હું શોધું છું

હોમ  |

સાફલ્યગાથા
Rating :  Star Star Star Star Star   

ખેડા જીલ્લા પોલીસ સાફલ્યગાથા

(અઠવાડિક તા. ૨૩/૧૨/૨૦૧૩ થી તા.૩૦/૧૨/૨૦૧૩)

ડાકોર પોલીસ સ્ટેશન

                        ડાકોર પો.સ્ટે.ની અત્રીના ડાકોર રણછોડજી મંદિરે તા.૨૯/૧૨/૧૩ ના રોજ રવિવાર હોય લાખોની સંખ્યામાં દર્શનાર્થીઓ આવતા હોય છે જે અંગે પોલીસ અધિકારીશ્રીઓ તેમજ પોલીસ માણસો ધ્વારા ખુબજ સારો  બંદોબસ્‍ત થાય અને કોઇ અનિચ્‍છનીય બનાવ ન બને તેમજ દર્શનાર્થીઓ તેમના વાહનો મારફતે આવતા હોય તેઓને કોઇપણ પ્રકાર ની ટ્રાફિક ની અવ્‍યવસ્‍થા ઉભી ન થાય જે અંગે વધારાના ટ્રાફીક પોઇન્‍ટ મુકવામાં આવેલ છે અને દર્શનાર્થીઓના નાના બાળકો તથા વૃધ્ધો દર્શન કરતી વખતે વિખુટા પડી જાય તો તેઓને મંદિરના કંન્‍ટ્રોલ રૂમ માંથી માઇક ધ્વારા એલાઉન્‍સ કરી જે તે મા-બાપ તથા સગા સબંધીઓને મળી રહે તથા પીકપોકેટીગ ના બનાવો ન બને  તે સારુ પ્‍લેન કલોથમાં પોલીસ માણસો મુકી આવા બનાવો બનતા અટકાવવી સારી કામગીરી કરેલ છે.

એસ.ઓ.જી. ખેડા-નડીયાદ

 પ્રેસનોટ                                                          

                        તા.૨૮/૧૨/ર૦૧૩ ના રોજ કલાક ૧ર/૩૫ વાગે પોલીસ કંન્ટ્રોલ રૂમ ખેડા-નડીયાદનાઓને હિન્‍દી ભાષામાં ટેલીફોનથી જણાવેલ કે ’’ સ્‍વામીનારાયમણ મંદિર,વડતાલ ખાતે બોમ્‍બ મુકવામાં આવેલ છે.’’  તેવી હકિકત અજાણ્યા મોબાઇલ ફોન નં. ૮૭૩૩૯૦૧૫૧૩ થી જણાવેલ જે અનુસંધાને પોલીસ કન્‍ટ્રોલ રૂમ તરફથી  પોલીસ અધિક્ષકશ્રીનાઓને જાણ કરતાં તેઓશ્રીની સૂચના અન્‍વયે શ્રી પી.પી.અસારી ના.પો.અધિ.મુ.મ. ખેડા-નડીયાદનાઓને વડતાલ ખાતે પહોચવા સૂચના કરેલ તથા કન્‍ટ્રોલ રૂમનો હવાલો પોલીસ ઇન્‍સ્‍પેકટરશ્રી ડી.આર.પટેલ નડીયાદ પશ્ચિમ પો.સ્‍ટે.નાઓને સંભાળી લીધેલ તેમજ ઉપરોક્ત મેસેજ મળતા કન્‍ટ્રોલ રૂમ તરફથી શ્રી એન.એ.દેસાઇ, પો.સ.ઇ ચકલાસી પોસ્‍ટે.નાઓને હકિકતની જાણ કરી વડતાલ, સ્‍વામીનારાયણ મંદિર ખાતે મોકલી આપેલ ત્‍યારબાદ પોલીસ ઇન્‍સ્‍પેકટરશ્રી એસ.ઓ.જી., પોલીસ ઇન્‍સ્‍પેકટરશ્રી એલ.સી.બી. તથા પો.સ.ઇ.શ્રી એસ.ઓ.જી.નાઓને પોતાની ટીમો સાથે તથા પો.સ.ઇ.શ્રી બી.ડી.ડી.એસ., ક્યુ.આર.ટી. અને એફ.એસ.એલ. અધિકારીશ્રી ડી.એમ.પટેલ તેમજ સરકારી ફોટો ગ્રાફર તેમજ જિલ્‍લાના વહીવટી તંત્રને પણ જાણ કરવામાં આવેલ અને વડતાલ ખાતે પહોચવા તુર્તજ જાણ કરવામાં આવી અને જિલ્‍લાના અગત્‍યના વાઇટલ ઇન્‍સ્‍ટોલેશન ધરાવતા પોલીસ સ્‍ટેશનના થાના ઇન્‍ચાર્જશ્રીઓને વાહન ચેકીંગ અને સઘન પેટ્રોલીંગ કરવા કન્‍ટ્રોલ તરફથી સુચના આપવામાં આવી. તમામ ટીમો સમયસર ઝડપથી વડતાલ ખાતે પહોચી શ્રી પી.પી.અસારી નાયબ પોલીસ અધિક્ષક મુખ્‍ય મથક ખેડા-નડીયાદ અને ઇન્‍સીડન્‍ટ કમાન્‍ડન્‍ટનાઓને રીપોર્ટ કર્યો. ત્‍યારબાદ જુદી જુદી સર્ચ ટીમો દ્વારા સ્‍વામીનારાયણ મંદિર પરીસરને સર્ચ કરવામાં આવેલ અને તે દરમ્‍યાન બે શંકાસ્‍પદ કાગળના બોક્સ મળી આવેલ જેની બી.ડી.ડી.એસ. ટીમે પોતાની પાસેના ઇક્વિટમેન્‍ટ વડે ખરાઇ કરતાં બોમ્‍બ હોવાનું જણાઇ આવતાં બન્ને બોમ્‍બને સુરક્ષા અને સલામતી હેઠળ જગ્‍યા પરથી હટાવી ડીસ્‍પોઝ કરવામાં આવ્‍યા આ સમગ્ર પ્રક્રિયા પુર્ણ થતાં ઇન્‍ચાર્જ પોલીસ અધિક્ષકશ્રી અને ઇન્‍સીડન્‍ટ કમાન્‍ડન્‍ટ શ્રી પી.પી.અસારી સાહેબે જણાવેલ કે પોલીસ અધિક્ષક શ્રી મકરંદ ચૌહાણ સાહેબની સુચના મુજબ આ એક મોકડ્રીલ યોજવામાં આવેલ હતુ અને પોલીસ કર્મચારીઓ એસ.ઓ.પી. મુજબ કામ કરી સફળ રીતે મોકડ્રીલ પુરૂ કરેલ છે.

                        આ મોકડ્રીલ દરમ્‍યાન શ્રીમતિ નિયતી ઉત્‍સવ પ્રાંત અધિકારી, નડીયાદ, શ્રી એ. જે.વરસાત ડીઝાસ્‍ટર મામલતદાર, શ્રી એસ.એ.મલેક નાયબ મામલતદાર, નડીયાદ ગ્રામ્ય, શ્રી ડી.એમ.મોદી સિવીલ સર્જન સિવીલ હોસ્‍પીટલ નડીયાદ તેમજ જિલ્લા વહીવટી તંત્રના આર.ટી.ઓ. અધિકારીશ્રી નડીયાદ, એન્‍જીનીયરશ્રી માર્ગ અને મકાન,નડીયાદ, માહિતી અધિકારીશ્રી માહિતી ભવન, નડીયાદ તેમજ ૧૦૮ ઇમર્જન્‍સી મોબાઇલ તથા ફાયર બ્રિગેડ નડીયાદનાઓ હાજર રહેલ.

                        શરૂઆતમાં પોલીસ અધિકારીઓ અને પોલીસ ટીમોને વડતાલ સ્‍વામીનારાયણ મંદિર ખાતે આવેલ હોવાનું જાણી આજુ બાજુના સ્‍થાનિક લોકોમાં કુતૂહલ સાથે ભયનું વાતાવરણ સર્જાયેલ પરંતુ આ એક મોકડ્રીલ હોવાનું જણાતા તમામે નિરાંતનો શ્વાસ લીધેલ.

એલ.સી.બી. ખેડા-નડીયાદ

પ્રોહિ./ જુગાર ડ્રાઇવ દરમ્‍યાન દારૂના બુટલેગરો ઉપર ત્રાટકતી

 એલ.સી.બી.ખેડા નડીયાદ પોલીસ પ્રેસ નોટ તા.૧/૧૨/૨૦૧૩

                       

                        પોલીસ અધિક્ષક ખેડા-નડીયાદનાઓએ પ્રોહિ./જુગારની અશરકારક કામગીરી કરવા સારૂ તેમજ આવી બદીને નેસ્‍તનાબુદ કરવા સારૂ તા. ૨૭/૧૧/૨૦૧૩ થી તા. ૫/૧૨/૨૦૧૩ સુધી પ્રોહિ./જુગારની ડ્રાઇવનુ આયોજન કરેલ. જે સંદર્ભે પો.ઇન્‍સ./પો.સ.ઇ. એલ.સી.બી. નાઓની સુચના મુજબ એલ.સી.બી.ખેડા-નડીયાદ સ્‍ટાફની અલગ અલગ ટીમો દ્વારા જીલ્લામા જુદાજુદા પો.સ્ટે.મા દારૂના કેસો કરવામા આવેલ જેમા

(૧) નડીયાદ પશ્ચિમ પો.સ્ટે. ખાતે ૩ દેશી દારૂનો કેસ કરવામા આવેલ જેમા ૨૨૦૦ લી. વોશ કિ.રૂ. ૪૪૦૦/- તથા ૨૩ લી. દેશી દારૂ કિ.રૂ. ૪૬૦/- સાથે  ત્રણ આરોપી (૧) શકુબેન દીલીપભાઇ વાલાભાઇ તળપદા રહે. નડીયાદ રામતલાવડી  (૨) હિનાબેન વા/ઓ જીગ્નેશભાઇ રમણભાઇ  તળપદા રહે. નડીયાદ સુંદરકુઇ સીમ, (૩) મીનાબેન વા/ઓ રાજુભાઇ રમણભાઇ  તળપદા રહે. નડીયાદ સુંદરકુઇ સીમ તથા તથા પીપ કિ.રૂ. ૧૦૦૦/- તથા (૨)કઠલાલ ખાતે ૨૦૦૦ લી. વોશ કિ.રૂ. ૪૦૦૦/- નો બિનવારસી નાશ કરેલ તથા (૩) નડીયાદ ટાઉન ખાતે ૧ દેશી દારૂનો ચાલુ ભઠ્ઠી નો કેસ કરવામા આવેલ જેમા ૨૨૦૫ લી. વોશ કિ.રૂ. ૪૪૧૦/- તથા ૧૧૦ લી. દેશી દારૂ કિ.રૂ. ૨૨૦૦/- તથા ભઠ્ઠીના સાધનો કિ.રૂ. ૧૩૦૦-/ સાથે એક આરોપી  ચીમનભાઇ બુધાભાઇ તળપદા  રહે. નવા બીલોદરા રોડ, કર્મવીર નગર સામેને તથા (૪) મહેમદાવાદ ખાતે ૧ દેશી દારૂનો કેસ કરવામા આવેલ જેમા ૧૫૦ લી. દેશી દારૂ કિ.રૂ. ૩૦૦૦/- તથા  સીએનજી રીક્ષા કિ.રૂ. ૭૦,૦૦૦-/ તથા મોબાઇલ ફોન / રોકડ રૂ. ૭૦૦/- સાથે ત્રણ આરોપી (૧) સુનીલભાઇ ચીમનભાઇ તળપદા (૨) જડીબેન ઇન્‍દુભાઇ જેઠાભાઇ તળપદા તથા (૩) ભાનુબેન શંકરભાઇ મોતીભાઇ તળપદા તમામ રહે. નડીયાદ ખાડ વાઘરીવાસ નાઓને પકડી અટક કરી કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.    

                આમ, પ્રોહિ./જુગાર ડ્રાઇવ દરમ્‍યાન એલ.સી.બી. દ્વારા કુલ ૬૪૦૫ લી. વોશ કિ.રૂ. ૧૨૮૧૦/-  તથા ૨૮૩ લી. દેશી દારૂ કિ.રૂ. ૫૬૬૦/- તથા  સીએનજી રીક્ષા કિ.રૂ. ૭૦,૦૦૦-/ તથા મોબાઇલ ફોન / રોકડ રૂ. ૭૦૦/- તથા ભઠ્ઠીના સાધનો કિ.રૂ. ૨૩૦૦-/ મળી કુલ્લે ૯૧,૪૭૦/- નો પ્રોહિ. મુદ્દામાલ કબ્જે અગર નાશ કરવામા આવેલ છે. અને હાલમા આ ડ્રાઇવ ચાલુ હોય વધુ અશરકારક કામગીરી કરવા પેટ્રોલીંગ ચાલુ છે.

મહેમદાવાદ ખાતે પ્રોહિ./ જુગાર ડ્રાઇવ દરમ્‍યાન જુગારનો કવોલીટી કેસ કરતી

એલ.સી.બી.ખેડા નડીયાદ પોલીસ પ્રેસ નોટ તા.૨/૧૨/૨૦૧૩

                        પોલીસ અધિક્ષક ખેડા-નડીયાદનાઓએ પ્રોહિ./જુગારની અશરકારક કામગીરી કરવા સારૂ તેમજ આવી બદીને નેસ્‍તનાબુદ કરવા સારૂ તા. ૨૭/૧૧/૨૦૧૩ થી તા. ૫/૧૨/૨૦૧૩ સુધી પ્રોહિ./જુગારની ડ્રાઇવનુ આયોજન કરેલ. જે સંદર્ભે પો.ઇન્‍સ./પો.સ.ઇ. એલ.સી.બી. નાઓની સુચના મુજબ એલ.સી.બી.ખેડા-નડીયાદ સ્‍ટાફની અલગ અલગ ટીમો દ્વારા જીલ્લામા જુદાજુદા પો.સ્ટે.મા દારૂના કેસો કરી કુલ  ૬૪૦૫ લી. વોશ કિ.રૂ. ૧૨૮૧૦/-  તથા ૨૮૩ લી. દેશી દારૂ કિ.રૂ. ૫૬૬૦/- તથા  સીએનજી રીક્ષા કિ.રૂ. ૭૦,૦૦૦-/ તથા મોબાઇલ ફોન / રોકડ રૂ. ૭૦૦/- તથા ભઠ્ઠીના સાધનો કિ.રૂ. ૨૩૦૦-/ મળી કુલ્લે ૯૧,૪૭૦/- નો પ્રોહિ. મુદ્દામાલ કબ્જે અગર નાશ કરવામા આવેલ છે. અને હાલમા આ ડ્રાઇવ ચાલુ હોય વધુ અશરકારક કામગીરી કરવા પેટ્રોલીંગ ચાલુ હતી  દરમ્‍યાન મહેમદાવાદ ખાતે એક મોટા જુગારની મળેલ માહીતી આધારે   પો.ઇન્‍સ./પો.સ.ઇ. એલ.સી.બી. તથા તમામ સ્‍ટાફ ભોઇવાડાની પાછળ છાપરામા રેઇડ કરતા કુલ ૧૪ આરોપીઓને ઝડપી પાડેલ. જેમા (૧) રજ્જાકભાઇ ઉર્ફે કાભઇભાઇ આદમભાઇ વોરા (૨) કાનતીભાઇ ધુળાભાઇ રાણા (૩) મનુભાઇ ઉર્ફે મોદી પોપટભાઇ રાવળ (૪) ઝહીરભાઇ અલાઉદ્દીન મલેક (૫) અશ્વીનભાઇ ઇશ્વરલાલ શાહ (૬) મનુભાઇ મોહનભાઇ ચૌહાણ (૭) બાબુમીયા અકબરમીયા શેખ (૮) ભીખાભાઇ રાયસીંગભાઇ સોઢા (૯) અલ્તાફ આદમભાઇ મન્‍સુરી (૧૦) શૈલેષકુમાર રમણભાઇ ચૌહાણ (૧૧) અયાજુદ્દીન ગુલામયુદ્દીન શેખ (૧૨)મનીષ વિનોદચંન્દ્ર પરમાર  (૧૩) ભાવેશ વજેસીહ સોઢા (૧૪) મહંમદહનીફ અહેમદભાઇ શેખ તમામ રહે. મહેમાવાદ નાઓને કુલ ૧૫ મોબાઇલ કિ.રૂ. ૧૮,૨૦૦/- તથા દાવ ઉપરના રૂ. ૩૭૦૦/- તથા અંગ જડતીના રૂ. ૧૬,૬૦૦/- તથા પત્તા પાનાના ચાર બોક્ષ રૂ. ૬૦૦/- મળી કુલ રૂ. ૩૯,૧૦૦/- નો મુદ્દામાલ હસ્‍તગત કરી જુગારનો એક કવોલીટી કેસ કરવામા આવેલ છે.

                        આમ, તા. ૨૭/૧૧/૨૦૧૩ થી તા. ૫/૧૨/૨૦૧૩ સુધીની  પ્રોહિ./જુગારની ડ્રાઇવમા એલ.સી.બી. દ્વારા કુલ ૧,૩૦,૫૭૦/- નો મુદ્દામાલ હસ્‍તગત કરેલ છે. અને હાલમા આ ડ્રાઇવ ચાલુ હોય વધુ અશરકારક કામગીરી કરવા પેટ્રોલીંગ ચાલુ છે.

વલસાડ જીલ્લાના પારડી પોલીસ સ્‍ટેશનો નાસતો ફરતો આરોપીને પકડતી પાડતી

 એલ.સી.બી.ખેડા-નડીયાદ પોલીસ પ્રેસનોટ તા.૧૮/૧૨/૧૩

                        ખેડા જીલ્‍લાના પોલીસ અધીક્ષક મકરંદ ચૌહાણ સાહેબનાઓની સુચના મુજબ જીલ્‍લામાં મુખ્‍યત્‍વે નાસતા ફરતા આરોપીઓને તેમજ મિલકત સબંધી ગુન્‍હાઓ બનતા અટકાવવા તથા બનેલ ગુન્‍હાઓ શોધી કાઢવા એલસીબી પો.ઇન્‍સ.શ્રી એમ.એ. ચૌધરી સાહેબનાઓને આપેલ સુચના અને માર્ગદર્શન અન્‍વયે એલ.સી.બી.સ્ટાફના એએસઆઇ યાકુબમીયા મલેક તથા  પોકો ચંદ્રકાન્ત તથા પોકો વિનોદકુમાર, તથા પો.કો. ભગવાન તથા પોકો અમનુલ્લા વિગેરે પોલીસ માણસો સાથે પેટ્રોલિંગ દરમ્યન પોકો ચંદ્રકાન્તને મળેલ બાતમી આધારે બાલાસીનોર બસ સ્ટેશન પાસેથી વલસાડ જીલ્લાના પારડી પો.સ્ટે.ના ફ.ગુ.નં.૭/૦૬ ઇપીકો ૪૬૭,૪૬૮,૪૭૧,૪૭૨,૪૭૪,૧૨૦બી,મુજબ ના કામના ગુન્હાનો નાસતો ફરતો આરોપી મુસ્તુફા ઉર્ફે સલીમ હકીમુદીન ટીમ્બાવાળા (વ્હોરા) રહે.બાલાસીનોર વ્હોરવાડ જીલ્લો ખેડા નાને સીઆરપીસી કલમ ૪૧(૧)આઇ મુજબે તા.૧૮/૧૨/૧૩ રોજ પકડી અટક કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
પોલીસ સેવાઓ
સીનીયર સિટીઝન માટે
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર
સીનીયર સીટીજ્ન માટે

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર        |     પ્રતિભાવ 

Last updated on 30-12-2013