પોલીસ અધિક્ષક, ખેડા
http://www.spkheda.gujarat.gov.in

સાફલ્યગાથા

6/7/2025 6:01:03 PM

ખેડા જીલ્લા પોલીસ સાફલ્યગાથા

(અઠવાડિક તા.૦૯/૦૨/૨૦૧૫ થી તા.૧૫/૦૨/૨૦૧૫)

 

ડાકોર પોલીસ સ્ટેશન

 

                        ડાકોર પો.સ્ટે.ની અત્રીના ડાકોર રણછોડજી મંદિરે તા.૧૫/૦૨/૨૦૧૫ ના રોજ રવિવાર હોય લાખોની સંખ્યામાં દર્શનાર્થીઓ આવતા હોય છે જે અંગે પોલીસ અધિકારીશ્રીઓ તેમજ પોલીસ માણસો ધ્વારા ખુબજ સારો  બંદોબસ્‍ત થાય અને કોઇ અનિચ્‍છનીય બનાવ ન બને તેમજ દર્શનાર્થીઓ તેમના વાહનો મારફતે આવતા હોય તેઓને કોઇપણ પ્રકાર ની ટ્રાફિક ની અવ્‍યવસ્‍થા ઉભી ન થાય જે અંગે વધારાના ટ્રાફીક પોઇન્‍ટ મુકવામાં આવેલ છે અને દર્શનાર્થીઓના નાના બાળકો તથા વૃધ્ધો દર્શન કરતી વખતે વિખુટા પડી જાય તો તેઓને મંદિરના કંન્‍ટ્રોલ રૂમ માંથી માઇક ધ્વારા એલાઉન્‍સ કરી જે તે મા-બાપ તથા સગા સબંધીઓને મળી રહે તથા પીકપોકેટીગ ના બનાવો ન બને તે સારુ પ્‍લેન કલોથમાં પોલીસ માણસો મુકી આવા બનાવો બનતા અટકાવવી સારી કામગીરી કરેલ છે.

 

એસ.ઓ.જી ખેડા-નડીયાદ

પોલીસને બે વર્ષથી થાપ આપી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી

ખેડા એસ.ઓ.જી. પોલીસ તા.૧૦/૦૨/૨૦૧૫

 

 

                        પોલીસ અધિક્ષક શ્રી સચીન બાદશાહ સાહેબનાઓની સુચના અને માર્ગદર્શન અન્વયે જીલ્લામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુસર એસ.ઓ.જી ચાર્ટર મુજબની કામગીરી કરવા સારૂ એસ.ઓ.જી પોલીસ ઈન્સ્પેકટર શ્રી ડી.એ.ચૌધરી તથા પો.કો. દિનેશકુમાર રામસિંહ તથા પો.કો. તખતસિંહ કેશુભાનાઓ ઓફીસે હાજર હતા દરમ્યાન બાતમીદારથી બાતમી મળેલ કે વડોદરા શહેરના ગોરવા પોલીસ સ્ટેશનના મોબાઇલ ચોરીના ગુનામાં નાસતો ફરતો આરોપી દેવાભાઇ રમેશભાઇ નટ (મારવાડી) રહે. નડીયાદ, જવાહરનગર, સિંન્ધી સ્કુલ પાછળ, નાએ શરીરે મરૂન કલરનો આખી બાયીનું શર્ટ તથા કાળુ પેન્ટ પહેરેલ છે જે આજ રોજ તેના ઘરે મહેમદાવાદ વાળા રોડે આવવાનો હોવાની હકીકત હોઇ સ્ટાફ સાથે કમળા ચોકડી પાસે વૉચમાં હતા દરમ્યાન ઉપરોક્ત વર્ણનવાળો ઇસમ આવતા તેને રોકી નામ-ઠામ પુંછતાં પોતે દેવારામ રમેશભાઇ નટ (મારવાડી) રહે. નડીયાદ જવાહરનગર સિન્ધી સ્કુલ પાછળનો હોવાનું જણાવેલ અને પોતે વડોદરા શહેરના ગોરવા પો.સ્ટે.ના વિસ્તારમાં ખુલ્લા મકાનમાંથી મોબાઇલની ચોરી કરી નાસતો ફરતો હોઇ જે વડોદરા શહેરના ગોરવા પોલીસ સ્ટેશનના ફ.ગુ.ર.નં. ૧૩૦/૧૩ ઇ.પી.કો. કલમ ૩૮૦ મુજબના ગુનામાં નાસતો ફરતો આરોપી પોલીસના હાથે ઝડપાઇ ગયેલ હોઇ જેને સી.આર.પી.સી. એક્ટ કલમ ૪૧(૧)આઇ મુજબ પકડી નડીયાદ રૂરલ પો.સ્ટે. સોંપેલ છે.