પોલીસ અધિક્ષક, ખેડા
http://www.spkheda.gujarat.gov.in

સાફલ્યગાથા

6/7/2025 6:01:42 PM

ખેડા જીલ્લા પોલીસ સાફલ્યગાથા

(અઠવાડિક તા.૨૬/૦૫/૨૦૧૪ થી તા.૦૧/૦૬/૨૦૧૪)

 

 

ડાકોર પોલીસ સ્ટેશન

 

                        ડાકોર રણછોડજી મંદિરે તા.૦૧/૦૬/૨૦ ના રોજ ફાગણી પુનમ નિમીતે લાખોની સંખ્યામાં દર્શનાર્થીઓ આવતા હોય છે. જે અંગે પોલીસ અધિકારીશ્રીઓ તેમજ પોલીસ માણસો ધ્વારા ખુબ જ સારો બંદોબસ્‍ત થાય અને કોઇ અનિચ્‍છનીય બનાવ ન બને તેમજ દર્શનાર્થીઓ તેમના વાહનો મારફતે આવતા હોય તેઓને કોઇપણ પ્રકારની ટ્રાફિકની અવ્‍યવસ્‍થા ઉભી ન થાય જે અંગે વધારાના ટ્રાફીક પોઇન્‍ટ મુકવામાં આવેલ છે. અને દર્શનાર્થીઓના નાના બાળકો તથા વૃધ્ધો દર્શન કરતી વખતે વિખુટા પડી જાય તો તેઓને મંદિરના કંન્‍ટ્રોલ રૂમ માંથી માઇક ધ્વારા એલાઉન્‍સ કરી જે તે મા-બાપ તથા સગા સબંધીઓને મળી રહે તથા પીકપોકેટીગ ના બનાવો ન બને તે સારુ પ્‍લેન કલોથમાં પોલીસ માણસો મુકી આવા બનાવો બનતા અટકાવવી સારી કામગીરી કરેલ છે.

 

કઠલાલ પોલીસ સ્ટેશન

 

                               કઠલાલ પો.સ્‍ટે.માં લોકોને તુરંત ધ્યાને આવે તે હેતુથી પો.સ્ટે.વિસ્તારમાં મોટા ગામડાઓમાં જાહેર જગ્યાઓમાં જેવા કે ટ્રાફિકને લગતી સુરક્ષા સારૂ તથા વૃદ્ધો મહિલાઓ કે બાળકોની સુરક્ષા માટે સુચનો તૈયાર કરી પોલીસ કર્મચારીઓ મારફતે બેનેરો લગાડવામાં આવ્યા અને લોકોને સુરક્ષા સારૂ તા.૨૬/૫/૧૪ થી તા.૧/૬/૧૪  વિશિષ્‍ટ કામગીરી કરવામાં આવેલ છે.