ખેડા જીલ્લા પોલીસ સાફલ્યગાથા
(અઠવાડિક તા.૧૦/૦૮/૨૦૧૫ થી તા.૧૬/૦૮/૨૦૧૫)
એલ.સી.બી. ખેડા-નડીયાદ
નડીયાદ રેલ્વે સ્ટેશન પાછળ છાપરાઓમાથી જુગાર રમતા ૯ જુગારીયાઓ તથા એક્સપ્રેસ ટોલ નાકા પાસેથી દેશી દારૂ ભરેલ સેન્ટ્રો ગાડીને ઝડપી પાડતી એલ.સી.બી.ખેડા નડીયાદ પોલીસ
પ્રેસ નોટ તા.૧૨/૦૮/૨૦૧૫
પો.લીસ મહાનીરીક્ષકશ્રી અમદાવાદ વિભાગ અમદાવાદ નાઓએ રેન્જમા તા. ૧૧/૮/૧૫ ના કઃ ૨૩/૦૦ થી તા. ૧૨/૮/૧૫ ના કઃ ૦૫/૦૦ સુધી કોમ્બીંગ નાઇટનુ આયોજન કરેલ જે અંગે અત્રેના જીલ્લાના શ્રી સચિન બાદશાહ પોલીસ અધિક્ષકનાઓએ પરીણામલક્ષી કામગરી કરવા સારૂ આપેલ સુચના મુજબ પો.ઇન્સ.એલ.સી.બી નાઓએ પોતાના સ્ટાફને કામગીરી કરવા જણાવેલ જે સંદર્ભે એલ.સી.બી. સ્ટાફના એ.એસ.આઇ કેશુભાઇ તથા પો.કો. મુકેશભાઇ, પો.કો. મહાવિરસિહ, પો.કો. ચિંતનકમાર, પો.કો. ફિરોજખાન, પો.કો. ધર્મપાલસિહ, વિગેરે કોમ્બીંગ નાઇટમા હતા દરમ્યાન પો.કો. ફિરોજખાન નાઓની બાતમી આધારે મોજે નડીયાદ રેલ્વે સ્ટેશન પાછળ છાપરામા જાહેરમા જુગાર અંગે રેઇડ કરતા પત્તા પાના પૈસા વડે જુગાર રમતા કુલ નવ ઇસમો (૧) સંજયસિહ ચંદુભાઇ વાઘેલા (ર) મુકેશભાઇ નટુભાઇ મિસ્ત્રિ (૩) વિજય ઉર્ફે મહોબતસિહ રામસીંગ દરબાર (૪) દીલીપભાઇ જેણાભાઇ નાયક (પ) કરણ નટવરલાલ જોષી (૬) મુકેશ ઉર્ફે દીનેશ બાબુજી ઠાકોર (૭) ઇલેશ હિરામન આહવાન (૮) પૃથ્વિસિહ ઉર્ફે પથિયો રામસિહ દરબાર (૯) કિરણ ઉર્ફે કરન દત્તુભાઇ મોરે તમામ રહે. નડીયાદ જિ.ખેડા નાઓને સ્થળ ઉપરથી રોકડ રૂ. ૧૫૨૪૦/- તથા પત્તા પાના નંગ-૫૨ સાથે સ્થળ ઉપરથી ઝડપી લીધેલ આ બાબતે પો.કો. મહાવીરસિહ નાઓએ જુગાર ધારા કલમ ૧૨ મુજબ ફરિયાદ આપતા નડીયાદ પશ્ચીમ પો.સ્ટે. ખાતે ગુનો રજી. કરાવી આગળની વધુ તપાસએ.એસ.આઇ કેશુભાઇ એલ.સી.બી. ખેડા-નડીયાદ નાઓ કરી રહેલ છે.
(૨)
એલ.સી.બી. સ્ટાફના એ.એસ.આઇ કેશુભાઇ તથા પો.કો. મુકેશભાઇ, પો.કો. મહાવિરસિહ, પો.કો. ચિંતનકમાર, પો.કો. ફિરોજખાન, પો.કો. ધર્મપાલસિહ, વિગેરે કોમ્બીંગ નાઇટમા હતા દરમ્યાન બાતમી હકીકત આધારે ડાકોર થી અમદાવાદ એક્સપ્રેસ હાઇવે રોડ ઉપર જવાના ટોલટેષ રોડ ઉપરથી આરોપી હસમુખભાઇ ઉર્ફે લાંબો સુરેશભાઇ જાની રહે. નડીયાદ કમળા રોડ નાઓને સેન્ટ્રો ગાડી નં. જી.જે. ૧ એચ.એન. ૮૭૮૪ કિ.રૂ. ૨,૦૦,૦૦૦/- મા ભરેલ દેશીદારૂ લી. ૪૨૦ કિ.રૂ. ૮૪૦૦/- નો વગર પાસ પરમીટે ભરી હેરાફેરી કરતા કુલ્લે રૂ. ૨,૦૮,૪૦૦/- ના મુદ્દામાલ સાથે સ્થળ ઉપરથી પકડી પાડેલ છે. આ બાબતે સાથેના પો.કો. ધર્મપાલસીહ નાઓએ પ્રોહિ. ધારા મુજબ ફરિયાદ આપતા નડીયાદ ટાઉન પો.સ્ટે. ખાતે ગુનો રજી. કરાવી આગળની વધુ તપાસએ.એસ.આઇ કેશુભાઇ એલ.સી.બી. ખેડા-નડીયાદ નાઓ કરી રહેલ છે.
ચકલાસી પોલીસ સ્ટેશન હદમા આવેલ પેટ્રોલપંપ ઉપર લૂંટની કોશિષ કરનાર બે આરોપીઓને ઝડપી પાડતી એલસીબી પોલીસ ખેડા-નડીઆદ
પોલીસ અધિક્ષકશ્રી ખેડા-નડીઆદનાઓની જિલ્લાના બનતા મિલ્કત સબંધી ગુનાઓ અટકાવવા તેમજ વણશોધાયેલ મિલ્કત સબંધી ગુનાઓ શોધી કાઢવા અંગે આપવામા આવેલ સુચન તથા માર્ગદર્શન આધારે પોલીસ ઇન્સ્પેકટરશ્રી એમ.એ.ચૌધરી એલસીબી ખેડા-નડીઆદઓની સુચના મુજબ તા.૧૧/૮/૧પના કલાક ર૩/૦૦ થી તા.૧ર/૮/૧પના કલાક ૦પ/૦૦ સુધીની કોમ્બિંગ નાઇટ પેટ્રોલીંગ દરમ્યાન પો.સ.ઇ.શ્રી એ.જે. ચૌહાણ તથા પો.કો. હિતેન્દ્રસિંહ તથા પો.કો. ભાર્ગવકુમાર તથા પો.કો. રાજુભાઇ તથા પો.કો. શૈલેન્દ્રસિંહ નાઓ દ્વારા સેવાલીયા ખાતે મળેલ બાતમી હકિકત આધારે એક ટીવીએસ અપાચી બાઇક નં. જીજે ૧૭ કયુ ૮૬૬૧ નુ શંકાસ્પદ હાલતમા મળી આવતા જે કામે સબંધિત બાઇક ચાલકોની વિરૂધ્ધમા સીઆરપીસી ૪૧(૧)ડી,૧૦ર મુજબની કાર્યવાહી ધરી, પકડાયેલ (૧) ભાવેશભાઇ ઉર્ફે મુકેશભાઇ દિલીપભાઇ તિરગર રહે. ટીંબાગામ તા.ગોધરા જિ.પંચમહાલ (ર) ભાવેશભાઇ લાખાભાઇ ભોઇ રહે. મુળ નડીઆદ હાલ રહે. કાકણપુર તા.ગોધરાનાઓની ઉંડાણપૂર્વકની તલસ્પર્શી પૂછપરછ દરમ્યાન ચોંકાવનારી હકિકતનો ઘટસ્ફોટક કરેલ છે. જેમા ચકલાસીના વનીપુરા ગામે રહેતો ફરીદભાઇ ચાવડા તથા તેનો સાઢુભાઇ મુન્નો તથા સમર ઉર્ફે રવી તળપદા રહેવાસી કંજોડા તા.નડીઆદ તથા આ ફરીદભાઇ ચાવડાનાઓએ ઉતરપ્રદેશ રાજયના કાનપુર તથા ઝાંસી થી લુંટ ધાડ કરવા સારૂ તમંચા જેવા હથિયારો સાથે બોલાવેલ સાત ઇસમો ( સંતોષ બહેરા , અરવિંદ, છોટુ રહેવાસી ઝાંસી (ઉ.પ્ર) તથા ઢબુ, વિકાશ ઉર્ફે વીક્કી જગદીશચંદ્ર બાબુરામ ગુપ્તા વરદાન ઉર્ફે અનુજ જ્યોતીદાસ શુક્લ તથા રાજકુમાર રહે. કાનપુર (ઉ.પ્ર)) નાઓ ચકલાસી ખાતેની એસબીઆઇ બેંક તથા કણજરી પેટ્રોલપંપ તથા આણંદ નાવલી નાપા નજીકની નાની નદીના ઢોળાવ વાળા ભાગની પાછળ જંગલ જેવા વિસ્તારમા આવેલ એક ફાર્મ હાઉસ ખાતે લૂંટનો અંજામ આપી મોટીમાત્રામા રોકડ તથા સોના ચાંદીના દરદાગીનાની લુંટ કરી ભાગી જવાનો પ્લાન કરેલ અને કરેલ પ્લાન મુજબ તેઓએ અગાઉ ચકલાસી બેંકમા જઇ તથા કણજરી પેટ્રોલપંપ ખાતે તથા આંણદ જિલ્લામા આવેલ એક ફાર્મ હાઉસ ખાતે જઇને લુંટની રેકી કરી લીધેલ હતી અને તેઓએ કરેલ પ્લાન મુજબ ગત તા.૪/૮/૧પની રાત્રિના સમયે આ તમામ આરોપીઓ ભેગા મળી બાઇકો તથા ગાડીઓમા ચકલાસીના કણજરી નજીક આવેલ પેટ્રોલપંપ ખાતે જઇ લુંટ કરવાની કોશિષ કરતા, ઉહાપોહ થતા આજુબાજુના પબ્લીકના માણસો ભેગા થઇ જતા આ લુંટનો અંજામ આપી શકેલ નહી અને પબ્લીકના માણસોમા ડરનો ભય ઉત્પન્ન કરવા સારૂ ઉતર પ્રદેશ ખાતેથી આવેલ આરોપીઓ પૈકીના એક ઇસમે પોતાની પાસેના હથિયારથી ફાયરીંગ કરી આ તમામ આરોપીઓ ત્યાંથી ભાગી ગયેલા અને આ બનાવ અનુસંધાને ચકલાસી પોલીસ સ્ટેશન ખાતે ફ.ગુ.ર.નં. ૯૪/ર૦૧પ ઇપીકો કલમ ૩૯૩, ૩૯૭, ૩૯૮, ૧ર૦બી, ૧૧૪ આર્મ્સ એકટ કલમ રપ(૧)બી,એ, ર૭ મુજબથી ગુનો નોંધાયેલ. જે ગુનાની તપાસની કાર્યવાહી દરમ્યાન આ ઉતર પ્રદેશ રાજયમાંથી આવેલ ઇસમો પૈકીનો વિકાસ ઉર્ફે વીકકી નામનો ઇસમ પકડાઇ જતા તેઓની વિરૂધ્ધમા ચકલાસી પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.
ગત રાત્રિના સેવાલીયાથી પકડાયેલ ભાવેશભાઇ લાખાભાઇ ભોઇની વધુ પૂછપરછ દરમ્યાન પોતે અગાઉ આજથી આશરે પાંચેક વર્ષ ઉપર વિધાનગર ખાતે ચંદનચોરીના ગુનામા પકડાયેલ હોવાની તથા સોજિત્રા પોલીસ સ્ટેશનના બાઇક ચોરીના ગુનામા પણ વોન્ટેડ હોવાની કબુલાત કરેલ છે. અને આ બન્ને પકડાયેલ આરોપીઓને ચકલાસી પોલીસ સ્ટેશન ખાતે સોંપવા તજવીજ કરેલ છે.
આ માતબર રકમની લુંટનો અંજામ આપવાનો પ્લાન તૈયાર કરનાર મુખ્ય સુત્રધાર આરોપી ફરીદભાઇ ચાવડા રહે. વનીપુરા તા.નડીઆદનાઓ અગાઉ ખેરાલુ ખાતેના કુલ ચાર તથા ચકલાસી પોલીસ સ્ટેશનના એક ચંદન ચોરીના ગુનામા પકડાયેલ છે.
ચકલાસી પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ ઉપરોકત ગુનામા સંડોવાયેલ આરોપીઓ પૈકીના (૧) ભાવેશભાઇ લાખાભાઇ ભોઇ રહે. હાલ કાકણપુર તા.ગોધરા (ર) ભાવેશભાઇ ઉર્ફે મુકેશભાઇ તેરગર રહે. ટીંબાગામ તા.ગોધરા (૩) વિકાસ ઉર્ફે વીકકી જગદીશચંદ્ર બાબુરામ ગુપ્તા રહ. કાનપુર ઉતર પ્રદેશ નાઓ ઝડપાઇ ગયેલ છે જયારે બાકીના આરોપીઓ નાસી છુટેલ હોય, તેઓને શોધી કાઢી ઝડપી પાડવા સારૂ ચક્રો ગતિમાન કરેલ છે.