ખેડા જીલ્લા પોલીસ સાફલ્યગાથા
(અઠવાડિક તા.૦૩/૧૧/૨૦૧૪ થી તા.૦૯/૧૧/૨૦૧૪)
એસ.ઓ.જી. કચેરી ખેડા-નડીયાદ
પ્રેસ નોટ તા.૦૪/૧૧/ર૦૧૪
નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી ખેડા એસ.ઓ.જી. પોલીસ
પોલીસ અધિક્ષકશ્રી સચીન બાદશાહ સાહેબનાઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. પોલીસ ઇન્સ્પેકટર ડી.એ.ચૌધરી તથા સ્ટાફના પોલીસ માણસો મહુધા ખાતે આજ રોજ તા.૦૪/૧૧/ર૦૧૪ ના મહોરમ બંદોબસ્ત અન્વયે પેટ્રોલીંગમાં હતા દરમ્યાન મળેલ ખાનગી બાતમી આધારે પો.ઇન્સ.ડી.એ.ચૌધરી તથા હેડ.કો.મહેશકુમાર ડાહ્યાભાઇ તથા હેડ કો. અશોકભાઇ શીવાભાઇ તથા પો.કો.જયેન્દ્રસિંહ પ્રવિણસિંહ તથા પો.કો ઋતુરાજસિહ ગોપાલસિહ તથા પો.કો. દિનેશકુમાર રામસિંહ નાઓ મહુધા, ચોકડી પાસે વૉચ ગોઠવી એક ઇસમ નામે પ્રહલાદ ઉર્ફે કરણ સુરાભાઇ પરમાર રહે. રૂપપુરા તા. મહુધાને ગોંડલ તાલુકા પો.સ્ટે. ફ.ગુ.ર.નં. ૧૦૯/૧૪ ઇ.પી.કો કલમ ૩૬૩,૩૬૬,૧૧૪ મુજબના અપહરણના ગુનામા નાસતો ફરતો હોઇ જેને આજરોજ સી.આર.પી.સી કલમ ૪૧(૧)આઇ મુજબ અટક કરવામા આવેલ છે.
ડાકોર પોલીસ સ્ટેશન
ડાકોર રણછોડજી મંદિરે તા.૦૬/૧૧/૨૦૧૪ ના રોજ દેવ દિવાળી હોય લાખોની સંખ્યામાં દર્શનાર્થીઓ આવતા હોય છે. જે અંગે પોલીસ અધિકારીશ્રીઓ તેમજ પોલીસ માણસો ધ્વારા ખુબ જ સારો બંદોબસ્ત થાય અને કોઇ અનિચ્છનીય બનાવ ન બને તેમજ દર્શનાર્થીઓ તેમના વાહનો મારફતે આવતા હોય તેઓને કોઇપણ પ્રકારની ટ્રાફિકની અવ્યવસ્થા ઉભી ન થાય જે અંગે વધારાના ટ્રાફીક પોઇન્ટ મુકવામાં આવેલ છે. અને દર્શનાર્થીઓના નાના બાળકો તથા વૃધ્ધો દર્શન કરતી વખતે વિખુટા પડી જાય તો તેઓને મંદિરના કંન્ટ્રોલ રૂમ માંથી માઇક ધ્વારા એલાઉન્સ કરી જે તે મા-બાપ તથા સગા સબંધીઓને મળી રહે તથા પીકપોકેટીંગ ના બનાવો ન બને તે સારુ પ્લેન કલોથમાં પોલીસ માણસો મુકી આવા બનાવો બનતા અટકાવવી સારી કામગીરી કરેલ છે.