પોલીસ અધિક્ષક, ખેડા
http://www.spkheda.gujarat.gov.in

સાફલ્યગાથા

6/7/2025 5:59:16 PM

 

ખેડા જીલ્લા પોલીસ સાફલ્યગાથા

(અઠવાડિક તા.૨૩/૦૩/૨૦૧૫ થી તા.૨૯/૦૩/૨૦૧૫)

 

ડાકોર પોલીસ સ્ટેશન

                અત્રેના ડાકોર રણછોડજી મંદિરે તા.૨૯/૦૩/૨૦૧૫ ના રોજ રવિવાર હોય લાખોની સંખ્યામાં દર્શનાર્થીઓ આવતા હોય છે જે અંગે પોલીસ અધિકારીશ્રીઓ તેમજ પોલીસ માણસો ધ્વારા ખુબજ સારો  બંદોબસ્‍ત થાય અને કોઇ અનિચ્‍છનીય બનાવ ન બને તેમજ દર્શનાર્થીઓ તેમના વાહનો મારફતે આવતા હોય તેઓને કોઇપણ પ્રકાર ની ટ્રાફિક ની અવ્‍યવસ્‍થા ઉભી ન થાય જે અંગે વધારાના ટ્રાફીક પોઇન્‍ટ મુકવામાં આવેલ છે અને દર્શનાર્થીઓના નાના બાળકો તથા વૃધ્ધો દર્શન કરતી વખતે વિખુટા પડી જાય તો તેઓને મંદિરના કંન્‍ટ્રોલ રૂમ માંથી માઇક ધ્વારા એલાઉન્‍સ કરી જે તે મા-બાપ તથા સગા સબંધીઓને મળી રહે તથા પીકપોકેટીગ ના બનાવો ન બને તે સારુ પ્‍લેન કલોથમાં પોલીસ માણસો મુકી આવા બનાવો બનતા અટકાવવી સારી કામગીરી કરેલ છે.

એસ.ઓ.જી ખેડા-નડીયાદ

પોલીસને બે વર્ષથી થાપ આપી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી

ખેડા એસ.ઓ.જી. પોલીસ તા.૨૭/૦૩/૨૦૧૫

                પોલીસ અધિક્ષક શ્રી સચીન બાદશાહ સાહેબનાઓએ જીલ્લામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુસર તા.રર/૦૩/ર૦૧૫ થી તા.૩૧/૦૩/ર૦૧૫ સુધીના સમયગાળા દરમ્યાન નાસતા ફરતા આરોપીઓને પકડવાની ખાસ ડ્રાઇવ રાખેલ હોય તે અનુસંધાને એસ.ઓ.જી પોલીસ ઈન્સ્પેકટર શ્રી ડી.એ.ચૌધરી તથા પો.કો. દિનેશકુમાર રામસિંહ તથા પો.કો. ઋતુરાજસિંહ ગોપલસિંહ તથા પો.કો. જયેત્દ્રસિંહ પ્રવિણસિંહ નાઓ નડીયાદ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન પો.કો. દિનેશકુમારનાઓને બાતમીદારથી બાતમી મળેલ કે પંચમહાલ જીલ્લાના હાલોલ પો.સ્ટે.ના ચોરીના ગુનામાં નાસતો ફરતો આરોપી રાકેશ ઉર્ફે ચીનો ઉર્ફે ભુરીયો મનુભાઇ શર્મા જેને લીલા કલરનો શર્ટ તથા વાદળી કલરની જીન્સ પહેરેલ છે તે સાંઇબાબા મંદિર પાસે આવવાનો હોવાની હકીકત આધારે ઉપરોક્ત સ્ટાફ સાથે સાંઇબાબા મંદિર પાસે છુટાછવાયા વૉચમાં રહ્યા દરમ્યાન બાતમીવાળી વ્યક્તિ આવતા તેને રોકી તેનું નામ-ઠામ પુંછતા પોતે પોતાનું નામ રાકેશ ઉર્ફે ચીનો ઉર્ફે ભુરીયો મનુભાઇ શર્મા (લીમ્બોચીયા) રહે. ઇ/૪ર, કર્મવીરનગર-ર નવા બીલોદરા તા. નડીયાદનો હોવાનું જણાવેલ અને પોતે પંચમહાલ જીલ્લાના હાલોલ પો.સ્ટેશનના ફ.ગુ.ર.નં. ૧૬૧/ર૦૧૩ ઇ.પી.કો. કલમ ૩૭૯, ૧૧૪ મુજબના ગુનામાં નાસતો ફરતો હોઇ ઝડપાઇ ગયેલ જેને સી.આર.પી.સી. એક્ટ કલમ ૪૧(૧)આઇ મુજબ પકડી નડીયાદ ટાઉન પો.સ્ટેશન સોંપેલ છે.