પોલીસ અધિક્ષક, ખેડા
http://www.spkheda.gujarat.gov.in

લક્ષ્ય અને હેતુઓ

7/18/2025 8:15:36 AM

લક્ષ્‍ય અને હેતુઓ

            પોલીસ અધિક્ષકશ્રી રાજય સરકારશ્રીના ગૃહ વિભાગના તાબા હેઠળ આવતા જિલ્લા પોલીસ દળના વડા છે. પોલીસ તંત્રનો મૂળ ઉદ્દેશ કાયદો અને વ્યવસ્થાની જાળવણી અને લોકોના જાનમાલની સુરક્ષા કરવાનો છે.

                        જિલ્લાના નાગરિકોની સુરક્ષા, કાયદો અને વ્યવસ્થા, તંત્રનું સંચાલન અને દેખરેખ કુદરતી આપત્તિઓમાં સહકાર, જાહેર તહેવારો તથા મેળાઓમાં બંદોબસ્તની વ્યવસ્થા જાળવવા પોલીસ તંત્ર કાર્ય કરે છે. લોકશાહીના આધારસ્તંભ ગણી શકાય તેવી ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા, વિધાનસભા, લોકસભાની ચૂંટણીઓ દરમિયાન તથા આંદોલનો તથા હુલ્લડ દરમિયાન બંદોબસ્ત જાળવવાની તથા પોલીસ થાણાંઓમા જાહેર થતા ગુનાઓ/બનાવો તથા આવતી અરજીઓ વગેરેની તપાસ કરવાની કાર્યવાહી પોલીસ તંત્ર કરે છે. વૈજ્ઞાનિક પદ્ધતિઓનો ઉપયોગ કરી ગુનાઓ શોધવાની અને પુરાવાઓ એકત્ર કરી ગુનેગારને સજા કરાવવાની કાર્યવાહી પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવે છે.

                        ગુનાખોરી રોકવા અંગે જીલ્લામાં બનતા ગુનાઓ ખાસ કરીને ખુન,ખુનની કોશીશ,,બળાત્‍કાર,જેવા ગંભીર ગનાઓમાં તપાસનુ ધોરણ ઉચું લાવી કન્‍વીકશન રેટ (સાબિતનો રેશીયો) ૩ ટકા જેટલો વધે  તે મુજબની તપાસ કાર્યવાહી અને ખાસ કરીને કોર્ટ કાર્યવાહીમાં તકેદારી રાખવામાં આવે છે. તથા ધાડ-લુંટ,ઘરફોડ ચોરી,ચોરીઓ જેવા મિલ્‍કત વિરૂદ્ધના ગુના શોધવાનુ ધોરણ ઓછામાં ઓછુ પ ટકા જેટલુ ઉચું લાવવા પ્રયત્નો કરવામાં આવી રહેલ છે.

                        વર્ષ ૨૦૧૫ દરમ્યાન ખેડા જીલ્લા મીસીંગ સેલ દ્વારા જીલ્લા બાળ સુરક્ષા એકમ સાથે સંકલન રાખીને ગુમ વ્યક્તિ/બાળકોને શોધવા માટે સબંધીતના ઘરે જઇને પુછપરછ થકી તપાસ કરીને શોધવાની કામગીરી કરવામાં આવે છે. તેમજ ‘‘ઓપરેશન સ્માઇલ’’ દ્વારા દરેક પો.સ્ટે. વિસ્તારમાં નક્કી કરેલ ટીમ દ્વારા બસ સ્ટેશન, રેલવે સ્ટેશન, અનાથ આશ્રમ, જાહેર સ્થળો, ધાર્મિક સ્થળો, થીયેટર, બાંધકામના સ્થળે જેવી વિવિધ જાહેર જગ્યાઓ પર સ્થળ મુલાકાત લઇ રખડતા/ભટકતા સગીર વયના બાળકોની ચકાસણી કરી તેમના સ્‍વજનો સુધી પહોંચાડવાની કામગીરી કરવામાં આવે છે.