પોલીસ અધિક્ષક, ખેડા
http://www.spkheda.gujarat.gov.in

કલ્યાણકારી પ્રવૃતિ

7/18/2025 1:31:15 AM

કલ્યાણકારી 

 

            પોલીસ આધુનિકરણ યોજના હેઠળ દરેક પો.સ્‍ટે માં નાગરિકોની સુવિધામાં સુવ્‍યવસ્‍થિત ઢબે બેઠક તથા ઠંડુ પાણી પીવાની વ્યવસ્‍થા તથા કેબલ ધરાવતું ટી.વી. તેમજ સી.સી.ટી.વી. કેમેરા વગેરે જેવી આધુનિક સગવડ ધરાવતું સુવિધા દરેક પો.સ્‍ટે માં ઉપ્‍લબ્‍ધ કરાવવામાં આવેલ છે.  પોલીસ વેલ્‍ફેર ફંડમાંથી પોલીસ અધિકારી/કર્મચારીઓના બાળકોના શૈક્ષણિક હેતુ માટે સરળ વ્‍યાજના દરે કોમ્‍પ્‍યુટરની લોન આપવાની શરૂઆત કરેલ છે. તેમજ પોલીસ અધિકારી તેમજ કર્મચારીના બાળકોને ભળતરમાં મદદરૂપ થવા દર વર્ષ સ્‍કોલરશીપ આપવામાં આવે છે. રાજય સરકારના બંધુત્‍વ સહાય યોજના હેઠળ ફરજ દરમ્‍યાન અવસાન પામનાર કર્મચારીઓના વારસદારોને રૂપિયા એક લાખ ની ચુકવણી કરવામાં આવે  છે.

                ખેડા જિલ્લામાં પોલીસ કર્મચારી કો.ઓ.ક્રેડિટ એન્ડ કન્ઝયુમર્સ સોસાયટી લી. તા .૪/૫/ર૦૦૦ ના રોજ નોધણી નંબર ૩૧૬૩૧ તા.૧૩/૪/ર૦૦૦ થી નોધાયેલ છે. આ ક્રેડિટ સોસાયટીના સ્થા૫ક શ્રી બી.ડી.વાધેલા (આઈ.પી.એસ.),શ્રી હરીકુષ્‍ણ જી.પટેલ(આઈ.પી.એસ.) છે. હાલમાં સોસાયટી ૮૧૨ સભાસદોમાં વહેચાયેલી છે. જેમાં થયેલ સભ્યને રૂ.૮૦૦/- રૂપિયાની કપાત ઉ૫ર ૮% વ્યાજ આ૫વામાં આવે છે અને ૨૦૦/- રૂપિયા મૃત્યુ સહાય પેટે કા૫વામાં આવે છે. જયારે કર્મચારી ચાલુ ફરજ દરમિયાન મૃત્યુ પામે તો તેને તાત્કાલીક સહાય પેટે રૂપિયા બે લાખ મૃતક કર્મચારીના ૫રિવારને સહાય પેટે આ૫વામાં આવે છે અને જો તે રિટાયર્ડ થાય ત્યારે તેઓને રૂ.૨૦૦/- લેખે જમા થયેલ રકમના ૫૦% ૫રત આ૫વામાં આવે છે. અને રૂ ૮૦૦/- માસીક બચત પેટે જમા થયેલ રકમ ૮% વ્‍યાજ  સહીત પરત આપવામાં આવે છે. તેઓ ને જરૂરિયાત તેમજ ટર્ન પ્રમાણે રૂ.૫૦,૦૦૦/- થી રૂ.૩,૦૦,૦૦૦/- સુધીની લોન આ૫વામાં આવે છે. તેમજ લગ્ન પ્રસંગ, અભ્‍યાસ,માંદગી જેવી જરૂરિયાતોમાં ૫ણ લોન આ૫વામાં આવે છે. હાલમાં સોસાયટીનુ ભંડોળ આશરે અઢી કરોડ  જેટલુ છે. આજ દીન સુધી ચાર કરોડ આડત્રીસ લાખ ઇકોત્તેર હાજર પાંચસો સુધીની લોન આપવામાં આવેલ છે.  વધુમાં ક્રેડીટ સોસાયટીની વહીવટી અને એકાઉન્ટને લગતી કામગીરી ટુંક સમયમાં કોમ્‍પ્‍યુટરાઇઝ કરવામાં આવશે.

તા.૩૧/૦૧/૨૦૧૬ ની સ્થિતીએ

શેર ભંડોળ                                      ૫૦,૬૯,૫૦૦/-

માસીક ફરજીયાત બચત                        ૨,૫૦,૧૪૯૦૦/-

સભાસદ ધિરાણ                                 ૪,૩૮,૭૧,૫૦૦/-

મૃત્યુ સહાય ફંડ                                         ૩૪,૬૦,૫૩૫/-

અન્ય ફંડો                                      ૫૪,૪૭,૫૮૭/-

સભાસદ ધિરાણ વ્યાજની આવક                 ૩૨,૨૮,૩૭૦/-

 

સભાસદોને ફાળવેલ રકમ તા.૩૧/૦૩/૨૦૧૫   

       

શેર ડીવીડન્ડ                                   ૪,૯૯,૨૦૦/-

સભાસદ ભેટ                                    ૬,૧૦,૦૦૦/-

માસીક ફરજીયાત બચત વ્યાજની ચુકવણી      ૧૩,૯૮,૫૯૮/-

 

 પોલીસ વેલ્ફેર પ્રવૃતિઓ

અ.નં.

 વિગત

કર્મચારીઓની સંખ્યા

કૂલ રકમ

મેડીકલ લોન

૪૯

૧૭,૭૦,૦૦૦

કોમ્‍પ્‍યુટર લોન

૨૮

,૬૦,૦૦૦

મંગળસુત્ર લોન

૨૦,૦૦૦

હેલ્‍થ ચેકઅપ 

૧૨૭૫

-

શિષ્‍યવૃતિ

૨૩૫

,૦૧,૨૭૫

ઇનામ

૬૧

૩૦,૫૬૧

અંતિમ સહાય

૧૨

,૨૦,૦૦૦

બંધુત્વ ફાળો

-

૧૦,૯૮,૪૭૧

બંધુત્વ સહાય

૧૩

૧૩,૦૦,૦૦૦

૧૦

પોલીસ ક્રેડીટ સોસાયટી

૮૧૨

,,૭૧,૦૦

૧૧

રક્તદાન શિબિર

૧૨૭

-