પોલીસ અધિક્ષક, ખેડા
http://www.spkheda.gujarat.gov.in

સાફલ્યગાથા

6/7/2025 5:57:53 PM

ખેડા જીલ્લા પોલીસ સાફલ્યગાથા

(અઠવાડિક તા. ૧૮/૧૧/૨૦૧૩ થી તા.૨૪/૧૧/૨૦૧૩)

       

  

એસ.ઓ.જી. શાખા

 

બાંગ્‍લાદેશી નાગરીકો તથા તેઓને આશરો આપનાર વિરૂદ્ધ

ખેડા જીલ્‍લા એસ.ઓ.જી. પોલીસ દ્વારા દાખલ કરવામાં આવેલ ગુનાઓ તા.ર૦/૧૧/ર૦૧૩

 

                પોલીસ અધિક્ષકશ્રી ખેડા-નડીયાદના શ્રી મકરંદ ચૌહાણ સાહેબની સુચના અને માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. સ્‍ટાફના પોલીસ માણસોએ તા.૧૩/૧૧/ર૦૧૩ ના રોજ નડીયાદ પશ્ચિમ વિસ્‍તારના સુભાષપુરા ઝુપડપટ્ટીમાં એક બાંગ્‍લાદેશી નાગરીક (૧) મોહમદરશીદ અબ્‍દુલ શેખ ઉ.વ. ૩૦ રહેવાસી આલીપુર,તા.બેનાપોર, જિ.જાસૌર, રાજ્ય ઢાકા, દેશ બાંગ્‍લાદેશનો મળી આવેલ બાદ તા.૧૪/૧૧/ર૦૧૩ ના રોજ (૧) શહાના ઉર્ફે સીતા ડો/ઓ ગાઉશદર મુસ્‍લીમ શરદર ઉ.વ ર૩ રહે. નેહાલપુર પોસ્‍ટ નેહાલપુર તા.મોનીરામપુર જિ. જાસૌર રાજ્ય ઢાકા બાંગ્‍લાદેશ (ર) પારૂલ ડો/ઓ હામીદખાન સુમુદખાન મંડલ ઉ.વ. ૩૦ રહે. બેનાપોલ પોસ્‍ટ માટીકુમરાહ જિ. જાસૌર રાજ્ય ઢાકા બાંગ્‍લાદેશ (૩) તાંજીલા ઉર્ફે મંજુ ડો/ઓ કિસ્‍મત શતદર ઉ.વ.૩૫ રહે. એલીસપુર પોસ્‍ટ કેરલકતા જિ. સતખેરા રાજ્ય ઢાકા બાંગ્‍લાદેશ (૪) આશાદુલ ઉર્ફે કાળુ ઓમર મંડલ ઉ.વ.ર૫ રહે.બાગાનછોડા થાના સારસા જિ. જાસૌર રાજ્ય ઢાકા બાંગ્‍લાદેશ (૫) મુસ્‍તુફાઅલી સ/ઓ મહંમદ સુઝનઅલી શતદર ઉ.વ. ર૬ રહે. આશાસુની થાના આશાસુની તા.જિ. સાતખેરા રાજ્ય ઢાકા બાંગ્‍લાદેશ (૬) બીલ્કીશ ઉર્ફે શીલ્‍પા વા/ઓ મુસ્‍તુફાઅલી શતદર ઉ.વ. ર૪ રહે. આશાસુની થાના આશાસુની તા.જિ. સાતખેરા રાજ્ય ઢાકા બાંગ્‍લાદેશ (૭) ઝરના ડો./ઓ. ઉમરઅલી ઇરાદઅલી ગાજી (મુસ્‍લીમ) ઉ.વ. ર૬ રહે. માસના ખાનપુર, થાના. તા.મોનીરામપુર જિ. જાસૌર રાજ્ય ઢાકા બાંગ્‍લાદેશ હાલ તમામ રહે. નડીયાદ સુભાષપુરા ઝુપડપટ્ટીના મળી આવેલ સદરી સ્‍ત્રી,પુરૂષો બાંગ્‍લાદેશના નાગરીક હોઇ અને તેઓને કોઇપણ જાતના આધાર પુરાવા કે ઓળખ સીવાય શારદાબેન દિલીપભાઇ વલ્‍લભભાઇ દંતાણીએ પોતાના કબજા ભોગવટના રહેણાંકની ઓરડીઓમાં ભાડુઆત રાખી પોલીસને કોઇપણ પ્રકારની જાણ નહી કરી ગેરકાયદેસ રીતે બાંગ્‍લાદેશી નાગરીકોને નડીયાદ ખાતે રહેવામાં મદદગારી કરેલ હોઇ બાંગ્‍લાદેશી નાગરીકો અને શારદાબેન વિરૂદ્ધ નડીયાદ પશ્ચિમ પોલીસ સ્‍ટેશન ખાતે ગુનાઓ દાખલ કરાવી એસ.ઓ.જી.એ આગળની તપાસ ચાલુ રાખેલ છે. હાલમાં આ શારદાબેન પોતાના રહેણાંકના મકાનમાંથી ભાગી ગયેલ છે. આ ગુનાઓમાં મદદગારી કરનારને પણ પાંચ વર્ષ સુધીની સજાની જોગવાઇ છે. 

 

નડીયાદ ટાઉન પોલીસ સ્ટેશન

 

                નડીઆદ ટાઉન પો.સ્‍ટે. તા.ર૩/૧૧/૧૩ ના રોજ સાંજના સાડા પાંચેક વાગ્‍યે નડીયાદ રણમુકતેશ્વરનગર સોસાયટીમાં રહેતા હિન્‍દુ-મુસ્‍લિમ કોમના માણસો વચચે સોસાયટીમાંથી મુસ્‍લિમ સોસાયટી તરફ જવાના રસ્‍તા બાબતે ઝગડો થતા તાત્‍કાલીક સ્‍થળ ઉ૫ર પહોચી જઇ બંને પક્ષકારોને શાંત પાડી વધુ વાતાવરણ ડહોળાય નહી તે બાબતે સચોટ પગલાં લીધેલ અને તાત્‍કાલીક પોલીસ માણસોનો બંદોબસ્‍ત મુકી બીજા કોઇપણ પ્રત્‍યાઘાત પડવા દીધેલ નહી.

ડાકોર પોલીસ સ્ટેશન

 

                ડાકોર રણછોડજી મંદિરે તા.૨૪/૧/૧૩ ના રોજ રવિવાર હોય લાખોની સંખ્યામાં દર્શનાર્થીઓ આવતા હોય છે જે અંગે પોલીસ અધિકારીશ્રીઓ તેમજ પોલીસ માણસો ધ્વારા ખુબજ સારો બંદોબસ્‍ત થાય અને કોઇ અનિચ્‍છનીય બનાવ ન બને તેમજ દર્શનાર્થીઓ તેમના વાહનો મારફતે આવતા હોય તેઓને કોઇપણ પ્રકારની ટ્રાફિકની અવ્‍યવસ્‍થા ઉભી ન થાય જે અંગે વધારાના ટ્રાફીક પોઇન્‍ટ મુકવામાં આવેલ છે અને દર્શનાર્થીઓના નાના બાળકો તથા વૃધ્ધો દર્શન કરતી વખતે વિખુટા પડી જાય તો તેઓને મંદિરના કંન્‍ટ્રોલ રૂમમાંથી માઇક ધ્વારા એલાઉન્‍સ કરી જે તે મા-બાપ તથા સગા સબંધીઓને મળી રહે તથા પીકપોકેટીગ ના બનાવો ન બને  તે સારુ પ્‍લેન કલોથમાં પોલીસ માણસો મુકી આવા બનાવો બનતા અટકાવવી સારી કામગીરી કરેલ છે.