પોલીસ અધિક્ષક, ખેડા
http://www.spkheda.gujarat.gov.in

સાફલ્યગાથા

6/7/2025 6:09:29 PM

ખેડા જીલ્લા પોલીસ સાફલ્યગાથા

(અઠવાડિક તા.૦૭/૦૪/૨૦૧૪ થી તા.૧૩/૦૪/૨૦૧૪)

 

 

ડાકોર પોલીસ સ્ટેશન

                        ડાકોર રણછોડજી મંદિરે તા.૦૬/૦૪/૨૦ ના રોજ ફાગણી પુનમ નિમીતે લાખોની સંખ્યામાં દર્શનાર્થીઓ આવતા હોય છે. જે અંગે પોલીસ અધિકારીશ્રીઓ તેમજ પોલીસ માણસો ધ્વારા ખુબ જ સારો બંદોબસ્‍ત થાય અને કોઇ અનિચ્‍છનીય બનાવ ન બને તેમજ દર્શનાર્થીઓ તેમના વાહનો મારફતે આવતા હોય તેઓને કોઇપણ પ્રકારની ટ્રાફિકની અવ્‍યવસ્‍થા ઉભી ન થાય જે અંગે વધારાના ટ્રાફીક પોઇન્‍ટ મુકવામાં આવેલ છે. અને દર્શનાર્થીઓના નાના બાળકો તથા વૃધ્ધો દર્શન કરતી વખતે વિખુટા પડી જાય તો તેઓને મંદિરના કંન્‍ટ્રોલ રૂમ માંથી માઇક ધ્વારા એલાઉન્‍સ કરી જે તે મા-બાપ તથા સગા સબંધીઓને મળી રહે તથા પીકપોકેટીગ ના બનાવો ન બને તે સારુ પ્‍લેન કલોથમાં પોલીસ માણસો મુકી આવા બનાવો બનતા અટકાવવી સારી કામગીરી કરેલ છે.

એલ.સી.બી. ખેડા-નડીયાદ

ચોરાયેલ વાહન સાથે આરોપીને ઝબ્બે કરતી એલ.સી.બી.ખેડા નડીયાદ પોલીસ

તા.૦૫/૦૪/૨૦૧૪

                        જિલ્‍લામાં વાહન ચોરી તેમજ મિલ્કત સબંધી ગુનાઓ બનતા અટકાવવા તથા શોધી કાઢવા સારૂ તથા ચુટણી અનુસંધાણે ખેડા-નડીયાદ જીલ્લાના પોલીસ અધિક્ષકશ્રી મકરંદ ચૌહાણ નાઓએ એલ.સી.બી. પો.ઇન્‍સ.શ્રી એમ.એ.ચૌધરી તથા પો.સબ ઇન્‍સ.શ્રી ડી.આર. ગોહીલ નાઓને પેટ્રોલીંગ તેમજ નાકાબંધી તથા વાહન ચેકિંગ કરવા સુચના કરેલ. જે મુજબ એલ.સી.બી. સ્‍ટાફના અહેકો સરફરાજહુસેન ઇનાયનઅલી,પો.કો. વિનોદકુમાર નામદેવ પોકો ચંદ્રકાન્ત ગોવિંભાઇ પોકો ભગવાન બાબારામ પોકો સંદીપ લોટન નાઓએ મહેમદાવાદ ખાત્રજ ચોકડી થી પોકો વિનોદકુમારની બાતમી આધારે એક ઇસમ નામે  યુનુસભાઇ ઉર્ફે લાલો યુસુફભાઇ  વ્હોરા રહે. ભાલેજ વ્હોરવાડ તા. ઉમરેઠ જી.આણંદ નાને ચોરીની એક ટાટા ડમ્ફર  ટ્રક નંબર  GJ 23 W 8544 જેનો એન્‍જીન નં. 63240541તથા ચેચીસ નં.07077 કિરૂ. ૧૫,૦૦,૦૦૦/- સાથે પકડેલ છે. જેથી તેઓના વિરૂધ્‍ધ આજ રોજ મેહમદાવાદ પો.સ્‍ટે. સી.આર.પી.સી.૪૧(૧) ડી, ૧૦૨ મુજબની કાર્યવાહી કરેલ છે. સદર કાર્યવાહી બાબતે ઉમરેઠ પોસ્ટે માં ફસ્ટ. ગુ.નં. ૪૯/૧૪ ઇપીકો કલમ ૩૭૯ મુજબ નો ગુન્હો ડિટેક્ટ કરેલ છે.

લીંબાસી પોલીસ સ્ટેશન

 

                        તા.૩૧/૩/૨૦૧૪ નારોજ સાંજના અત્રેના પો.સ્‍ટે.માં એક જવાન દેદાવળી યુવતી ઉ.વ.આ.૩૨ વર્ષ ના આશરાની મળી આવેલ જે મગજની અસ્‍થિર હોય પુછપરછ દરમ્‍યાન કોઇ હકીકત જણાવતી ના હતી જે આધારે. લીંબાસી પો.સ્‍ટે જા.જોગ નં.૦૩/૨૦૧૪ સ્ટે.ડા.નં.૦૨/૧૪ તા.૩૧/૦૩/૧૪ થી દાખલ કરવામાં આવેલ આ યુવતી અસ્‍થિર મગજની હોય તેને સાથે લઇ તેના વાલી વારસો ની શોધખોળ કરવા લીંબાસી ટાઉન, વસઇ, ભલાડા, સાયલા, દેથલી તથા સોજીત્રા પો.સ્‍ટેની હદના મઘરોલ ગામોએ તેણીના વાલીવારસો બાબતે તપાસ કરતા મઘરોલ તા.સોજીત્રા જી.આણંદ ગામના વિજયભાઇ બાબુભાઇ રબારી ની સાળી સાલુબેન રહે.અમરાવતી રાજય, મહારાષ્‍ટ્ર નાઓ મહેમાગતીએ આવેલ હોય તેમની દિકરી હોય તેમને સોપી પ્રશસનીય કામગીરી કરવામાં આવેલ છે.