ખેડા જીલ્લા પોલીસ સાફલ્યગાથા
(અઠવાડિક તા.૦૮/૦૨/૨૦૧૬ થી તા.૧૪/૦૨/૨૦૧૬)
એલ.સી.બી. શાખા ખેડા-નડીયાદ
કપડવંજ મોઇનપાર્ક સોસાયટીમાથી જુગાર રમતા કુલ ૬ જુગારીયાઓને ઝડપી પાડતી
એલ.સી.બી. ખેડા નડીયાદ પોલીસ
પ્રેસ નોટ તા.૧૩/૨/૨૦૧૬
શ્રી મનિન્દર સિંહ પવાર પોલીસ અધિક્ષકનાઓએ આગામી નગરપાલીકાની ચુટણી તેમજ પોલીસ મહાનિદેશકશ્રી નાઓએ જીલ્લામા દારૂ/ જુગારની બદીને નેસ્તનાબુદ કરવા માટે પરીણામલક્ષી કામગરી કરવા સારૂ આપેલ સુચના મુજબ શ્રી ડી.એ.ચૌધરી ઇ.પો.ઇન્સ.એલ.સી.બી નાઓએ પોતાના સ્ટાફને કામગીરી કરવા જણાવેલ જે સંદર્ભે તા. ૧૨/૨/૧૬ ના રોજ એલ.સી.બી. સ્ટાફના એ.એસ.આઇ કેશુભાઇ, પો.કો. ધર્મપાલસિહ, પો.કો. ચિંતનકુમાર, વિગેરે એલ.સી.બી. સ્ટાફના પોલીસ માણસો પેટ્રોલીંગમા નીકળેલા દરમ્યાન ફરતા ફરતા કપડવંજ આવતા સાથેના પો.કો. ધર્મપાલસિહ નાઓને મળેલ બાતમી હકીકત આધારે કપડવંજ મોઇનપાર્ક સોસાયટીમા ખુલ્લામા જાહેરમા જુગાર અંગે રેઇડ કરતા પત્તા પાના પૈસા વડે જુગાર રમતા કુલ ૬ ઇસમો (૧) શબ્બીરભાઇ મહંમદભાઇ ભઠીયારા (૨) ઐયુબભાઇ અનવરભાઇ મિર્ઝા (૩) સાજીદભાઇ અબ્દુલમજીદ શેખ (૪) મહંમદઅલી કાસમભાઇ ભઠીયારા (૫) મુસ્તાકભાઇ હસનભાઇ શેખ (૬) મકસુદભાઇ અમદુભાઇ ભઠીયારા તમામ રે. કપડવંજ નાઓને સ્થળ ઉપરથી રોકડ રૂ. ૮૨૫૦/- તથા પત્તા પાના નંગ-૫૨ સાથે સ્થળ ઉપરથી ઝડપી લીધેલ આ બાબતે પો.કો. ધર્મપાલસિહ નાઓએ જુગાર ધારા કલમ ૧૨ મુજબ ફરિયાદ આપતા કપડવંજ ટાઉન પો.સ્ટે. જુગારધારા મુજબનો ગુનો રજી. કરાવી આગળની વધુ તપાસ કપડવંજ ટાઉન પો.સ્ટે. કરી રહેલ છે.
તા. ૧૦/૨/૨૦૧૬ ના રોજ નડીયાદ પશ્ચિમ પો.સ્ટે. વિસ્તારના રહીશોનો
લોક દરબારનો કાર્યક્રમ રાખવા બાબત.
પ્રેસનોટ તા.૦૯/૦૨/૨૦૧૬
પોલીસ અધિક્ષક શ્રી મનિન્દર પ્રતાપ સિંહ પવાર ખેડા-નડીયાદ નાઓએ નડીયાદ પશ્ચિમ પો.સ્ટે.ની વાર્ષિક તપાસણીને અનુલક્ષીને નડીયાદ પશ્ચિમ પો.સ્ટે. વિસ્તારના રહીશોની લોકફરીયાદો ના નિવારણ માટે તથા તેમને પડતી તકલીફોને સાંભળવા માટે આવતીકાલ તા. ૧૦/૨/૨૦૧૬ ના રોજ કઃ ૧૧/૦૦ વાગે વલ્લભનગર ચાર રસ્તા, મહાદેવ મંદિર ખાતે લોક દરબારનુ આયોજન કરેલ છે. સદર લોક દરબારમા પોલીસ અધિક્ષક શ્રી મનિન્દર પ્રતાપ સિંહ પવાર નાઓ પધારનાર છે. જેથી નડીયાદ પશ્ચિમ પો.સ્ટે. વિસ્તારના રહીશો તથા તમામ પ્રેસ /મીડીયાના કર્મચારી સભ્યોને પધારવા આથી જાહેર આમંત્રણ આપવામા આવે છે.