ખેડા જીલ્લા પોલીસ સાફલ્યગાથા
(અઠવાડિક તા.૨૭/૦૪/૨૦૧૫ થી તા.૦૩/૦૫/૨૦૧૫)
કપડવંજ ટાઉન પોલીસ સ્ટેશન
કપડવંજ ટાઉન પો.સ્ટે. વિસ્તારમાં પોલીસ અને પબ્લીક વચ્ચે સુરક્ષા સેતુ અંતર્ગત વોલીબોલ નાઇટ ટુર્નામેન્ટ રાખવામા આવેલ જેમા કપડવંજ શહેરમાંથી (૧) ગણેશ ટીમ દેસાઇવાડા (૨) ઇન્દ્રપ્રસ્થ ટીમ ઇન્દ્રપ્રસ્થ સોસાયટી (૩) ઉમીયા ટીમ ઉમીયાનગર સોસાયટી (૪) બી.ટી.એમ ટીમ લાટી બજાર (૫) લાટી બજાર ટીમ લાટી બજાર સ્ટેશનરોડ (૬) કપડવંજ ટાઉન પોલીસ સ્ટેશન ટીમ (૭) હાઉસીગં સોસાયટી ટીમ ગુ.હા.બોર્ડ સોસાયટી (૮) નારાયણનગર ટીમ નારાયણનગર સોસાયટી એમ કુલ-૮ ટીમોએ ભાગ લીધેલ આ વોલીબોલ નાઇટ ટુર્નામેન્ટનુ ઉદઘાટન ડી.વાય.એસ.પી શ્રી વી.જે.પટેલ કપડવંજ વિભાગ કપડવંજનાઓ ના હસ્તે કરવામાં આવેલ
આ નાઇટ વોલીબોલ ટુર્નામેન્ટમાં વિજેતા ગણેશ ટીમ દેસાઇવાડા બનેલ જ્યારે રનર્સ અપ ઇન્દ્રપ્રસ્થ સોસાયટી ટીમ બનેલ અને ટુર્નામેન્ટ દરમ્યાન શ્રેષ્ઠ દેખાવ કરનાર શ્રી તેજસ પટેલને મેન ઓફ ધ ટુર્નામેન્ટ જાહેર કરવામાં આવેલ વિજેતા ઉપ વિજેતા અને મેન ઓફ ધ ટુર્નામેન્ટ ને અલગ-અલગ ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવેલ અને આવેલ ટીમોને ચા-નાસ્તો કરાવવામાં આવેલ આમ સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત પોલીસ અને પબ્લીક એકબીજાની નજીક આવે તે માટે રમત સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ હતું.

કપડવંજ ટાઉન પોલીસ સ્ટેશનના નવાગામ ખાતે એક લોકદરબારનું આયોજન કરવામાં આવેલ. જે લોક દરબાર નાયબ પોલીસ અધિક્ષક શ્રી વી.જે. પટેલ કપડવંજનાઓની આગેવાની હેઠળ યોજાયેલ. જેમાં કપડવંજ ટાઉન પો.સ્ટે.ના પોલીસ ઇન્સ્પે. શ્રી એમ.એફ. ચૌધરી તેમજ પોલીસ સ્ટાફના માણસો હાજર રહેલ. જેમાં ગામના આશરે ૩પ જેટલા ગ્રામજનો હાજર રહેલ હતા. જેમાં ગામ ખાતેના પોલીસને લગતા પ્રશ્નો અંગે ચર્ચા વિચારણાઓ કરવામાં આવેલ છે.

આતરસુંબા પોલીસ સ્ટેશન
સુરક્ષાસેતુ અતગર્ત રાખવામાં આવતા જેમાં તા.૨૧/૦૪/૨૦૧૫ કલાકઃ૧૧/૦૦ થી ૧૫/૦૦ સુધી આતરસુંબા ગામના માણસો તથા ગામના સરપંચશ્રી સ્કુલના આર્ચાયશ્રીઓ તથા મહીલા સમીતી ની બહેનો તથા SPC ના બાળકો તથા પોલીસ માણસોને પોસ્કો કાયદા વિશેની માહીતી (બાળકો ને જાતીય સતામણીના ગુનાઓ સામે રક્ષણ આવાનો કાયદો/૨૦૧૨) જે અંગે જાગૃતા લાવવા માટે.
સુરક્ષા સેતુ અંતર્ગત આધારે આંત્રોલી ગામની વીજીટ કરવામાં આવી હતી જેમાં ગામના આગેવાનો તથા ગામના સરપંચ શ્રી તથા મહીલાઓની મુલાકાત તા.૨૪/૦૪/૨૦૧૫ ના રોજ કલાક ૧૧/૦૦ થી ૧૩/૦૫ સુધી કરવામાં આવી.
