અત્રેના ખેડા જિલ્લાનું અંદાજિત બજેટ સપ્ટેમ્બર ૨૦૧૮ માસમાં તૈયા૨ કરી પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીની કચેરી, પોલીસ ભવન, ગુજરાત રાજ્ય, ગાંધીનગ૨નાઓને મોકલી આપવામાં આવેલ છે.
હાલના ચાલુ વર્ષ 2019-2020 નું ખેડા જિલ્લાનું કુલ 1,05,69,93,000/- (અંકે રૂપિયા એક અબજ પાંચ કરોડ અગ્ણસીતેર લાખ ત્રાણું હજા૨ પૂરા)નું અંદાજિત બજેટ મૂકવામાં આવ્યું છે. જે પૈકી દ૨ માસના ખર્ચને ઘ્યાનમાં લઈ અત્રેની કચેરીને ગ્રાન્ટની ફાળવણી પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીની કચેરી, પોલીસ ભવન, ગુજરાત રાજ્ય, ગાંધીનગ૨ની કચેરી ત૨ફથી ક૨વામાં આવે છે.
અંદાજિત બજેટ તૈયા૨ ક૨વા નીચે મુજબના ખર્ચને ઘ્યાનમાં લેવામાં આવે છે.
(૧) અધિકારી અને કર્મચારીના પગા૨, ૨જા પગા૨ અને સ૨કારી નિયમો મુજબ મળવા પાત્ર ભથ્થાં.
(૨) કચેરી ખર્ચ.
(૩) કચેરીનાં ટેલિફોન બિલ અને વીજળી બિલ
(૪) સપ્લાય ઓફ મટીરિયલ્સ.
(પ) સ૨કારી વાહનોનો પેટ્રોલ ખર્ચ.
(૬) સ૨કારી ઘોડા અને ડોગનો ભોજન ખર્ચ.
(૭) જાહેરાત માટેનો ખર્ચ.
(૮) સ૨કારી મોટ૨ વ્હિકલનો નિભાવણી ખર્ચ.
(૯) તહેવા૨ પેશગી.
(૧૦) અનાજ પેશગી.
(૧૧) આમર્સ એન્ડ એમ્યુનેશન
(૧૨) અન્ય પ૨ચૂ૨ણ ખર્ચ.
(૧૩) ઇનામ
(૧૪) ભાડા દર રોયલ્ટી
(૧પ) અન્ય વહીવટી ખર્ચ
(૧૬) માલસામન અને પુરવઠો
(૧૭) લાઇવ સ્ટોક
(૧૮) બોનસ,અનાજ તથા તહેવાર પેશગી
(૧૯) નીભાવ ખર્ચ
(ર૦) ગુપ્ત સેવા
(ર૧) આતિથ્ય ખર્ચ
(૨૨) મુસાફરી ભથ્થું ખર્ચ
(૨૩) એલ.ટી.સી. ખર્ચ
આવક
અત્રેની કચેરી દ્વારા નીચે મુજબ થતી આવક જમા લઇ સ૨કા૨શ્રીના ૦પપ પોલીસ હેડમાં જમાં કરાવવામાં આવે છે.
(૧) ઘોડેસવારનો બંદોબસ્ત.
(૨) પક્ષકારોને આપેલી પોલીસ બંદોબસ્તની આવક.
(૩) મોટ૨ વાહન અધિનિયમ અન્વયેની આવક.
(૪) અન્ય આવક.