ખેડા જીલ્લા પોલીસ સાફલ્યગાથા
(અઠવાડિક તા. ૩૦/૧૨/૨૦૧૩ થી તા.૦૫/૦૧/૨૦૧૪)
ડાકોર પોલીસ સ્ટેશન
ડાકોર પો.સ્ટે.ની અત્રીના ડાકોર રણછોડજી મંદિરે તા.૦૫/૦૧/૧૪ ના રોજ રવિવાર હોય લાખોની સંખ્યામાં દર્શનાર્થીઓ આવતા હોય છે જે અંગે પોલીસ અધિકારીશ્રીઓ તેમજ પોલીસ માણસો ધ્વારા ખુબજ સારો બંદોબસ્ત થાય અને કોઇ અનિચ્છનીય બનાવ ન બને તેમજ દર્શનાર્થીઓ તેમના વાહનો મારફતે આવતા હોય તેઓને કોઇપણ પ્રકાર ની ટ્રાફિક ની અવ્યવસ્થા ઉભી ન થાય જે અંગે વધારાના ટ્રાફીક પોઇન્ટ મુકવામાં આવેલ છે અને દર્શનાર્થીઓના નાના બાળકો તથા વૃધ્ધો દર્શન કરતી વખતે વિખુટા પડી જાય તો તેઓને મંદિરના કંન્ટ્રોલ રૂમ માંથી માઇક ધ્વારા એલાઉન્સ કરી જે તે મા-બાપ તથા સગા સબંધીઓને મળી રહે તથા પીકપોકેટીગ ના બનાવો ન બને તે સારુ પ્લેન કલોથમાં પોલીસ માણસો મુકી આવા બનાવો બનતા અટકાવવી સારી કામગીરી કરેલ છે.
એલ.સી.બી. ખેડા-નડીયાદ
પ્રેસ નોટ
ખેડા પોલીસના વોન્ટેડ બુટલેગર રમેશ મારવાડી તથા અન્ય સાત ઇસમોની
પરપ્રાંતના દારુના વિપુલ ખજથ્થા સાથે ધરપકડ
ખેડા ટાઉન પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં.૪૧૯/૧૩ પ્રોહીએકટક.૬૬(૧) બી, ૬૫ એ,ઇ,૬૭ એ વિગેરે મુજબના ગુનાના કામે કુલ મુદ્દામાલ રૂ.૪૪,૯૫,૧૫૦/- નો કેસ બે માસ ઉપર થયેલ જે ગુનામાં આરોપી રમેશ મારવાડી વોન્ટેડ હતો અને ગઇ કાલ તા.૨૩/૧૨/૧૩ નારોજ ખેડાએસ.પી.શ્રી મકરંદ ચૌહાણ સા.શ્રીએ આ વોન્ટેડ આરોપીને કપડવંજ ડી.વાય.એસ.પી. શ્રી વી.જે.પટેલ સાહેબ તેમજ એલ.સી.બી. પો.ઇન્સ. એમ.એ.ચૌધરી તથા મહેમદાવાદ સી.પી.આઇ. આર.જી.દેસાઇ તથા મહેમદાવાદ પો.સ.ઇ.ગરાસીયા વિગેરેને રમેશ મારવાડીને પકડી પાડવા સુચના આપેલ જે આધારે તમામ અધિકારીઓ મહેમદાવાદ ખાતે મળી સંયુકત ઓપરેશન હાથ ધરી વોન્ટેડ આરોપી રમેશ મારવાડી ની હકીકત મેળવતાં તેની દારૂની પ્રવૃતિ ચાલુ હોવાની માહીતી મળતાં પંચોના માણસો સાથે નૈનપુર ચોકડી પાસે માધવી રાઇસ મીલ સામે બાતમી વાળી જગ્યાએ તમામ અધિકારીઓ તેઓના સ્ટાફ સાથે ચારેય તરફથી કોર્ડન કરી મોટા લોખંડના દરવાજાએથી અંદર પ્રવેશ કરી વોન્ટેડ આરોપી (૧) રમેશ વરઘાજી મારવાડી તથા બીજા ૭ ઇસમો જગ્યા ઉપરથી ધરપકડ કરી તેઓની પાસેથી મોબાઇલ નંગ-....................... તથા દારૂનો જથ્થો ................................. તથા વાહન .......................... વિગેરે મળી કુલ્લે રૂ........................../- ના વિપુલ મુદામાલ સાથે સ્થળ ઉપરથી પકડાઇ જતાં તેઓના વિરૂધ્ધમાં મહેમદાવાદ પો.સ.ઇ.શ્રી ગરાસીયા નાઓએ ફરીયાદ આપતા મહેમદાવાદ ખાતે ગુનો રજીસ્ટર કરી આ દારૂ કયાંથી કોનીપાસેથી લાવેલ અને કયાં આપવાનો હતો તે બાબતેની આરોપીની પુછપરછ હાથ ધરવામાં આવેલ છે. ઉપરોકત આરોપી રમેશ મારવાડી ખેડા ટાઉન પો.સ્ટે. સિવાય અન્ય જિલ્લાઓમાં પણ વોન્ટેડ હોવાની માહીતી પ્રાપ્ત થયેલ છે. જે તમામ આરોપીઓને નામદાર કોર્ટમાં રજુ કરી તેઓના પોલીસ રીમાન્ડ મેળવવા અંગેની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહેલ છે.
કપડવંજ ટાઉન પોલીસ સ્ટેશન
તા.૨૪/૧૨/૨૦૧૩ ના રોજ કપડવંજ પ્રાથમિક કન્યા શાળાના બાળકોને અત્રેના પોલીસ સ્ટેશન દ્વારા વડોદરા આજવા નિમેટા અને કમાટીબાગ ખાતે બાળકોને શૈક્ષણીક પ્રવાસ તથા પીકનીકનો કાર્યક્રમ રાખવામાં આવેલ. જેમાં બાળકોને હરવા ફરવા તથા ચા નાસ્તો ભોજનની વ્યવસ્થા પોલીસ તરફથી કરવામાં આવેલ.
નડીયાદ ટાઉન પોલીસ સ્ટેશન
(૧) નડીયાદ ટાઉન પો.સ્ટે. ગઇ તા.૩૦/૧૨/૧૩ ના રોજ રાતના કલાક ૧૨/૩૦ વાગ્યાના સુમારે નડીયાદ શહેરના અતી શંવેદનસીલ ગણાતા નડીયાદ નાવા રાવપુરા તથા વ્હોરવાડના છોકરાઓ વચ્ચે રસ્તામાં ક્રીકેટ રમવા બાબતે તથા વાહન સ્પિડમાં ચલાવવા બાબતે ઝધડો હિન્દુ તથા મુસ્લીમ કોમના ટોળાએ સામસામે પથ્થર મારો કરતા આ બનેલ બનાવની તાત્કાલીક જાણ અત્રેના પો.સ્ટે ના પોલીસ માણસો તાત્કાલીક સ્થળ ઉપર પહોચી જઇ ટોળાને કંટ્રોલ કરી ત્રણ ચાર માણસોને સ્થળ ઉપર પાકડી પડી વધુ મોટો બનાવ બનતા અટકાવેલ અને ન.ટા.ફ.ગુ.ર.નં.૧૭૪/૧૩ તથા ફ.ગુ.ર.નં.૧૭૫/૧૩ આઇ.પી.સી.કલમ ૧૪૩,૧૪૭,૧૪૮,૩૩૭,૫૦૪,૫૦૬(૨) મુજબ ગુનો દાખલ કરી બાકીના માણસોને ટુક સમયમાં પકડી પડી કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે.
(ર) ગઇ તા.૦૩/૦૧/૧૪ ના રોજ સવારના સાડા દસેક વાગે નડીયાદ કોલેજ રોડ ઉપર આવેલ શીતવંદન કોમ્પલેક્ષ માં ઓફીસ ધરાવતા અતુલભાઇ રામભાઇ પટેલના શીતવંદન ઇન્ફ્રાસ્ટ્રકચરની ઓફિસમાં કેટલાક અજાણ્યા માણસો ધુસી જઇ માર મારે છે.તેવી જાણ થતા તાત્કાલીક સ્થળ ઉપર પહોચીને ઓફિસમાં ઓફિસના માલીક અતુલભાઇ પટેલ ઉપર હુમલો કરનાર નૈનેશભાઇ સુભાષભાઇ પટેલ તથા અન્ય તેર જેટલા અજાણ્યા ઇસમોને સ્થળ ઉપરથી અથીયારો સાથે પકડી લઇ ન.ટા.ફ.ગુ.ર.નં.૧/૧૪ આઇ.પી.સી.કલમ. ૧૪૩,૧૪૭,૧૪૮,૪૫૨,૩૨૩,૫૦૪,૫૦૬(૨)મુજબ ગુનો દાખલ કરી તમામ આરોપી ઓને પકડી પાડેલ છે.
વિરપુર પોલીસ સ્ટેશન
વિરપુર પો.સ્ટે.ગુમ જાણવા જોગ નંબર ૦૫/૨૦૧૩ સ્ટેશન ડા.એ.નં ૧૩/૨૦૧૩ તા. ૩૦/૧૨/૨૦૧૩ કલાક ૧૧/૧૫ આધારે જાહેરાત આપનાર માનાજી ફોજાજી વણજારા રહે. વિરપુર પોલીસ સ્ટેશન પાછળ તા. વિરપુર જી.ખેડા નાની દિકરી નામે નીલમબેન માનાજી વણજારા ઉ.વ.૧૮,૫-માસ,૨૫-દિવસ.રહે. વિરપુર તા.વિરપુર જી.ખેડા ઉચાઇ આશરે ૫ ફુટ શરીરે મજબુત બાંધાનાં રંગે ઘઉ વર્ણી જેઓ તા.૨૮/૧૨/૧૩ના કલાક: ૧૩/૦૦ ના સમય દરમ્યાન ઇટવાડે જઉ છું તેમ કહી જતી રહેલ જે જે ગુમ થનાર નીલમબેન તેના કુંટુંબી કાકા ઇશ્વરભાઇ લાલજીભાઇ વણજારા રહે.વડાગામ (સોનપુરા)તા.ધનસુરા.જી.અરવલ્લી.નાઓના ઘરેથી તપાસ દરમ્યાન તા.૦૩/૦૧/૨૦૧૪ના રોજ પરત મળી આવેલ.છે.જે ગુમ થનારના વાલી વારસોને પરત સોપેલ છે.
|