હું શોધું છું

હોમ  |

ઈમરજન્સી સેવા ૧૦૮
Rating :  Star Star Star Star Star   

૧૦૮

લોકોના જાન-માલ અને સુરક્ષા કાજે ૧૦૮ શરૂ કરવામાં આવેલી ઈમરજન્સી સેવાઓ

 આ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર રાજ્ય સરકારની ભાગીદારથી ગુજરાત રાજ્યમાં 29મી ઓગષ્ટ્ર 2007ના દિવસથી 108 ઈમરજન્સી સેવા શરૂ કરવામાં આવી હતી. શરૂઆતમાં 15 એમ્બ્યૂલન્સ સાથે શરૂ થયેલી આ સેવા ફક્ત ગાંધીનગર અને અમદાવાદ શરૂ થઈ હતી. પરંતુ આ સેવાનો બહોળો વપરાશ જોઈને આ સેવા સમગ્ર ગુજરાતના જિલ્લાઓમાં શરૂ કરવામાં આવી હતી. અને હાલના દિવસોમાં 403 જેટલી એમ્બ્યૂલન્સ કાર્યરત છે.

ગુજરાતમાં કેન્દ્ર્ સરકાર, રાજ્ય સરકાર અને જીવીકે ગૃપ દ્વારા ચાલતી ૧૦૮ ની ઇમરજનસી સેવામાં હાલ ૪૦૩ એમ્બ્યુલન્સો જોડાયેલી છે. ગુજરાત સરકારે વધુ ૫૦ એમ્બ્યુલન્સનો ઉમેરો કરવા માટે આરોગ્યી વિભાગના બજેટમાં જોગવાઇ કરી છે.

 

અત્યાર સુધી ૨૯ મહિનામાં ૧૦૮ દ્વારા ૧૨,૮૬,૫૩૧ ઇમરજન્સી સેવાઓ પૂરી પાડવામાં આવી છે. જેમાં ટ્રાફિક એક્સીડન્ટ ને લગતા ૧,૯૫,૯૬૩ કિસ્સા , ગર્ભાવસ્થા ને લગતા ૩,૮૧,૭૨૮ કિસ્સા, હ્રદયરોગને લગતા ૫૫,૯૪૮ કિસ્સા, ઝેરી અને જંગલી પ્રાણી કરડવાને લગતાં ૨૨,૫૪૦ બનાવો, બેભાનાવસ્થાના ૩૫,૩૧૬ કિસ્સા , આગ તથા દાઝવાના ૮૭૪૬ બનાવો સામેલ છે.

 

કઠવાડા ખાતે નવું રિસ્પોન્સ સેન્ટર સ્થાપવામાં આવેલ છે.  જેનાથી ગુજરાતના અંતરિયાળ વિસ્તાર સુધી પીડિતો સુધી પહોંચવામાં મદદ મળશે. અત્યારે રાજ્ય સરકાર સાથે જાહેર ખાનગી ભાગીદારીથી ૪૦૦ એમ્બ્યુલન્સ ગુજરાતના ૨૨૬ તાલુકાની ૬.૫ કરોડ વસતિને આ સેવા અપાઈ રહી છે. 108 સેવાએ કામગીરી શરૂ કર્યા બાદ અત્યાર સુધીમાં ૮.૭૨ પીડિતોને સેવા આપી છે અને 38,000 લોકોના જીવ બચાવ્યા છે. તે દરરોજ ૨૩૨૦ ઇમરજન્સી કેસમાં કામગીરી કરે છે અને 98થી વધુ લોકોના જીવ બચાવે છે. બે વર્ષની કામગીરી દરમિયાન 108 સેવામાં ૧૩૩ નવી એમ્બ્યુલન્સ ઉમેરવામાં આવી હતી અને તેની કુલ સંખ્યા ૪૦૦ થઈ હતી. સાર્વજનિક ખાનગી ભાગીદારીના સફળ નમૂના તરીકે આ સેવામાં હાલ પ્રત્યેક એમ્બુલેન્સ પાંચ આકસ્મિક કેસોને સંભાળવામાં આવી રહ્યાં છે. દેશમાં ૧૦૮ ઈઆરએસને શરૂ કરનારા પ્રથમ રાજ્ય આંધ્ર પ્રદેશને પણ આ સ્તર પર પહોંચવા માટે ૨૧ માસનો સમય લાગ્યો હતો. જ્યારે ગુજરાતે માત્ર નવ માસની અંદર પોતાના લક્ષ્ય સુધી પહોંચી ગયું છે.

 

ઈંડિય પબ્લિક હેલ્થ સ્ટેંડર્ડના નિયમ મુજબ 108 એમ્બુલેંસ સેવા શહેરના દરેક વર્ગના લોકો માટે છે. આ સેવાને અતિઆવશ્યક સેવાના રૂપમાં માનવામાં આવી છે. 

- 24 કલાક ચાલૂ રહેનારી એબૂલેંસ સેવા, કોલ કરતા થોડી જ વારમાં શહેરના કોઈ પણ વિસ્તારમાં પહોંચી જાય છે. 

- એમ્બૂલેંસમાં ઈમરજંસી કિટ્સ હોય છે જેવા કે સ્ટ્રેચર, ઈફ્યૂજન પંપ, નેબૂલાઈઝર, મોબીલાઈજેશન ડિવાએસ, ઓસ્ટ્રીકલ કિટ, એંબૂ બેગ, આઈવી સેટ, ઓક્સીઝન સિલેંડર, ડિસ્પોઝલ સિરીંજ, યૂરો બેગ, લેરિગોસ્કોપ(ટ્યૂબ લગાવનારી બેગ) અને મોનીટરિંગ અને ડિફીબ્રીલેટર. જેમા નર્સ, મેલ નર્સથી લઈને બધા સ્પેશ્યાલિટી ધરાવતા કર્મચારી હોય છે
રાજ્ય સરકારની ભાગીદારીથી શરૂ થયેલ 108 સેવા અનેક પ્રકારે સેવા આપવા માટે જાણીતી છે.આ સેવાનો   સૌથી વધુ ઉપયોગ અકસ્માત કેસમાં થતો હોય છે તેમ લોકો માને છે. પરંતુ છેલ્લા પાંચ વર્ષોમાં ચરોતરમાં 108 સેવાનો ઉપયોગ બાળકોના ઓનવ્હીલ જન્મ માટે થયો છે. સામાન્ય રીતે બાળકોનો જન્મ હોસ્પિટલમાં થતો હોય છે. પરંતુ ખેડા-આણંદ જિલ્લામાં 1500થી વધુ બાળકોનો જન્મ ઓનવ્હીલ થયો છે.

ગુજરાતના અન્ય જિલ્લાઓની જેમ છેલ્લા પાંચ વર્ષથી ચરોતરના ખેડા-આણંદ જિલ્લામાં 108 સેવા કાર્યરત છે. જે વિવિધ પ્રકારે સેવા આપી રહી છે. પરંતુ અહીં અકસ્મતા કેસની સાથે પ્રેગનન્સી કેસ માટે 108 સેવાનો સૌથી વધુ ઉપયોગ થયો છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર 108 સેવા મેડિકલ ઈમરજન્સીની જેમ પ્રેગનન્સીને લગતા કેસો પણ હેન્ડલ કરે છે.

અત્યાર સુધીમાં ખેડા જિલ્લામાં 974 કેસ હેન્ડલ કરવામાં આવ્યાં  છે. જેમાં અત્યાર સુધીમાં આ આંકડો 1580 જેટલો થઈ ગયો છે.  આ આંકડો જોઈને કહી શકાય છેકે પ્રેગનન્સી સેવા અનેક લોકો માટે આશિર્વાદ સમાન સાબિત થઈ છે.  
વર્ષ ૨૦૧૧ ની કરેલ કામગીરી ની માહિતી
કુલ એમ્‍બ્યુલન્સ ૪૫૩
વસતિ સમાવિષ્‍ટ ૬.૧૦ કરોડ
કુલ ઇમરજન્‍સી  ૨૧૨૦૩૯૩
પ્રસૃતિ સબંધિત ઇમરજન્સી  ૬૯૮૬૨૩
માર્ગ અકસ્માત સબંધિત ઇમરજન્સી ૩૩૧૫૬૨
હ્રદય રોગ સબંધિત ઇમરજન્‍સી ૧૦૭૦૨૮
શ્ર્વાસો શ્ર્વાસ સબંધિત ઇમરજન્‍સી ૧૦૧૨૫૫
જીવલેણ પરીસ્‍થિતી કુલ બચાવેલ જીદંગી ૧૦૩૩૫૫

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
પોલીસ સેવાઓ
સીનીયર સિટીઝન માટે
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર
સીનીયર સીટીજ્ન માટે

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર        |     પ્રતિભાવ 

Last updated on 14-07-2012