પોલીસ અધિક્ષક, ખેડા
http://www.spkheda.gujarat.gov.in

સાફલ્યગાથા

6/7/2025 6:05:54 PM

ખેડા જીલ્લા પોલીસ સાફલ્યગાથા

(અઠવાડિક તા.૧૯/૦૧/૨૦૧૫ થી તા.૨૫/૦૧/૨૦૧૫)

 

ડાકોર પોલીસ સ્ટેશન

 

                        ડાકોર પો.સ્ટે.ની અત્રીના ડાકોર રણછોડજી મંદિરે તા.૨૫/૦૧/૨૦૧૫ ના રોજ રવિવાર હોય લાખોની સંખ્યામાં દર્શનાર્થીઓ આવતા હોય છે જે અંગે પોલીસ અધિકારીશ્રીઓ તેમજ પોલીસ માણસો ધ્વારા ખુબજ સારો  બંદોબસ્‍ત થાય અને કોઇ અનિચ્‍છનીય બનાવ ન બને તેમજ દર્શનાર્થીઓ તેમના વાહનો મારફતે આવતા હોય તેઓને કોઇપણ પ્રકાર ની ટ્રાફિક ની અવ્‍યવસ્‍થા ઉભી ન થાય જે અંગે વધારાના ટ્રાફીક પોઇન્‍ટ મુકવામાં આવેલ છે અને દર્શનાર્થીઓના નાના બાળકો તથા વૃધ્ધો દર્શન કરતી વખતે વિખુટા પડી જાય તો તેઓને મંદિરના કંન્‍ટ્રોલ રૂમ માંથી માઇક ધ્વારા એલાઉન્‍સ કરી જે તે મા-બાપ તથા સગા સબંધીઓને મળી રહે તથા પીકપોકેટીગ ના બનાવો ન બને તે સારુ પ્‍લેન કલોથમાં પોલીસ માણસો મુકી આવા બનાવો બનતા અટકાવવી સારી કામગીરી કરેલ છે.

 

એસ.ઓ.જી ખેડા-નડીયાદ

ગાંજાના જથ્થા સાથે આરોપીને ઝડપી પાડતી એસ.ઓ.જી. ખેડા પોલીસ

તા.૧૫/૦૧/૨૦૧૫

                પોલીસ અધિક્ષક શ્રી સચીન બાદશાહ સાહેબનાઓની સુચના અને માર્ગદર્શન અન્વયે એસ.ઓ.જી ચાર્ટર મુજબની કામગીરી કરવા સારુ એસ.ઓ.જી પોલીસ ઈન્સ્પેકટર શ્રી ડી.એ.ચૌધરી તથા એ.એસ.આઇ. અશોકભાઇ શીવાભાઇ તથા હેડકો. જયંતિભાઇ અંબાલાલ તથા હેડ કો. અરવિંદસિંહ ભગવાનસિંહ તથા હેડ.કો. મહેશકુમાર કાળીદાસનાઓ ઓફીસે હાજર હતા દરમ્યાન બાતમીદારથી બાતમી મળેલ કે ખેડા તાલુકાના કાજીપુરા ગામે નેશનલ હાઇવે નં. ૮ ઉપર એક ઇસમ નામે અર્જુનભાઇ ઉર્ફે ધનંજયપાલ ઉર્ફે પાર્થ ભેમાભાઇ મગનભાઇ બારીયા રહે. ગામ જંબુસર તા.દેવગઢબારીયા જી. દાહોદનો પોતાની પાસે ગેરકાયદેસર રીતે વગરપાસ પરમીટનો વનસ્પતિ જન્ય ગાંજો લઇ આવનાર હોવાની બાતમી આધારે સદર ઇસમને કોર્ડન કરીને પકડી લીધેલ જેની પાસેથી વનસ્પતી જન્ય ગાંજો ર.૧૧ર કિ.ગ્રા. કિ.રૂ. ર૦,૦૦૦/- ના મુદ્દામાલ સાથે પકડાઇ જતા તેની વિરૂદ્ધમાં એન.ડી.પી.એસ. એક્ટ મુજબની કાર્યવાહી કરી આરોપીને વધુ તપાસ અર્થે ખેડા ટાઉન પો.સ્ટે. સોંપવામાં આવેલ છે.