ખેડા જીલ્લા પોલીસ સાફલ્યગાથા
(અઠવાડિક તા.૨૧/૦૪/૨૦૧૪ થી તા.૨૭/૦૪/૨૦૧૪)
એલ.સી.બી. ખેડા-નડીયાદ
કેરીયાવી પાટીયા પાસેથી વાહન સાથે દેશી દારૂ પકડી પાડતી એલ.સી.બી.ખેડા નડીયાદ
પ્રેસ નોટ તા.૨૭/૦૪/૨૦૧૪
પોલીસ અધિક્ષક શ્રી સચિન બાદશાહ ખેડા-નડીયાદનાઓએ આગામી લોકસભાની ચુટણીને ધ્યાનમા રાખી પ્રોહિ./જુગારની અશરકારક કામગીરી કરવા સારૂ પો.ઇન્સ.શ્રી એલ.સી.બી. નાઓએ આપેલ સુચના અને માર્ગદર્શન મુજબ સ્ટાફના હેઙકો.વિનોદચન્દ્ર, પો.કો.રાજેન્દ્રકુમાર, પો.કો. મુકેશભાઇ તથા પો.કો.રીશીતકુમાર વિગેરે પોલીસ માણસો સાથે પેટ્રોલીંગમાં નીકળેલા દરમ્યાન સાથેના પો.કો.રીશીતકુમાર નાઓની માહીતી આધારે કેરીયાવી પાટીયા પાસે પેટલાદ રોડ ઉ૫ર આવતાં પલ્સર મો.સા.નં.જી.જે.૬.સીકે.૨૫૭૯ ઉપર બેઠેલ બે ઇસમો પાસેથી જેમાં ચાલક ભરતભાઇ રમણભાઇ તળપદા નાઓને સ્કુલ બેગમાં ૧૭ લીટર દેશી દારૂ તથા તેની પાછળ બેઠેલ જયંતીભાઇ રમણભાઇ તળપદા રહે.ગુતાલ નાઓએ શર્ટના નીચે કાપડીની કોટીમાં સંતાડેલ ૬ લીટર દેશી દારૂ મળી કુલ્લે ૨૩ લીટર દ.ેશી દારૂ તથા પલ્સર મો.સા.કિંમત રૂ.૩૦,૦૦૦/- નું મળી રૂ.૩૦,૪૬૦/- નો મુદામાલ તેમજ તેજ જગ્યાએથી સ્કુટર નં.જી.જે.૭.વી.૨૩૫૬ ઉપર બેઠેલ કિસ્મતભાઇ રમણભાઇ તળપદા તથા ઘેલાભાઇ પરસોતમભાઇ જાદવ બંને રહે.ગુતાલ નાઓએ શરીરે બાંધેલ કોટીમાં ૬-૬ લીટર દેશી દારૂ તેમજ સ્કુટર આગળની તેમજ સાઇડની ડેકીમાં ૯ લીટર દેશી દારૂ મળછી કુલ્લે ૨૧ લીટર દેશી દારૂ તથા સ્કુટર કિંમત રૂ.૫,૦૦૦/- મળી કુલ્લે બંને ગુનાનો મુદામાલ ૩૫,૮૮૦/- ના મુદામાલ સાથે જડપી પાડેલ જે બાબતે એલ.સી.બી.ના પો.કો.મુકેશભાઇ તેમજ પો.કો.રાજેન્દ્રભાઇએ નડીયાદ રૂરલ પો.સ્ટે. ખાતે ગુનો નોંધાવતા જેની આગળની તપાસ એલ.સી.બી.ના હેકો.વિનોદચન્દ્ર ચલાવી રહેલ છે.
હરીયાળા ગામે જુગાર રમતા સાત ઇસમોને રૂ.૪૧,૯૪૦/- ના મુદામાલ સાથે ઝડપી પાડતી એલ.સી.બી.ખેડા નડીયાદ
તા.૨૭/૦૪/૨૦૧૪
આગામી દિવસોમાં લોકસભાની ચુંટણી આવતી હોય જે અનુસંધાને જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે ખેડા-નડીયાદ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રીનાઓએ આપેલ સુચના મુજબ એલ.સી.બી. પો.ઇન્સ.એમ.એ.ચૌધરી તથા પો.સ.ઇ.શ્રી ડી.આર. ગોહીલ તથા સ્ટાફના એ.એસ.આઇ.યાકુબમીયાં, હેકો.વિનોદચન્દ્ર, પો.કો. રાજેન્દ્રકુમાર, પો.કો.રીશીતભાઇ, પોકો અજીતકુમાર, પોકો મુકેશભાઇ વિગેરેએ નાઓ પેટ્રોલીંગમાં નીકળેલ દરમ્યાન પોકો મુકેશકુમાર નાઓની બાતમી આધારે તા.૨૬/૪/૨૦૧૪ ના સાંજના સમયે હરીયાળા ગુરૂકુળ પાછળ, ખુમાનસીંહ કાલુભાઇ ચાવડાના કુંવા ઉપર ઓરડી પાછળ, ખુલ્લામાં જુગાર રમતા ઇસમો ઉપર રેઇડ કરી કુલ સાત ઇસમોને સ્થળ ઉપર ઝડપી પાડેલ (૧) દિલીપસિંહ ખુમાનસિંહ ચાવડા રહે.હરીયાળા (ર) મનીષભાઇ મનુભાઇ પટેલ રહે.રહે બારેજા કામનાથ સોસાયટી (૩) મુકેશભાઇ મણીભાઇ શાહ રહે.આણંદ બોરસદ ચોકડી (૪) ઇન્દ્રવદન પસાભાઇ પટેલ રહે.બારેજા (૫) દિલીપભાઇ કાંતીભાઇ પટેલ રહે.અંબીકા કોમ્પલેક્ષ બસ સ્ટેશન સામે, સી/૩૦૧ (૬) ભાવીનભાઇ ચન્દ્રકાંત દલાલ રહે.અમદાવાદ આંબાવાડી (૭) દિલીપભાઇ અગરસિંહ ચાવડા રહે.હરીયાળા નાઓની પાસેથી અંગજડતીના રૂ.૪૦,૬૪૦/- તથા દાવ ઉપરના રૂ.૧,૨૫૦/- શેત્રંજી નંગ-૧ કિંમત રૂ.૫૦/-, ગંજીપાના નંગ-૫૨ મળીને કુલ રૂ.૪૧,૯૪૦/- ના મુદામાલ સાથે જુગાર રમતા ઝડપી પાડેલ આ બાબતે એલ.સી.બી. પોલીસે ખેડા ટાઉન પો.સ્ટે. ખાતે ગુ.ર.નં.સે.૭૧/૧૪ જુ.ધા.ક.૧૨ મુજબ ગુનો રજીસ્ટર કરાવી આગળની તપાસ હેકો.વિનોદચન્દ્ર રણછોડભાઇ નાઓ ચલાવી રહેલ છે.
પ્રોહીબીશનના આરોપીની પાસા હેઠળ અટકાયત કરતી એલ.સી.બી.ખેડા-નડીયાદ
ફીરોજ અલ્લારખાં વોરા રહે.કમળા તા.નડીયાદ નાઓ વિરૂધ્ધ નડીયાદ રૂરલ પો.સ્ટે. પ્રોહી.ના ગુનાઓ દાખલ કરવામાં આવેલ જે અન્વયે પોલીસ અધિક્ષક શ્રી સચિન બાદશાહ નાઓએ પાસા દરખાસ્ત તૈયાર કરી જિલ્લા મેજી.શ્રી, ખેડા-નડીયાદ નાઓને મોકલતાં જિલ્લા મેજી.શ્રી, ખેડા-નડીયાદ નાઓના હુકમ નં.પીઓએલ(૧)/પાસા/એસઆર/૨૭/૧૪ તા.૨૫/૪/૧૪ અન્વયે ફીરોજ અલ્લારખાં વોરા રહે.કમળા તા.નડીયાદ નાઓની પાસા હેઠળ અટકાયત કરવા હુકમ થતા એલ.સી.બી.પો.ઇન્સ.શ્રી એમ.એ.ચૌધરી નાઓએ આજરોજ તા.૨૬/૪/૧૪ નારોજ કલાક ૧૯/૦૦ વાગે નડીયાદ મુકામેથી અટકાયત કરી જિલ્લા જેલ જામનગર મુકામે મોકલવા તજવીજ કરેલ છે.
ડાકોર પોલીસ સ્ટેશન
ડાકોર રણછોડજી મંદિરે તા.૨૭/૦૪/૨૦૧૪ ના રોજ ફાગણી પુનમ નિમીતે લાખોની સંખ્યામાં દર્શનાર્થીઓ આવતા હોય છે. જે અંગે પોલીસ અધિકારીશ્રીઓ તેમજ પોલીસ માણસો ધ્વારા ખુબ જ સારો બંદોબસ્ત થાય અને કોઇ અનિચ્છનીય બનાવ ન બને તેમજ દર્શનાર્થીઓ તેમના વાહનો મારફતે આવતા હોય તેઓને કોઇપણ પ્રકારની ટ્રાફિકની અવ્યવસ્થા ઉભી ન થાય જે અંગે વધારાના ટ્રાફીક પોઇન્ટ મુકવામાં આવેલ છે. અને દર્શનાર્થીઓના નાના બાળકો તથા વૃધ્ધો દર્શન કરતી વખતે વિખુટા પડી જાય તો તેઓને મંદિરના કંન્ટ્રોલ રૂમ માંથી માઇક ધ્વારા એલાઉન્સ કરી જે તે મા-બાપ તથા સગા સબંધીઓને મળી રહે તથા પીકપોકેટીંગ ના બનાવો ન બને તે સારુ પ્લેન કલોથમાં પોલીસ માણસો મુકી આવા બનાવો બનતા અટકાવવી સારી કામગીરી કરેલ છે.