હું શોધું છું

હોમ  |

સાફલ્યગાથા
Rating :  Star Star Star Star Star   

ખેડા જીલ્લા પોલીસ સાફલ્યગાથા

(અઠવાડિક તા. ૨૫/૧૧/૨૦૧૩ થી તા.૦૧/૧૨/૨૦૧૩)

       

  

પેરોલ ફર્લો ખેડા-નડીયાદ

 પ્રેસનોટ

મહેમદાવાદ પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૧૭૮/૧૨ ઇ.પી.કો. કલમ ૨૭૯,૩૩૭ એમ.વી.એક્ટ ૧૭૭,૧૮૪ મુજબના ગુનાના કામનો નાસતો ફરતો ફરાર આરોપી ઝડપી પાડતી એબ્‍સકોન્‍ડર સ્‍કવોડ ખેડા-નડીયાદ

 

            ખેડા જીલ્‍લાના પોલીસ અધિક્ષક શ્રી.નાઓએ ખેડા જીલ્‍લા તેમજ બહારના જીલ્લાના  નાસતા ફરતા તથા પેરોલ ફર્લો વચગાળાના જામીન અને પોલીસ જાપ્‍તામાંથી ફરાર થયેલ આરોપીઓને પકડી પાડવા સુચના અને માર્ગદર્શન આપતા તેમની સુચના આધારે એબ્‍સકોન્ડર સ્ક્વોડના પો.સ.ઇ. એ.જે.ચૌહાણ તથા તેમના સ્ક્વોડના હે.કો.મજીદખાન અનારખાન તથા પો.કો રાજેશભાઇ પ્રહલાદભાઇ તથા પો.કો. તન્‍મયભાઇ પાઉલભાઇ ડ્રા.પો.કો. દિવ્યાંગભાઇ કિરીટભાઇ વગેરે પોલીસ માણસો સાથે નાસતા ફરતા તથા પેરોલ ફર્લો વચગાળાના જામીન ઉપરથી ફરાર આરોપીઓને પકડી પાડવા પેટ્રોલીંગમાં નિકળેલા દરમ્યાન પો.સ.ઇ. શ્રી એ.જે.ચૌહાણ નાઓને તેમના અંગત બાતમીદારથી બાતમી મળેલ કે, મહેમદાવાદ પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૧૭૮/૧૨ ઇ.પી.કો. કલમ ૨૭૯,૩૩૭ એમ.વી.એક્ટ ૧૭૭,૧૮૪ મુજબના કામનો નાસતો ફરતો આરોપી પુનમભાઇ રઇજીભાઇ સોલંકી (પરમાર) રહે. રૂદણ તા.મહેમદાવાદ જી.ખેડાનાનો રૂદણ પોતાના ગામે આવવાનો છે તેવી ચોક્કસ બાતમી હોય જે આધારે રૂદણ ગામે આવેલ રૂદણ થી બીલીયાની મુવાડી જવાના રસ્તા ઉપર ઉભેલ હોવાની ચોક્કસ બાતમી આધારે સદર આરોપીનાને રૂદણ થી બીલીયાની મુવાડીના જવાના રસ્તા ઉપર તળાવ પાસે તપાસ કરતા મળી આવતા કાયદેસરની કાર્યવાહી કરી આરોપીને તા.૨૯/૦૯/૨૦૧૩ મહેમદાવાદ પો.સ્‍ટે. સ્‍ટે.ડા એન્‍ટ્રી નં.   /૧૩ કલાક ૨૧/૫૫ વાગે પકડી અટક કરી મહેમદાવાદ પો.સ્ટે. આગળની ઘટીત કાર્યવાહી થવા સોંપવામાં આવેલ છે. 

 

કપડવંજ ટાઉન પોલીસ સ્ટેશન

 

        કપડવંજ ટાઉન પો.સ્ટે.માં તા.૨૦/૧૧/૨૦૧૩ ના રોજ કપડવંજ જીવનશીલ્પ કેમ્પસ ખાતે આનંદ મેળો યોજાયેલ આ મેળામાં અત્રેના પો.સ્ટે. તરફથી આપ સા.ની સુચના મુજબ સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત હથીયાર પ્રદર્શન રાખવામાં આવેલ. જેમાં સુરક્ષા સેતુ સોસાયટી અંગર્ગત જાહેર જનતાની પ્રવર્તનમાન સમયમાં સુરક્ષા અને સલામતીને ધ્યાને રાખી, નાગરીકોને ટ્રાફીકના નીયમો  આપની સલામતી માટે છે. તેનું પાલન કરવા બાબતેના ૨૦૦૦ નંગ પેમ્ફલેટ ની સદર આનંદ મેળામાં સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત ટ્રાફીક અંગે જાગૃતી લાવવા સારૂ પબ્લીકમાં વહેંચણી કરી પ્રસિધ્ધી કરવામાં આવેલ છે.  

 

 

 

 

 

 

 

 

મહુધા પોલીસ સ્ટેશન

 

                        (૧) તા.૨૪/૧૧/૨૦૧૩  ના રોજ મહુધા પો.સ્‍ટે.વિસ્‍તારના પોલીસ મિત્રો તથા વાહન ચાલકોને મહુધા નૂતન વર્ષ નિમિત્તે બોલાવી ‘‘સ્નેહ મિલન‘‘ નુ  આયોજન કરવામાં હતું.

બિડાણ – ફોટો ગેલેરી

 
     
 
     

 

                                                                                                                                     


                (૨) તા.૨૬/૧૧/૨૦૧૩ ના રોજ મહુધા પો.સ્ટે. ગુમ જાણવા જોગ નં.૭/૨૦૧૩ તા.૨૨/૧૧/૨૦૧૩  ના રોજ  ગુમ થનાર રમીલાબેન  D/O કાંતિભાઇ મેકવાન ઉ.વ.૨૮ નાની તા.૨૬/૧૧/૨૦૧૩ ના  રોજ પરત મળી આવતા તેઓના વાલી વારસોને  પરત સોપવામાં આવેલ છે.

બિડાણ – ફોટો ગેલેરી

 

 

 

 

 

 

 

                (૩) તા.૨૬/૧૧/૨૦૧૩ ના’ રોજ એક અજાણી  છોકરી નામે જ્ઞાનદેવી D/O ઘનશ્યામકુમાર કોલ ઉ.વ.૧૭ રહે.ગામ.મોજરા,તા.તેઉથલ,જી.રીવા (મધ્યપ્રદેશ) ની હોવાનુ હિન્દીમાં જણાવે છે અને તે ક્યાંથી આવેલ છે અને ક્યાં  જવાની  છે. તે બાબતે કોઇ સ્પષ્ટ હકીકત જણાવતી  ન હતી અને પોતે  હિન્દી ભાષા બોલતી હતી અને તેનુ ઉચ્ચારણ સ્પષ્ટપણે કરતી ન હોય અને ગુજરાતમાં કેમ અને કોની સાથે આવેલી છે. તે બાબતે કોઇ હકીકત જણાવતી ન હોય અને ગુજરાતી ભાષા સમજી  શકતી  ન હોય. જે મળી આવતા તેણીને તા.૨૭/૧૧/૨૦૧૩ ના રોજ માતૃછાયા અનાથ આશ્રમ, નડીયાદ ખોતે મોકલી  આપવામાં આવેલ છે.  

બિડાણ – ફોટો ગેલેરી

 

 

 

 

ડાકોર પોલીસ સ્ટેશન

 

                ડાકોર રણછોડજી મંદિરે તા.૧/૧૨/૧૩ ના રોજ રવિવાર હોય લાખોની સંખ્યામાં દર્શનાર્થીઓ આવતા હોય છે જે અંગે પોલીસ અધિકારીશ્રીઓ તેમજ પોલીસ માણસો ધ્વારા ખુબજ સારો  બંદોબસ્‍ત થાય અને કોઇ અનિચ્‍છનીય બનાવ ન બને તેમજ દર્શનાર્થીઓ તેમના વાહનો મારફતે આવતા હોય તેઓને કોઇપણ પ્રકાર ની ટ્રાફિક ની અવ્‍યવસ્‍થા ઉભી ન થાય જે અંગે વધારાના ટ્રાફીક પોઇન્‍ટ મુકવામાં આવેલ છે અને દર્શનાર્થીઓના નાના બાળકો તથા વૃધ્ધો દર્શન કરતી વખતે વિખુટા પડી જાય તો તેઓને મંદિરના કંન્‍ટ્રોલ રૂમ માંથી માઇક ધ્વારા એલાઉન્‍સ કરી જે તે મા-બાપ તથા સગા સબંધીઓને મળી રહે તથા પીકપોકેટીગ ના બનાવો ન બને  તે સારુ પ્‍લેન કલોથમાં પોલીસ માણસો મુકી આવા બનાવો બનતા અટકાવવાની સારી કામગીરી કરેલ છે.

 

 

ખેડા ટાઉન પોલીસ સ્ટેશન

 

                અરજદારશ્રી જીબાબેન ફુલજીભાઇ પરમાર ઉવ.૬૦ રહે.મહીજ તા.જી.ખેડા નાઓની જમીન સામાવાળા રામીબેન ભીખાભાઇ રાણાભાઇ રહે.મહીજ તા.જી.ખેડા નાઓ ઘણા વર્ષો પહેલા ઉપરોકત અરજદારની જમીન ખાતા નં.૧૪૨૨ બ્‍લોક નં.૧૮૬૦ વાળી જમીન વીલ અનુ નં.૧૮૫ થી રજીસ્‍ટર કરી લઇ સામાવાળા જમીન પચાવી પાડવા માટે એકત્રીકરણ થતાં આપ સાહેબની કચેરીએથી ઉપરોકત અરજી આવતાં અમોએ સદર અરજદારબેન જીબાબેન નાઓના ગામે જઇ રૂબરૂ મુલાકાત લેતા તેઓ અંધ હોય અને આ જમીન પચાવી પાડવા માટે સામાવાળા રામીબેન ભીખાભાઇ રાણાભાઇ રહે.મહીજ નાઓ તથા બીજા ’છ’ નાઓને અમારી ઓફીસે બંન્‍ને પક્ષકારોને બોલાવી બંન્‍ને પક્ષકારોની રજુઆતો સાંભળી આ જમીન બાબતે સામાવાળાઓના નિવેદનો લીધા અને તેઓને આ જમીન અંગે અરજદાર અંધ હોય જેથી આ ઉપરોકત નંબરવાળી જમીન અરજદારશ્રી જીબાબેનને સોંપી અને અરજદારને સંતોષ આપી અને અરજદાર અને સામાવાળા બંન્‍ને પક્ષકારો વચ્‍ચે સમજુતી કરી જમીનનો કબજો સામાવાળાએ છોડી દઇ અરજદાર જીબાબેન ફુલાજી પરમાર ઉવ.૬૦ ના વૃધ્‍ધ ઉમંર ના અને તેઓને બંન્‍ને આંખોએ દેખાતુ ન હોય જેથી સામાવાળા પાસેથી જમીનનો કબજો પરત અરજદારને સોપવામાં આવેલ.

 

 

 

 

 

 

 

 

                   

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
પોલીસ સેવાઓ
સીનીયર સિટીઝન માટે
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર
સીનીયર સીટીજ્ન માટે

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર        |     પ્રતિભાવ 

Last updated on 02-12-2013