ર.૭ જીલ્લા પોલીસતંત્રના જીલ્લા બ્લોક વગેર સ્તરોએ સંસ્થાગત મળવાનો આલેખ (જયાં લાગુ પડતું હોય ત્યાં) --
પોલીસ અધિક્ષક
|
â
|
નાયબ પોલીસ અધિક્ષક મુંખ્ય મથક
|
â
|
â
|
â
|
નાયબ પોલીસ અધિક્ષક નડીયાદ વિભાગ
|
નાયબ પોલીસ અધિક્ષક કપડવંજ વિભાગ
|
â
|
â
|
â
|
â
|
â
|
â
|
સીપીઆઈ માતર
|
સીપીઆઈ ડાકોર
|
પોલીસ ઈન્સ. નડીયાદ ટાઉન
|
સીપીઆઈ મહેમદાવાદ
|
સીપીઆઈ કપડવંજ
|
પોલીસ ઇન્સ્. બાલાસીનોર
|
પો.સ.ઇ માતર પો.સ્ટે.
|
પો.સ.ઇ ચકલાસી પો.સ્ટે.
|
પોલીસ ઈન્સ.મહિલા પો.સ્ટે
|
પો.સ.ઇ મહેમદાવાદ પો.સ્ટે.
|
પો.સ.ઇ કપડવંજ રૂરલ પો.સ્ટે.
|
પોલીસ ઈન્સ.કપડવંજ ટાઉન પો.સ્ટે.
|
પો.સ.ઇ લીંબાસી પો.સ્ટે.
|
પો.સ.ઇ ઠાસરા પો.સ્ટે.
|
પોલીસ ઈન્સ.નડીયાદ રૂરલ પો.સ્ટે
|
પો.સ.ઇ ખેડા ટાઉન પો.સ્ટે.
|
પો.સ.ઇ આંતરસુબા પો.સ્ટે.
|
-
|
પો.સ.ઇ વસો પો.સ્ટે.
|
પો.સ.ઇ ડાકોર પો.સ્ટે.
|
-
|
પો.સ.ઇ મહુધા પો.સ્ટે.
|
પો.સ.ઇ વિરપુર પો.સ્ટે.
|
-
|
પો.સ.ઇ નડીયાદ પશ્ચિમ પો.સ્ટે.
|
|
-
|
પો.સ.ઇ કઠલાલ પો.સ્ટે.
|
|
-
|
ર.૮ પોલીસ તંત્રની અસરકારકતા અને કાર્યક્ષમતા વધારવા માટેની લોકો પાસેથી અપેક્ષાઓ
પોલીસ તંત્રની અસરકારકતા અને કાર્યક્ષમતા વધારવા માટે લોક સહકાર ખુબ જ જરૂરી છે. લોકોના સહકાર વિના પોલીસ અસરકારક રીતે ફરજ બજાવી શકતી નથી લોકોએ પ્રવર્તમાન તમામ કાયદાઓનું પાલન કરવું જોઈએ અને કાયદેસરના તમામ નિયમોનું પાલન કરવું જોઈએ અકસ્માતમાં ઈજા પામનારાઓને ત્વરીત હોસ્પીટલ લઈ જવા અને બનાવની પોલીસને જાણ કરવી જોઈએ વિસ્તારમાં શંકાસ્પદ માણસોની હીલચાલ અંગે તથા ગુના/બનાવ સબંધી તુર્તજ પોલીસને માહીતી આપવી જોઈએ બાતમી આપનાર વ્યકિતનું નામ ગુપ્ત રાખવામા આવતુ હોય છે. કોઈ પણ સંજોગોમાં બાતમીદારનું નામ જાહેર કરવામાં આવતુ ન હોઈ લોકોએ નિર્ભય પ્રમાણે પોલીસની કામગીરીમાં સહકાર આપવો જોઈએ
કાયદા અનુસાર લોકોની ફરજો નીચે મુજબ છે. -
· બોમ્બે પોલીસ એકટ,કલમ ૬૮ અનુસાર ફરજ અદા કરતી વખતે પોલીસ અધિકારીએ કરેલા વ્યાજબી હુકમ મુજબ વર્તવા તમામ નાગરીકો બંધાયેલા છે.
· ક્રિ.પ્રો.કો.ક.૩૭ અનુસાર નિચેની બાબતો અંગે મેજીસ્ટ્રેટ અગર પોલીસ અધિકારી વ્યાજબીરીતે કોઈ વ્યકિતની મદદ માગે ત્યારે તે વ્યકિત મદદ કરવા બંધાયેલ છે.
o જે વ્યકિતને પકડવાની મેજીસ્ટ્રેટ કે પોલીસ અધિકારીને સત્તા હોય તે વ્યકિતને પકડવામા અથવા નાસી જતી અટકાવવા માટે
o સુલેહશાંતિનો ભંગ થતો અટકાવવા અથવા ડામી દેવા માટે
o રેલ્વે,નહેર,ટેલીગ્રાફ,તારવ્યવહેવાર,અથવા જાહેર મિલ્કતને નુકશાન પહોચાડવાની થતી કોશીષ અટકવવા માટે .
· ક્રિ.પ્રો.કો.ક. ૩૯ અનુસાર ભારતના ફોજદારી અધિનિયમની નિચે જણાવેલ કલમો મુજબના શિક્ષા પાત્ર ગુનો થયાની અથવા તે કરવાના અન્ય કોઈ વ્યકિતના ઈરાદાની માહીતી હોયતો તે દરેક વ્યકિત વ્યાજબી કારણના હોયતો નજીકમાં નજીકના મેજીસ્ટ્રટને કે પોલીસ અધિકારીને ખબર આપવા બંધાયેલ છે.
o કલમ ૧ર૧ થી ૧ર૬ અને ૧૩૦(રાજય વિરુઘ્ધના ગુના)
o કલમ ૧૪૩,૧૪૪,૧૪પ,૧૪૭, અને ૧૪૮(સુલેહ શાંતિ વિરુઘ્ધના ગુના)
o કલમ ૧૬૧ થી ૧૬પ (ગેર કાયદેસર લાભને લગતા ગુના)
o કલમ ર૭ર થી ર૭૮ (ખાવા પીવાની વસ્તુ અને ઔષધી વિગેરેમાં ભેળસેળ ને લગતા ગુના)
o કલમ ૩૦ર,૩૦૩,૩૦૪,(માનવ શરીરને અસર કરતા ગુના)
o કલમ ૩૬૪,(પૈસા પડાવવા અપહરણને લગતા ગુના)
o કલમ ૩૯ર થી ૩૯૯ અને ૪૦ર (લુંટ અને ધાડના ગુના)
o કલમ ૪૦૯,(રાજય સેવક વિગેરેએ ગુનાહીત વિશ્વાધાત કરવાના ગુના)
o કલમ ૪૩૧ થી ૪૩૯ (મિલ્કત વિરુઘ્ધના બગાડના ગુના)
o કલમ ૪૪૯ અને ૪૬૦ (ગુપ્ત અપ પ્રવેશના ગુના)
o કલમ ૪પ૬ થી ૪૬૦ ઈ, (ગુપ્ત ગૃહ-અપ-ગ્રહ પ્રવેશના ગુના)
o કલમ ૪૮૯ એ થી ૪૮૯ ઈ, (ચલણી નોટોને લગતા ગુના)
· ક્રિ.પ્રો.કો.ક.૧ર૯ અનુસાર એકજીકયુટીવ મેજીસ્ટ્રેટ અથવા પોસઈ થી ઉતરતા દરજજાના ના હોય તેવા પોલીસ અધિકારી પાંચ કે તેથી વધુ વ્યકિતઓની મંડળી જાહેર શાંતિમાં ખલેલ પહોચાડે એવો સંભવ હોયતો વિખેરાઈ જવાનો આદેશ આપેથી મંડળીના સભ્યોએ વિખેરાઈ જવાની ફરજ છે.
· ક્રિ.પ્રો.કો.ક.૧૬૧(ર) અનુસાર તપાસ કરનાર પોલીસ અધિકારી કેસની હકીકત અને સંજોગોથી જે વ્યકિત માહીતગાર હોય તેવી વ્યકિતને પ્રશ્નો પુછે. તે તમામ પ્રશ્નો ના સાચા જવાબ આપવા તે વ્યકિત બંધાયેલ છે.
· ક્રિ.પ્રો.કો.ક.૧૭પ અનુંસાર આત્મહત્યા અગર અકસ્માતથી મોત થયાના કિસ્સામાં તપાસ કરનાર પોલીસ અધિકારી પુછે તે તમામ પ્રશ્નોના સાચા જવાબ આપવા. દરેક વ્યકિત બંધાયેલ છે.
લોકોએ ઉપર જણાવેલ ફરજો બજાવી પોલીસની કામગીરીમાં સહકાર આપવો જોઈએ.
ર.૯ લોક સહકાર મેળવવા માટે ગોઠવણ અને પઘ્ધતિઓ --
પ્રજા અને પોલીસ એક બીજાની નજીક આવે અને પ્રજા પોલીસને મિત્ર સમજે તે માટે જીલ્લામા દર માસે દરેક પોલીસ થાણાઓમાં લોક દરબાર યોજવામાં આવે છે. આ લોક દરબારમાં સંસદ તથા વિધાનસભાના સભ્યશ્રીઓ,નગરપાલીકા, તાલુકા પંચાયત, જીલ્લા પંચાયતના પ્રમુખશ્રીઓ તથા સભ્યશ્રીઓ, વેપારી એશોસીએશનના પ્રમુખશ્રીઓ અગર અગ્રગણ્ય નાગરીકોને આમંત્રણ આપવામાં આવે છે. કોઈ પણ નાગરીક લોક દરબારમાં હાજર રહી મુકત પણે સુચનો અને રજુઆતો કરી શકે છે. આવી રજુઆતો અંગે ત્વરીત કાર્યવાહી કરવામાં આવે છે. અને આગામી લોક દરબારમાં તેની જાણ કરવામાં આવે છે.
જીલ્લામાં પ્રજા અને પોલીસ વચ્ચેના સબંધો સુધરે અને પોલીસની કામગીરી અસરકારક રીતે થઈ શકે તે માટે ""પોલીસ મિત્ર""ની યોજના અમલમાં મુકવામાં આવેલ છે. જીલ્લાના પોલીસ થાણાઓમાં પોલીસ મિત્રો બનાવવામાં આવેલ છે. તેઓ માનદ સેવા આપી પોલીસની કામગીરીમા મદદરૂપ થાય છે.
કોઈપણ નાગરીક તરફથી અકસ્માત પ્રસંગે કોઈ વ્યકિતનો જીવ બચાવાની કે મોટી હોનારત થતી અટકાવવા અંગેની પ્રસંશનીય કામગીરી કરવામાં આવે ત્યારે આવા નાગરીકને ઈનામ તથા પ્રસંશાપત્ર આપવામાં આવે છે.
ર.૧૦ સેવા આપવાના દેખરેખ અને નિંયંત્રણ અને જાહેર ફરીયાદ નિવારણ માટે ઉપલબ્ધ તંત્ર --
જીલ્લામાં આવેલ પોલીસ થાણાઓમા ફરજ બજાવતા પોલીસના માણસોની કામગીરી ઉપર પોલીસ થાણાના ઈન્ચાર્જ પોસઈ / પો.ઈન્સ.શ્રીઓ, દેખરેખ અને નિયંત્રણ રાખે છે. કોઈપણ નાગરીકને અન્યાય થાય ત્યારે પોલીસ થાણાના ઈન્ચાર્જ અધિકારીને તે અંગેની ફરીયાદ કરી શકે છે. પોલીસ થાણાના ઈન્ચાર્જ ની કામગીરીથી જો સંતોષ ના થાય તો સર્કલ પો.ઈન્સશ્રીને રજુઆત કરી શકે છે. અને તેમનાથી પણ સંતોષ ના થાય તો વિભાગના નાયબ પોલીસ અધિક્ષકશ્રીને અને તે પછી પોલીસ અધિક્ષકશ્રી,ને રજુઆત કરી શકે છે. તદ્રઉપરાંત પોલીસ કન્ટ્રોલ રૂમમાં પણ ટેલીફોન ઘ્વારા રજુઆત કરી શકે છે. આવી રજુઆતો પ્રત્યે પુરતુ ઘ્યાન આપી તુર્તજ ન્યાય આપવામાં આવે છે.
પોલીસ અધિક્ષકશ્રી --
જીલ્લામાં રોજે-રોજ બનતા બનાવો ઉપર પોલીસ અધિક્ષકશ્રી,ઘ્વારા દેખરેખ રાખવામાં આવે છે. અને તાબાના અધિકારીઓને માર્ગદર્શન આપવામાં આવે છે. પોલીસ અધિક્ષકશ્રી,તરફથી દર મહીને કોઈ પણ પોલીસ થાણાની ઓચિંતી મુકલાત લઈ ફરીયાદો નોધવામાં આવે છે. કે કેમ તે અંગે તથા પોલીસ ની સજાગતા અંગે ચકાસણી કરવામાં આવે છે. દર વર્ષે પોલીસ થાણાઓ , આઉટ પોસ્ટ તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી, અને સી.પી.આઈ.શ્રી.ની કચેરીના રેકર્ડની તપાસણી કરવામાં આવે છે. દર મહીને પોલીસ થાણાઓમાં લોક દરબાર યોજવામાં આવે છે. તેમજ દર મહીને જીલ્લા ની ક્રાઈમ બેઠક યોજી બનેલ ગુના ઓ અંગે સમીક્ષા કરી ગુના બનતા અટકાવવા અને બનેલ ગુના શોધી કાઢવા માર્ગદર્શન આપવામાં આવે છે. જીલ્લામાં બનતા ગંભીર પ્રકારના ગુના/બનાવોના સ્થળની વિઝીટ કરી તપાસ કરનાર અધિકારીને માર્ગદર્શન આપવામાં આવે છે.
પોલીસ અધિક્ષકશ્રી, ઘ્વારા તેમના તાબાના નાયબ પોલીસ અધિક્ષકશ્રીઓને જરૂર જણાયે માર્ગદર્શન અને સુચનઓ આપવામાં આવે છે.જીલ્લાના મુખ્ય પોલીસ અધિકારી તરીકે જીલ્લા પોલીસ તંત્ર ઉપર નિંયંત્રણ રાખવામાં આવે છે. પોલીસ અમલદારોની તાલીમ, કાર્યદક્ષતા, શિસ્ત વિગેરે બાબતો અંગે તેમજ ગુના બનતા અટકાવવા, બનેલ ગુનાઓની તપાસ કરી શોધી કાઢવાની કામગીરી ઉપર સતત નિયંત્રણ રાખવામાં આવે છે. તદ્રઉપરાંત તાબાના માણસો અને લોકો સાથે સતત સંપર્કમાં રહી તેઓની જરૂરીયાતોનું ઘ્યાન રાખવામાં આવે છે.
નાયબ પોલીસ અધિક્ષકઃ-
નાયબ પોલીસ અધિક્ષકશ્રીઓ વિભાગના વડા હોય છે. વિભાગમા થતી તમામ ગુના સબંધી કામગીરી અંગેની જવાબદારી તેઓ નિભાવે છે. વિભાગમાં બનતા ગંભીર પ્રકારના ગુનાઓના સ્થળની વિજીટ કરી તપાસ અંગે વિઝીટેશન કરી તપાસ કરનાર અધિકારીને માર્ગદર્શન આપે છે. તેમજ વિભાગના અધિકારીઓને વખતો વખત કચેરી હુકમો બહાર પાડી માર્ગદર્શન આપે છે. વિભાગના પોલીસ અમલદારોની કાર્યદક્ષતા અને શિસ્તની જાળવણી અંગે ની તેઓની જવાબદારી રહે છે. તેઓ દર વર્ષે વિભાગના પોલીસ થાણા તથા આઉટ પોસ્ટની તપાસણી કરે છે. દર મહીને પોલીસ અધિક્ષકશ્રી, તરફથી યોજવામાં આવતાં લોક દરબારમા હાજરી આપે છે. દરમહીને વિભાગના પોલીસ થાણાઓની ઓચિંતી મુલાકાત લઈ પોલીસની સજાગતા અંગે ચકાસણી કરેછે. હથિયાર અને દારૂ ગોળાની દુકાનોની તપાસણી કરેછે. અને બિમાર પોલીસના માણસોની મુલાકાત લઈ સાર સંભાળ લેછે. અને પ્રવર્તમાન કાયદાઓની અમલવારી કરાવે છે.
નાયબ પોલીસ અધિક્ષકશ્રી, મુખ્ય મથક વહીવટી બાબતોની કામગીરી અંગે પોલીસ અધિક્ષકશ્રી, ને મદદ કરેછે. તેમજ પોલીસ અધિક્ષકશ્રીની ગેર હાજરીમાં કચેરીની તમામ શાખાઓની કામગીરી ઉપર દેખરેખ રાખે છે. તેમજ હેડકવાર્ટસ ના પોલીસ ફોર્સ ઉપર દેખરેખ રાખે છે.
સર્કલ પોલીસ ઈન્સ્પેકટર --
સર્કલ પોલીસ ઈન્સ્પેકટરશ્રીઓ સર્કલ વિસ્તારમાં બનતા ગુનાઓ સબંધી કામગીરી કરે છે. સર્કલ વિસ્તારના ગુનેગારો અને ગુના કરતી ટોળકીઓ ઉપર દેખરેખ રાખે છે. સર્કલના પોલીસ થાણાઓની ગુના સબંધી કામગીરી ઉપર દેખરેખ અને સંકલન રાખે છે.
તેઓ નિચે જણાવેલ ગુનાઓની તપાસ જાતે કરે છે.--
· ખુન ,તથા ખુનની કોશીષ ના વણશોધાયેલ ગુનાઓ
· ધાડના વણશોધાયેલ ગુનાઓ
· સગીર વયની બાળાઓના અપહરણના કેસોની
તેમજ તેઓ નિચે જણાવેલ ગુન્હાઓનુ વિઝીટેશન કરે છે. --
· પેસેન્જર તથા માલ વાહક ટ્રેઈનમા થયેલ લુંટ
· સુર્યાસ્તથી સુર્યોદય વચ્ચે ધોરી માર્ગ ઉપર બનેલ લુંટના ગુનાઓ
· ફાયર આર્મ્સ વપરાયેલ હોય તેવા લુંટ તથા લુંટની કોશીષના ગુનાઓ
· રૂ..૧પ,૦૦૦/- થી રૂ,પ૦,૦૦૦/- ની ધરફોડ ચોરીના ગુનાઓ
· રૂ.ર૦,૦૦૦/- થી વધુ કિંમતની કોઈપણ ચોરીના ગુનાઓ
· રૂ..૧૦૦૦/- અગર તેનાથી વધારે કીમતની વસ્તુ અગર મુર્તિ ચોરાયેલ હોય તેવા મંદિર ચોરીના ગુનાઓ
· ટેલીફોન તથા ટેલીગ્રાફ ના વાયર ચોરીના ગુનાઓ
· રેલ્વે પાટાની ચાવીની ચોરીના ગુનાઓ
· તમામ પ્રકારના હુલ્લડ ના ગુનાઓ
· પોલીસ અધિક્ષકશ્રી તથા ના.પો.અધિ.શ્રી,સુચવે તેવા અન્ય ગેંગ ઘ્વારા કરવામાં આવેલ તથા સંવેદન સીલ ગુનાઓ
· હુલ્લડ ના ગુનાઓના વિઝીટેશન દરમ્યાન ગુનો અટકાવી શકાય તેમ હતો કે કેમ ? તે અંગે પોલીસને ગુનાની અરજી અગર નોન કોગ્નીઝેબલ ફરીયાદ ઘ્વારા જાણ કરવામાં આવેલ હતી કે કેમ ? વી.વી દરમ્યાન પોસઈને જાણ કરવામાં આવેલ હતી કે કેમ ? વિગેરે બાબતો અંગે તપાસ કરી પોલીસ અધિક્ષકશ્રીને અહેવાલ પાઠવે છે.
· સી.પી.આઈ.શ્રી.ઓ પેટ્રોલીંગ ની પોલીસ પાર્ટીઓનું ચેકીંગ કરે છે. સર્કલ વિસ્તારમાં બનતા ગુનાઓ અંગે સર્વે કરી અસરકારક પેટ્રોલીંગ નુ આયોજન કરે છે અસરગ્રસ્ત વિસ્તારમા કેમ્પ કરી ગુનાઓ અટકાવવા અને શોધવાની કામગીરી કરાવે છે. સર્કલના પોલીસ થાણાઓના ડેઈલી રીપોટર્ંં નો અભ્યાસ કરી માર્ગંદર્શન આપે છે. પોલીસ થાણાઓ તથા આઉટ પોસ્ટની દર ત્રણ મહીને તપાસણી કરે છે. તેમજ પોલીસ થાણાઓની ઓચિંતી મુલાકાત લઈ પોલીસની સજાગતા અંગે ચકાસણી કરે છે. સર્કલમા ક્રાઈમ સબંધી રેકર્ડ નો અભ્યાસ કરી મુંબઈ પોલીસ અધિનિયમ ની કલમ પ૬,પ૭ તથા ક્રિ.પ્રો.કો.ક. ૧૧૦ મુજબ અટકાયતી પગલા લે છે. સર્કલ વિસ્તારમા પ્રોહીબીશન ના ગુનાઓ નો અભ્યાસ કરી દરોડાઓનું આયોજન કરે છે અને ગણનાપાત્ર કેસો શોધવાની કામગીરી કરેછે પડોશના પોલીસ થાણા ના અધિકારીઓ સાથે બેઠક યોજી સંકલન કેળવી શકદારો તથા સક્રિય ગુનેગારોની માહીતીની આપ લે કરે છે. ખાતાકીય તપાસ અંગેની તપાસો કરેછે. લોકોનું ઘ્યાન દોરાય તેવા અગત્યના અને અટપટા કેસોની તથા પોલીસ વિરુઘ્ધમાં આક્ષેપો થયા હોય તેવી બાબતો અંગેની તથા દૈનિક પેપરમાં ચર્ચાસ્પદ બનેલ હોય તેવા કેસોની જાતે તપાસ કર છે.