પોલીસ અધિક્ષક, ખેડા
http://www.spkheda.gujarat.gov.in

સાફલ્યગાથા

6/7/2025 5:56:51 PM

ખેડા જીલ્લા પોલીસ સાફલ્યગાથા

(અઠવાડિક તા.૦૨/૦૬/૨૦૧૪ થી તા.૦૯/૦૬/૨૦૧૪)

 

ડાકોર પોલીસ સ્ટેશન

                        ડાકોર રણછોડજી મંદિરે તા.૦૮/૦૬/૨૦ ના રોજ ફાગણી પુનમ નિમીતે લાખોની સંખ્યામાં દર્શનાર્થીઓ આવતા હોય છે. જે અંગે પોલીસ અધિકારીશ્રીઓ તેમજ પોલીસ માણસો ધ્વારા ખુબ જ સારો બંદોબસ્‍ત થાય અને કોઇ અનિચ્‍છનીય બનાવ ન બને તેમજ દર્શનાર્થીઓ તેમના વાહનો મારફતે આવતા હોય તેઓને કોઇપણ પ્રકારની ટ્રાફિકની અવ્‍યવસ્‍થા ઉભી ન થાય જે અંગે વધારાના ટ્રાફીક પોઇન્‍ટ મુકવામાં આવેલ છે. અને દર્શનાર્થીઓના નાના બાળકો તથા વૃધ્ધો દર્શન કરતી વખતે વિખુટા પડી જાય તો તેઓને મંદિરના કંન્‍ટ્રોલ રૂમ માંથી માઇક ધ્વારા એલાઉન્‍સ કરી જે તે મા-બાપ તથા સગા સબંધીઓને મળી રહે તથા પીકપોકેટીગ ના બનાવો ન બને તે સારુ પ્‍લેન કલોથમાં પોલીસ માણસો મુકી આવા બનાવો બનતા અટકાવવી સારી કામગીરી કરેલ છે.

નડીયાદ ટાઉન પોલીસ સ્ટેશન

                        નડીયાદ ટાઉન પો.સ્‍ટે. સ્ટેડા એ.નં. ૨૫/૧૪ કલાક ૧૯/૨૦ મુજબના કામે અત્રેના પો.સ્ટે. પો.સ.ઇ. શ્રી કે.ડી.મંડોરા તથા સર્વેલન્સ સ્ટાફના માણસો સાથે પેટ્રોલીંગમાં હતાં દરમ્યાનમાં નડીયાદ નવા બસ સ્ટેન્ડમાં આવતાં એક છોકરો ઉવ/૧૭ નો બ્બોલી શકે નહી તેવો) બોબડો મળી આવેલ જેની સહાનુભુતી પુર્વક પુછ પરછ કરી તેના વાલી વારસોની તપાસ કરતાં તેના પિતા નો મોબાઇલ નં. મળતાં તેના પિતા કાળાભાઇ શનાભાઇ બજાણીયા રહે. કાકલીફયા મહીસા તા. મહુધા નાઓ આવતાં મળેલ બોબડો છોકરો જેનુ નામ મુકેશ જણાવેલ અને તેમનો છોકરો હોય અને ગઇ રાતનો તે ઘરેથી નીકળી ગયેલો હોય જેથી છોકરાનો કબજો તેના પિતાને સોપેલ છે.

 

 

ખેડા ટાઉન પોલીસ સ્ટેશન

 

                        તા.૨૮/૫/૨૦૧૪ ના રોજ અમો પો.સ્ટે થી નિકળી ખેડા હાઇવે ચોકડી તરફ જતા ખેડા વાત્રક બ્રિજ પાસે એક અસ્થિર મગજનો ઇસમ ઉ.વ. ૨૦ વર્ષના આશરાનો મળી આવતા તેને પો.સ્ટે લાવી તેના વાલીવારસ અંગે તપાસ તજવીજ કરતા ખેડા ટાઉન પો.સ્ટે ના ડ્રાઇવર પો.કોન્સ અશોકભાઇ નાઓ દ્વારા જાણવા મળેલ કે તે અમારા ગામનો વિરાતલાવડી પો.સ્ટ મહેરા જી.ગાંધીનગર નાનો છે .તેવુ જણાવતા તે ગામમાં તપાસ તજવીજ કરાવતા આ ઇસમનુ નામ ભરતભાઇ પોલાભાઇ ઠાકોર ઉ.વ.૨૦ ના આશરાનો હોવાનુ જાણવા મળેલ. અને તેના સગા ભાઇ મહેશકુમાર પોલાભાઇ નાઓને ટેલીફોન થી જાણ કરતા અને ખેડા ટાઉન પો.સ્ટે બોલાવતા તેઓના ભાઇને ઓળખી બતાવી તેઓના ભાઇ ભરતભાઇ અસ્થિર મગજનો હોય અને ઘરે થી કોઇને કહ્યા સિવાય ગઇ કાલે નિકળી ગયેલાનુ જણાવતા. તેઓને તેઓના ભાઇને સોંપી દઇ સારી કામગીરી કરેલ છે.