પોલીસ અધિક્ષક, ખેડા
http://www.spkheda.gujarat.gov.in

સાફલ્યગાથા

6/7/2025 6:04:17 PM

 

ખેડા જીલ્લા પોલીસ સાફલ્યગાથા

(અઠવાડિક તા.૧૫/૦૨/૨૦૧૬ થી તા.૨૧/૦૨/૨૦૧૬)

 

એલ.સી.બી. શાખા ખેડા-નડીયાદ

 

કપડવંજના કાપડીવાવ ખાતેથી બે આરોપીઓને કુલ  રૂ.૭,૬૨,૮૪૦/- નો વિદેશી દારૂ ઝડપી પાડી પ્રોહિબીશનનો ગણનાપાત્ર કેસ ઝડપી પાડતી એલ.સી.બી. ખેડા નડીયાદ પોલીસ

પ્રેસ નોટ તા.૧૫/૨/૨૦૧૬

 

                        શ્રી મનિન્દર સિંહ પવાર પોલીસ અધિક્ષકનાઓએ આગામી નગરપાલીકાની ચુંટણી તેમજ પોલીસ મહાનિદેશકશ્રી નાઓએ જીલ્લામા દારૂ/ જુગારની બદીને નેસ્તનાબુદ કરવા માટે પરીણામલક્ષી કામગીરી કરવા સારૂ આપેલ સુચના જે સંદર્ભે તા. ૧૪/૨/૧૬ ના રોજ શ્રી ડી.એ.ચૌધરી ઇ.પો.ઇન્સ.એલ.સી.બી તથા સ્ટાફના  ઇ.પો.સબ ઇન્સ. જે.આર.પટેલ, એ.એસ.આઇ કેશુભાઇ, પો.કો. ધર્મપાલસિહ, પો.કો. ચિંતનકુમાર, પો.કો. ચંન્દ્રસિહ  વિગેરે એલ.સી.બી. સ્‍ટાફના પોલીસ માણસો સાથે પેટ્રોલીંગમા નીકળેલા અને કપડવંજ રૂરલના પો.કો. હેમંતકુમાર તથા પો.કો. દશરથસિહ સાથે કાપડીવાવ ચોકડી આવતા શ્રી ડી.એ.ચૌધરી ઇ.પો.ઇન્સ.એલ.સી.બી નાઓને મળેલ બાતમી હકીકત આધારે (૧) સતીશભાઇ નિગેભાઇ ગોડાસ ઉ.વ.૩૨ રહે.મુળ બાલેહિન્નુર પો.પ.સકલેષપુરા જી-હાસન બેંગ્લોર હાલ રહે.બીચ્છુવાડા રાજસ્થાન (૨)  મંજુનાથ ચન્દ્રશંકર દેવાંગ ઉ.વ.૨૩ રહે.મુદીયાપ્પા બડાવન્ને કડુર તા.કડુર જી-ચિકમાગલોર કર્ણાટક હાલ રહે.બિચ્છુવાડા રાજસ્થાન નાઓને પોતાના કબ્જા ભોગવટાની બોલેરો પિકપ ગાડી નંબર જી.જે.૨૩ વાય.૪૪૯૪ માં વગર પાસપરમીટે પરપ્રાન્તના ઇગ્‍લીશ દારૂના જુદા-જુદા માર્કાની બોટલો ભરેલ પેટીઓ નંગ ૧૫૬ બોટલો નંગ ૨૯૮૮ કીંમત રૂ.૫,૫૭,૦૪૦/- તથા ગાડીની કીંમત રૂ.૨,૦૦,૦૦૦/- તથા રોકડા રૂ.૪૮૦૦/- તથા મોબાઇલ ફોન નંગ ૨ કીંમત રૂ.૧૦૦૦/- મળી કુલ્‍લે રૂ.૭,૬૨,૮૪૦/- ના મુદ્દમાલ સાથે હેરાફેરી કરી લઇ જતા સ્થળ ઉપરથી પકડી પાડેલ. સદર મુદ્દામાલનો  જથ્થો સુનિલભાઇ રહે. રાજસ્થાન વીછીવાડાનાએ ભરી આપેલાની હકીકત જણાવેલ.આ બાબતે સાથેના એ.એસ.આઇ કેશુભાઇ નાઓએ સદર આરોપીઓ વિરૂદ્ધ કપડવંજ રૂરલ પો.સ્ટે.પ્રોહી.ગુ.રનં.૬૮/૨૦૧૬ પ્રોહી.એકટ કલમ ૬૬(૧) બી, ૬૫ એઇ, ૬૭ એ,૧૧૬બી, ૮૧, ૯૯ મુજબ ફરીયાદ આપેલ છે. આ ગુનાની આગળની વધુ તપાસ  શ્રી જે.આર.પટેલ પો.સબ.ઇન્સ. એલ.સી.બી.ખેડા નડીયાદ નાઓ કરી રહેલ છે.

 

 

 

 

મહેમદાવાદ જીભાઇપુરા સીમમમાથી જુગાર રમતા કુલ ૫ જુગારીયાઓને  કુલ્લે રોકડ રૂ. ૩૨૩૦૦/- સાથે ઝડપી પાડી જુગારનો ગણનાપાત્ર કેસ  ઝડપી પાડતી એલ.સી.બી. ખેડા નડીયાદ પોલીસ

પ્રેસ નોટ તા.૧૫/૨/૨૦૧૬

 

                        શ્રી મનિન્દર સિંહ પવાર પોલીસ અધિક્ષકનાઓએ આગામી નગરપાલીકાની ચુટણી તેમજ પોલીસ મહાનિદેશકશ્રી નાઓએ જીલ્લામા દારૂ/ જુગારની બદીને નેસ્તનાબુદ કરવા માટે પરીણામલક્ષી કામગરી કરવા સારૂ આપેલ સુચના મુજબ શ્રી ડી.એ.ચૌધરી ઇ.પો.ઇન્સ.એલ.સી.બી નાઓએ પોતાના સ્ટાફને કામગીરી કરવા જણાવેલ જે સંદર્ભે તા. ૧૪/૨/૧૬ ના રોજ એલ.સી.બી. સ્ટાફના એ.એસ.આઇ. સરફરાજહુસેન, પો.કો. ભગવાનભાઇ, પો.કો. અમરાભાઇ, પો.કો. ગીરીશભાઇ, પો.કો. સંદિપ, પો.કો. અમાનુલ્લાહ, વિગેરે એલ.સી.બી. સ્ટાફના પો.માણસો તથા મમહેમદાવાદ પો.સ્ટે.ના હેઙકો. મનહરભાઇ તથા પો.કો. શંકરભાઇ નાઓ સાથે એલ.સી.બી. સ્ટાફના એ.એસ.આઇ સરફરાજહુસેન નાઓને મળેલ બાતમી હકીકત આધારે  મહેમદાવાદ ખાતેના નડીયાદ રોડ ઉપર આવેલ જીભાઇપુરા સીમમાથી જાહેરમા જુગાર રમતા કુલ (૫) આરોપીઓ (૧)આરીફભાઇ અલારખા વ્હોરા રહે.મે.વાદ દાળની ખરી તા.મે.વાદ  (૨) રાજુભાઇ ઉર્ફે ડેની સીરાજભાઇ વ્હોરા રહે.વ્હોરા સોસા. તા.મે.વાદ(૩) મેહમુદમીયા નબીમીયા શેખ રહે.મે.વાદ ખાત્રજ દરવાજા તા.મે.વાદ (૪) વિજયભાઇ પતામ્બરભાઇ રોહિત રહે.ખાત્રજ રોહિતવાસ તા.મે.વાદ (૫) ગુલામમયુદીન ઉર્ફે પેપર અબ્દુલકાદર વ્હોરા રહે.મોટી વ્હોરવાડ તા.મે.વાદ નાઓને જુગાર રમવાના સાધનો પત્તા પાના નંગ ૫૨ તથા દાવ ઉપરથી રોકડ રૂ/ ૪૨૦૦/- તથા પાચેય ઇસમોની અંગ જડતીમાંથી મળેલ રોકડ રૂ/ ૨૮૧૦૦/- મળી કુલ્‍લે રૂ/ ૩૨૩૦૦/- સાથે સ્થળ ઉપરથી ઝડપી લીધેલ આ બાબતે પો.કો. ભગવાન બાબારામ  નાઓએ જુગાર ધારા કલમ ૧૨ મુજબ ફરિયાદ આપતા મહેમદાવાદ પો.સ્ટે. જુગારધારા મુજબનો ગુનો રજી. કરાવી આગળની વધુ તપાસ એ.એસ.આઇ સરફરાજહુસેન નાઓ કરી રહેલ છે.