાણો જેવા કે લારીઘ ગલ્‍લાઓને પરીણામે સર્જાતી હતી આ લારી ગલ્‍લાને દુર કરવાનો પ્રયાસ થયો છે. હવે શહેરના જયાં ટ્રાફીક સર્કલ છે ત્‍યાં બ્‍લેક પોઇન્‍ટમાં ચોમેર વાહન પાર્કીંગના મોટા ખડકલા થતા જોવા મળી રહયા છે. ત્‍યારે આ શહેરના સર્કલ પાસે કોઇને પોતાનું વાહન નહી મુકવા માટેની ખાસ સુચના જારી કરવામાં આવી છે. બીજી શહેરમાં ધ્‍વીચક્રી વાહન ચાલકો માટે હેલ્‍મેટ ફરજીયાત બનાવવાનું અભિયાન હાથ ધરાયું છે.  હેલ્મેટ વિનાના કોઇપણ ચાલકને દંડ મેમો અપાશે તથા જે દુકાન સામે કોઇપણ પ્રકારનું પાર્કીંગ થયેલું હશે. તે દુકાનદારને બે વાર સામાન્‍ય સુચના આપ્‍યા બાદ કડક પગલા ભરાશે

                            બીજી છેલ્‍લા કેટલા સમયથી મોબાઇલ ઉપર અજાણ નંબરો તમોને ભોળવીને જુદી જુદી લાલચો આપીને તમારૂ નામ બેન્‍ક એકાઉન્‍ટ નંબર, પાનકાર્ડ નંબર વિગેરે માંગે છે. તમો ભોળપણમાં કે લાલચમાં તમારી બધી વિગત આપો છો. અને ત્‍યારબાદ છેતરાવ પણ છો. ત્‍યારે આ પ્રકારના અજાણ ફોનને કોઇપણ માહીતી નહી આપવાની પણ જાહેર જનતા જોગ સુચના આપવામાં આવે છે. કારણ કરે આ પ્રકારના સાઇબર ક્રાઇમના ગુના  કયારેય ઉકેલાતા નથી જેથી આ ગુનામાં પ્રજાજનો સ્‍વયં જાગૃતતા કેળવવા અનુરોધ કર્યો છે.

                            ત્રીજુ બેન્‍કમાં મોટા નાણાકીય વ્‍યવહાર કરવા જઇ રહયા હોય ત્‍યારે બેહનોએ પોતાની સાથે એક પુરૂષને સાથે રાખવો જોઇએ પુરૂષ હોય તો પણ તમામ સુરક્ષા સાથે બેન્‍કમાં જવું જોઇએ અને બેન્‍કમાંથી જો  વધુ નાણા લઇને નીકળતા હોય તો બેન્‍કના મેનેજરોએ પણ પોલીસને જાણ કરીને જે તે વ્‍યકીતીની ઇચ્‍છા હોય તેઓને સુરક્ષા આપવા માટે કટીબધ્‍ધ થવું જોઇએ જેનાથી બેન્‍કમાંથી નાણા લેવા જતા કે બેન્‍કમાં ભરવા જતા નાણાની લુંટની ઘટનાને આસાનીથી નિવારી શકાય તેમ છે.

                            ચોથું વેકેશન લગ્‍ન પ્રસંગે કે મોટા પ્રવાસે જતા કોઇપણ પરીવાર જનોએ પોતાનું મકાન બે કે ત્રણ દિવસથી વધુ બંધ રહેવાનું હોય તો તેની જાણ પોલીસને કરવાથી આ મકાન ઉપર વ્‍યકીતગત રીતે પોલીસ દેખરેખ રાખીને બંધ મકાનોને ટારગેટ બનાવીને ચોરી કરતા તસ્‍કરોને મળી જતું મોકળું મેદાન મળશે નહી. અને ગુનાઓ બનતા અટકશે. આ માત્રને માત્ર સામાન્‍ય પ્રકારની પ્રજા જાગૃતીના પરીણામો મોટી ક્રાઇમની ઘટનાઓને પણ અટકાવી શકાશે. અને તે પ્રજાજનોના હિતમાંજ છે.

                            નડીયાદમાં સમસ્‍યાને ઉકેલવા માટે ચાર પી.સી.આર.વાહનો ટુંક સમયમાં ફરતા થઇ જશે જે આધુનીક પ્રકારની તમામ સીસ્‍ટમથી જોડાયેલા હશે. જેમાં કેમેરા હશે જે શહેરની નાનામાં નાની હલનચલનને જાણવામાં મદદરૂપ બનશે ક્રાઇમ કરીને ભાગતા તત્‍વોને ઝડપવામાં સફળતા અપાવશે ઠેરઠેર પોલીસ દુર જતાં થતા પાર્કીગ અને હંગામી દબાણો પ્રત્‍યે નજર રાખશે. જેના કારણે શહેરમાં ઉપલબ્‍ધ ટ્રાફીકની તમામ સમસ્‍યાને નિવારવાનું આયોજન છે. જેમાં સહકાર આપવા સૌ જાહેર જનતા જોગ અપીલ કરવામાં આવેલ છે.

                            વેકેશનના સમય દરમ્‍યાન શાળામાં ફાળવેલ કોમ્‍પ્‍યુટર, એલ.સી.ડી, જેવા સાધનોની ચોરીઓ થતી ધ્‍યાને આવતાં તકેદારીના ભાગ રૂપે શિક્ષણ તંત્રને આ અંગે તકેદારી રાખવા તેમજ આ સાધનો યોગ્‍ય સલામાત સ્‍થળે ખસેડવા જાણ કરવામાં આવેલ છે.

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
પોલીસ સેવાઓ
સીનીયર સિટીઝન માટે
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર
સીનીયર સીટીજ્ન માટે

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર        |     પ્રતિભાવ 

Last updated on 06-06-2016