પોલીસ અધિક્ષક, ખેડા
http://www.spkheda.gujarat.gov.in

નાગરીક અધિકાર પત્ર

7/12/2025 9:17:58 PM
નાગરિક અધિકારપત્ર શા માટે ?

જડ અને સંવેદનશીલ તંત્રની કાર્યદક્ષતા અને શુદ્ધતા માટે નાગરિક સભાન બનવો જોઈએ. જાગ્રત લોકો જ પારદર્શક અને શુદ્ધ વહીવટના સંત્રી છે. તંત્ર જવાબદાર અને પારદર્શક ત્યારે બને જ્યારે લોકોને તંત્રની કાર્યવિધિ ની જાણકારી હોય. ન્યાયપૂર્ણ વ્યવહાર અને નિષ્ઠા દ્વારા તંત્ર નાગરિકોમાં વિકાસ પ્રગટાવી શકે છે. લોકજાગૃતિ દ્વારા લોકભાગીદારી મેળવીને ગુનાઓને નિવારી શકાય છે.

પોલીસ શુ શુ સેવાઓ આપે છે.

    કાયદો અને વ્યવસ્થા તેમજ જાહેર વ્યવસ્થાની જાળવણી કરે છે, ગુનાઓ અટકાવવાની તથા શૉધવાની ગુનાઓ નોધવાની, તપાસવાની, આરોપીને અટકકરવાની અને તેમની સામે કામ ચલાવવાની કાર્યવાહી કરે છે. વ્યવસ્થિત લોકોને તરત રક્ષણઆપે છે. પુર, વાવાઝોડું, આગ, ઘરતીકંપ, રોગચારો જેવી કુદરતી ધટનાઓ તથા બીજી આફતોવેળાએ પબ્લીકને મદદ કરવા.

લોકો પોલીસનો સંપર્ક કઈ રીતે કરી શકે.

  ટેલીફોનથી તરત મદદ માટે કે અન્ય માહીતી આપવા માટે લોકો પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરી કંટ્રોલમાં નોંધ કરાવી શકે છે. પત્રથી પણ સ્થાનિક પોલીસ સ્ટેશનના પો.ઈન્સ.તથા પોસઈને જાણ કરે છે. રૂબરૂમાં સતત ૨૪ કલાક કે ૩૬૫ દવિસ સુધી મળી શકે છે. ઈ-મેઈલ કે વેબ સાઈટ દ્વારા સતત ૨૪ કલાક સેવા આપે છે.
લોકો પોલીસ પાસે કઈ કઈ અપેક્ષાઓ રાખી શકે.

·         લોકો કોઈ બનાવ ઘટવાની નોંધ કરાવવા પોલીસ સ્ટેશનનો ટેલીફોનની સંપર્ક કરે ત્યારે 60 સેકન્ડની અંદર તેનો જવાબ આપશે.
·         પોલીસની હાજરી જરૂર હોય તેવા તમામ કિસ્સામાં ત્રીસ મીનીટ પહેલાં જવાબ આપશે.
·         હેડ કોન્સ્ટેબલ કે તેથી ઉપરના પોલીસ અધિકારી અરજદાર / ફરીયાદીની ફરીયાદ નોંધવા તેમના ઘરની મુલાકાત લેશે.
·         મુલાકાત લેવાની જરૂરીયાત ન હોય પણ બનાવની નોંધ કરાવવાની હોય તો પોલીસ સ્ટેશન ખાતે નૉંધાશે.
·         અરજીની તપાસ ત્રણ દવિસમાં પુરી કરાશે.
·         અરજી તપાસ હેડ કોન્સ્ટેબલ કે ઉપરના અધિકારી તરત જ કરશે અરજી તપાસના કામે કોઈ વ્યકિતને પોલીસ સ્ટેશને બોલવવામાં નહી આવે.
·         કુંટુંબના ઝઘડામાં, લગ્ન જીવનના ઝઘડામાં, મહિલા સુરક્ષા સમિતિ દ્વારા સમજાવટથી કામ લેવાશે. મહિલાને માનસીક, શારીરીક ત્રાસ હોય તો ઈપીકો ક.૪૯૮(અ) હેઠળ ગુન્‍હો બને.
·         પોસ્ટમોર્ટમ રીપોર્ટ, ઈન્કવેસ્ટ વિગેરેની ખરી નકલ નકકી કરેલ દરે ૩ દવિસની અંદર અપાશે.
·         લોકો પોલીસ સ્ટેશને બનાવની નોંધ કરાવવા આવે ત્યારે ફરીયાદ લેવાશે, ગુપ્તતા જળવાશે ત્વરીત અને હકારાત્મક કાર્યવાહી કરાશે. અધિકારી દ્વારા વિલંબ થશે તો તેના કારણો અપાશે.
·         નાગરીક અધિકારી પત્રમાં દર્શાવેલ લોકોના અધિકારી પ્રત્યે પોલીસ સંવેદનશીલ અને હકારાત્મક બનશે, નમ્ર અને વિવેકી બનશે, લોકોને પોલીસના વર્તન અંગે કોઈ ફરીયાદ હોય તો નાયબ પોલીસ અધિક્ષક કે, પોલીસ અધિક્ષક પાસે કરી શકશે.
·         લોકભાગીદારી દ્વારા ગુન્હાઓના નિવારણ માટે દરેક ગામમાં ''સેવાદળની રચના કરશે. સ્‍વૈચ્છિક સંસ્થાઓ, સહકારી સંસ્થાઓ, એસોસીએશનો વિગેરેનો સહયોગ લેવાશે.
·         ગુના નિવારણ માહીતી મહળે તેની ૩૦ મીનીટમાં ગુનાવાળી જગ્યાએ પોલીસ પહોચશે અને ટેલીફોન ઉપર માહીતી અપાય તેમાં પગલાં લેવામાં આવશે. માહીતી આપનારની ઓળખ ગુપ્ત રખાશે
·         કાયદો અને વ્યવસ્થાની હાજરીમાં મેળા, ઉત્સવો, જાહેર સમારંભોને વિનામુલ્યે બંદોબસ્ત પુરો પાડશે.
       ખાનગી સમારંભોમાં નાણાં વસુલ લઈ બંદોબસ્પ આપશે.
 
પોલીસ રક્ષણ:-
 
   કોમી બનાવોમાં લધુમતી કોમના લોકોને રક્ષણ આપશે. પાકના ભેલાણ અટકાવવા માટે ઘોડેશ્વાર પોલીસની મદદ આપશે. કોઈપણ નાગરીકને સ્વખર્ચે પોલીસ રક્ષણ જરૂરીયાત હોય તો આપવામાં આવશે.
 
ટ્રાફીક :-
 
   રોડ અકસ્માતની જાણથતાંની સાથે૧૫મીનીટમાં બનાવ વાળા સ્થળે પહોંચવામાં આવશે અનેધાયલ વ્યકિતોઓને પ્રાથમીક સારવાર આપી મેડીકલ સારવાર માટે મદદ કરશે. વિમા માટે જરૂરીદસ્તાવેજોની નકલો ત્રણ દવિસમાં આપશે.
 
આગ, પુર કે હોનારત
 
 :- રેસ્કયુ અને રીલીફ ઓપરેશન ટીમ ત્વરીત કાર્યવાહી હાથ ઘરશે.
 
ગુનાની નોંધણી અને તપાસ અંગે કયા અધિકારો છે ?
 
·         કોગ્નીજેબલ ગુનાની ફરીયાદ પોલીસ સ્ટેશનમાં નોધવામાં આવશે તેની નકલ ફરીયાદીને વિનામુલ્યે ત્રણ કલાકની અંદર આપવામાં આવશે.
·         સ્થળ અને કાર્યક્ષેત્રના કોઈપણ બંધન વિના ફરીયાદ નોધવામાં આવશે.
·         ગુનાના સાક્ષીઓની તેના ઘરે તપાસવામાં આવશે. ગુનાનો ૬૦ દવિસમાં અને ગંભીર પ્રકારના ગુનાઓનો ૯૦ દવિસની અંદર નિકાલ કરવામાં આવશે. જો તપાસમાં વધુ સમય લાગે તેમ હોય તો ફરીયાદીને તે અંગેની જાણ કરશે.
·         ખોવાયેલ બાળકો, વ્યકિતઓને શૉધવા માટે તમામ જરૂરી પ્રયત્‍નો કરશે.
·         પંદર વર્ષથી નીચેના બાળકોને, વૃદ્ધોને, મહીલાઓને, માદા માણસોને શકય બને ત્યાં સુધી પોલીસ સ્ટેશન બોલાવી શકાય નહી.
·         કોર્ટમાંથી મિલ્કતનો કામચલાઉ કબજો અપાવવા ફરીયાદીને જરૂરીને મદદરૂપ બનશે.
·         સ્વાગત કક્ષ ખાતે તપાસ કયા તબકકામાં છે તેની જાણ ફરીયાદીને કે ભોગ બનનારને કરાશે.
·         મહીલાને સુર્યાસ્ત અને સુર્યોદય વચ્ચે અટક કરી શકાશે નહી.
·         મહીલાની અટક કે ઝડતી કે એસ્‍કોર્ટ મહીલા પોલીસ દ્વારા જ કરાશે.
·         મહીલાને પોલીસ સ્ટેશનમાં અટક કરવામાં આવે ત્યારે તેના સગાને તેની સાથે રહેવા દેવાની છુટ અપાશે.
·         બાળ ગુનેગારોને પોલીસ લોકપમાં ન મુકી શકાય તેમને અટક કર્યા બાદ સુધારણા ગૃહોમાં કે સલામત સ્થળે ત્વરીત મોકલાશે.
·         દરેક અટકાયતીને હાથ કડી પહેરાવી શકાય નહી સિવાય કે જરૂર જણાયે હાથકડી પહેરાવી શકાય.
·         આરોપીઓ સાથે ગે.કા. ની પઘ્ધતિનો ઉપયોગ કરી શકાય નહી.
·         જામીન લાયક ગુનાઓમાં અટકાયતીના કોઈ જામીન આપે તો તેને જામીન ઉપર છૉડવો.
·         જરૂરીયાત મુજબ સાક્ષીઓને જરૂરી પોલીસ રક્ષણ પુરુ પાડવામાં આવશે.
·         કેસ પુરો થાય તેવા કિસ્સામાં કોર્ટમાંથી મિલ્કત પરત સોપવામાં ફરીયાદી/ ભોગ બનનારને પોલીસ મદદ કરશે.
·         કેસ કોર્ટમાં કયા તબકકે છે તેની જાણ પોલીસ ફરીયાદીને કરશે.
·         એટ્રોસીટી એકટ હેઠળના ગુનાની તપાસ નાયબ પોલીસ અધિક્ષક કરશે અને અત્યાચારનો ભોગ બનેલ વ્યકિત કે સમુહને પોલીસ રક્ષણ વિનામુલ્યે આપવામાં આવશે.
·         ૧૬ વર્ષથી નીચેની બાળાને ભગાડી જવાના કેસની તપાસ પો.ઈન્સ. કરશે.
·         દહેજ મૃત્યુ તથા બળાત્કારના કિસ્સામાં સાબીતીનો બોજો આરોપીઓ ઉપર છે
·         સ્ત્રી ધન પરત ન રહે કે વાપરવા ન દે તો ઈપીકો ક.૪૦૬ હેઠળ ગુનો બનશે.
લગ્ન જીવનના૧૦વર્ષની અંદર પરણીત મહીલાનાશંકાસ્પદ મૃત્યુની તપાસ નાયબ પોલીસ અધિક્ષક કરશે અને પોસ્ટમોર્ટમ પેનલ ડૉકટરોનીકરશે. ભોગ બનનાર મહીલાનું મરણોત્તર નિવેદન એકજી. મેજી. લેશે.
દલિગીર છીએ, પોલીસના કાર્યક્ષેત્રમાં આ નથી આવતુ :-
·         કોર્ટ આરોપીને પોલીસ કસ્ટડીમાં ન સોપે તો મિલ્કત રીકવર થઈ શકે નહી
·         આરોપી સાથે ગેરકાનુની પઘ્ધતિનો ઉપયોગ કરી શકાય નહી.
·         નાણાં, ચીટફંડ કે પરત ફરેલ ચેકના ગુનાઓમાં નાણાં રીકવર કરી શકાય નહી.
·         જમીન, મકાન, ભાડુઆતના ઝગડામાં સમાધાન કરાવી શકાય નહી.
·         નોન કોગ્નીજેબલ ગુનાની ફરીયાદ રજીસ્ટર કરી શકાય નહી, પરંતુ તેની તપાસ હાથ ધરી શકાય નહી.
·         આરોપીને ઉતાવળથી અટક કરી શકાય નહી.
·         દહેજની રકમ પરત કરાવવા માટે મદદ થઈ શકે નહી
માર્ગ અકસ્માતના ગુનાઓમાં ભોગ બનનાર કે તેના સગાને વળતર આપવા માટેવાહનના માલીક કે ડ્રાઈવર ઉપર દબાણ કરી શકાય નહી .